ચાણક્ય નીતિ : આ ૩ આદતો ઘરને બનાવે છે સ્વર્ગ, હંમેશા રહશો ખુશખુશાલ

આચાર્ય ચાણક્ય વિશે તમે જરૂર જાણતા હશો અને તેમની અનેક નીતિઓ વિશે તમે વાંચ્યું પણ હશે અને સંભાળ્યું પણ હશે. એવી માન્યતા છે કે ચાણક્યની નીતિ આજે પણ કારગર સાબિત થાય છે. વળી આ નીતિઓનું પાલન કરવા વાળો વ્યક્તિ જીવનમાં ક્યારે પરેશાન નથી થતો.

દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે તેનું પોતાનું ઘર, જ્યાં તેનો પરિવાર સુરક્ષિત અને ખુશી રહેતો હોય. તમે ક્યાંય પણ જાઓ પરંતુ ઘર જેવું સુખ ક્યાંય નથી મળતું. પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ખુશ જ હોય. ઝઘડો, ક્રોધ અને મતભેદનાં લીધે પોતાનાઓ વચ્ચે પારકા જેવું જીવન વ્યતીત કરવા લાગીએ છીએ. જેનાથી ઘર એક નરક જેવું લાગે છે.

વળી આચાર્ય ચાણક્ય નીતિમાં દરેક સમસ્યાનું સમાધાન સરળતાથી મળી જાય છે. તો આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આચાર્ય ચાણક્યની અમુક અનમોલ વિચાર જેનાથી તમારું ઘર સ્વર્ગ બની શકે છે

માતા-પિતાનું કરો સન્માન

આચાર્ય ચાણક્યની વાત માનીએ તો તે વ્યક્તિ જે પોતાનાં માતા-પિતાનું સન્માન હંમેશા કરે છે, તેને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નથી કરવો પડતો. યાદ રાખો કે દરેકે પોતાના માતા-પિતાનું સન્માન સદાય કરવું જોઈએ. કારણ કે જે ઘરમાં માતા-પિતાનું સન્માન હોય છે ત્યાં સુખ અને શાંતિનો નિવાસ હોય છે. અને જે ઘરમાં માતા-પિતાનું સન્માન નથી હોતું અને અપમાન થતું હોય છે તે ઘરમાં સુખ અને શાંતિ ક્યારે નથી આવતી. સાથે એવા વ્યક્તિ જે પોતાનાં માતા-પિતાનું સન્માન નથી કરતા તો તેમણે પોતાના જીવનમાં વધારે સમસ્યા સહન કરવી પડે છે.

પોતાના બાળકો સાથે દોસ્ત બનીને રહો

આચાર્ય ચાણક્યનું કહેવું છે કે દરેક માતા-પિતાને પોતાનાં બાળકો સાથે હંમેશા મિત્ર બનીને રહેવું જોઈએ. એવું એટલા માટે કારણ કે મિત્ર બનીને રહેવાથી તમારા બાળકો તેમની સારી વાત તમારી સાથે શેયર કરશે. પોતાની દિનચર્યામાં એક સમયે જરૂરી એવો બનાવો જે બાળકો સાથે સમય વ્યતીત કરી શકાય. તેમની સાથે રમી શકાય અને વાતો કરી શકાય. ધ્યાન રાખવું કે જે પરિવારમાં આ બધું થાય છે, ત્યાં હંમેશા પ્રેમ જળવાઈ રહે છે.

પતિ-પત્નીએ એકબીજાનું સન્માન કરવું જોઈએ

દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ પતિ-પત્નીનો હોય છે. તે એક એવો સંબંધ હોય છે જે જીવનભર જોડાયેલો રહે છે અને કદાચ ૭ જન્મ માટે પણ જોડાયેલો રહે છે. તે ઘર હકીકતમાં સ્વર્ગ બની રહે છે. જ્યાં પતિ-પત્ની એકબીજાનો સન્માન કરતા હોય અને આવા ઘરમાં લક્ષ્મીનો નિવાસ હોય છે. આચાર્ય ચાણક્યની માનીએ તો પતિ અને પત્ની હંમેશા પ્રેમથી રહેવું જોઈએ. કારણ કે જે ઘરમાં પતિ-પત્ની એકબીજાનો સન્માન નથી કરતા ત્યાં સુખ શાંતિ ક્યારે પણ નથી રહેતી અને તે ઘર નર્ક બની જાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કોઈપણ ઘરમાં સંસ્કારી લોકોનું રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે તો જ ઘર સ્વર્ગ સમાન લાગે છે. યાદ રાખો કે જીવનમાં સારા સંસ્કારોનું હોવું પણ જરૂરી છે.