આ ૩ જગ્યાએ મોર પંખ લગાવવાથી ઘરમાં પૈસાની આવકમાં દિવસે ને દિવસે વધારો થતો જશે

ઘર, કામ કરવાની જગ્યા, રસોડા, સ્ટડી ટેબલ વગેરે જગ્યાએ વાસ્તુદોષ હોવાથી ખુબ જ નુકસાન પહોંચે છે. આ વાસ્તુદોષને લીધે ઉત્પન્ન થયેલી નકારાત્મક ઊર્જા વ્યક્તિની પ્રગતિ સ્વાસ્થ્ય સંબંધો આર્થિક સ્થિતિ વગેરે ઉપર ખરાબ અસર કરે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ ઉપાય ને જલ્દી કરી લેવા જોઈએ. આજે અમે તમને જીવનનાં અમુક એવા મહત્વના પાસાઓને શ્રેષ્ઠ બનાવવા માટે મોર પંખ સાથે જોડાયેલા વાસ્તુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પંખ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. મોર પંખ જેટલા દેખાવમાં સુંદર હોય છે, તેની મહિમા એટલી જ અલગ હોય છે. મોર પંખ થી ઘરની ઘણી સમસ્યાઓ દુર થઈ શકે છે. મોર પંખ માં બધા દેવી દેવતાઓ અને નવગ્રહનો વાસ હોય છે. મોર પંખનો ઉપયોગ દરેક ધર્મમાં કરવામાં આવે છે. મોર પંખ ઘણા બધા દેવતાઓના પ્રિય આભુષણ છે. ભગવાન કૃષ્ણ, માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્ર દેવ, શિવ પુત્ર કાર્તિકે તથા ગણેશજી બધાને મોર પંખને કોઈને કોઈ રૂપમાં પ્રિય છે. એટલા માટે આ મોર પંખ જીવનની દશા અને દિશા બદલવામાં સહાયક માનવામાં આવે છે.

મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે, એટલા માટે તેને ખુબ જ સન્માનની નજરથી જોવામાં આવે છે. તે સિવાય તેને હિન્દુ ધર્મ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ એ મોર પંખને પોતાના માથા ઉપર ધારણ કરેલ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પંખ હોવાથી ઘણા વાસ્તુદોષનું નિવારણ થાય છે. તે સિવાય તે જીવનની ઘણી પરેશાનીઓને દુર કરે છે.

જો મોર પંખને ઘરની તિજોરી અથવા તો પૈસા રાખવાની જગ્યાના દક્ષિણ અને પુર્વ ખુણામાં રાખી દેવામાં આવે તો થોડા દિવસમાં જ ધનની આવક શરૂ થઈ જાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે.. તે ધન સંબંધિત અટવાયેલા અને બગડેલા કામમાં પણ સફળતા અપાવે છે.

બેડરૂમની પુર્વ અથવા ઉત્તર દિશા પર બે મોર પંખ એક સાથે લગાવવા જોઈએ. તેનાથી પતિ પત્નીની વચ્ચેની સમસ્યા દુર થાય છે અને તેમના સંબંધોમાં પ્રેમ વધે છે.

પાંચ મોર પંખને પોતાના પુજા ઘરમાં રાખી લો અને દરરોજ તેની પુજા કરો. ૨૧ દિવસ બાદ આ મોર પંખને પોતાની તિજોરીમાં રાખી લો. તેનાથી પ્રગતિમાં આવી રહેલી બધી જ અડચણ દુર થશે અને તમારા અટવાયેલા કાર્ય પણ પુર્ણ થવા લાગશે.

બેડરૂમની પશ્ચિમ દીવાલ ઉપર મોર પંખ લગાવવાથી કુંડળીમાં રહેલ કાલ સર્પ દોષ, રાહુ-કેતુ દોષ વગેરેમાં રાહત મળે છે અને જીવનમાં સકારાત્મક ફળ મળવા લાગે છે.

ઘરમાં મોર પંખ રાખવાથી ધનની દેવી લક્ષ્મી અને જ્ઞાનની દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે. ઘરમાં વાંસળીની સાથે મોર પંખ રાખવાથી સંબંધોમાં મધુરતા વધે છે. જો તમે ગ્રહોના અશુભ પ્રભાવને દુર કરવા માંગો છો તો ગ્રહ મંત્રનો ૨૧ વખત જાપ કરો. ત્યારબાદ મોર પંખ ઉપર પાણીનો છંટકાવ કરીને કોઈ શુભ સ્થાન ઉપર સ્થાપિત કરો, જ્યાંથી તે બધા લોકોને દેખાય. આવું કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

જો તમે પોતાના બાળકને ખરાબ નજરથી બચવા માંગો છો તો ચાંદીના તાવીજમાં મોર પંખ લગાવવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજા ઉપર મોર પંખ લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. તેનાથી ઘરનો વાસ્તુદોષ પણ દુર થાય છે. મોર પંખ એકાગ્રતા વધારવામાં સહાયક છે. માન્યતા છે કે જો બાળકોના ટેબલની પાસે મોર પંખ લગાવવામાં આવે તો તેનાથી તેમની એકાગ્રતા વધે છે અને તેમને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જો શત્રુઓ પરેશાન કરતા હોય તો મંગળવાર અને શનિવારના દિવસે દુશ્મનનું નામ લઈને હનુમાનજીના મસ્તિષ્કનો સિંદુર મોર પંખ ઉપર લગાવી દો. ત્યારબાદ તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી તમને પોતાના શત્રુઓમાંથી મુક્તિ મળી જશે. આર્થિક લાભ મેળવવા માટે કોઈપણ મંદિરમાં જઈને મોર પંખને રાધાકૃષ્ણ ના મુકુટમાં લગાવો. ત્યારબાદ ૪૦ દિવસ પછી તેને પોતાની તિજોરીમાં અથવા પૈસા રાખવાના સ્થાન ઉપર રાખી દો.