આ ૩ કારણોને લીધે વધી જાય છે કોરોના વાયરસ સંક્રમિત લોકોને મૃત્યુનો ખતરો, સ્ટડીમાં થયો ખુલાસો

Posted by

કોરોના વાયરસ સંક્રમણથી થનાર મૃત્યુમાં ઉમર, વ્યક્તિનું પુરુષ હોવું અને પહેલાથી ડાયાબીટીસ, શ્વસન અને ફેફસાંને લગતા રોગો તથા અન્ય ગંભીર રોગોથી ગ્રસ્ત હોવું મહત્વપૂર્ણ કારણનાં સ્વરૂપમાં સામે આવ્યા છે. આ વિસ્તૃત અધ્યયન મદદથી સ્વાસ્થ્યકર્મી હવે Covid-19 થી થવાવાળી મૃત્યુના સંબંધમાં વધારે માહિતી મેળવી શકશે.

આ લોકોને જોખમ સૌથી વધુ છે

બીએમજે માં પ્રકાશિત અનુસંધાન ના આધારે, ૫૦ વર્ષથી વધુ ઉંમરનાં વયસ્કો, પુરુષો, મેદસ્વીપણા, હૃદયરોગ, ફેફસાં, યકૃત અને કિડનીને લગતા રોગોમાં કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુનું જોખમ વધારે છે.

૪૩,૦૦૦ થી વધુ દર્દીઓ પર કરવામાં આવ્યો અધ્યયન

અત્યાર સુધીમાં કરવામાં આવેલા સૌથી મોટા અધ્યયનમાં ઇંગ્લેન્ડમાં હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓના ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યા છે. અભ્યાસ પ્રકાશિત થયો ત્યાં સુધીમાં તેમાં ૪૩,૦૦૦ થી વધુ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ લોકોને થયો સૌથી વધારે મુશ્કેલીનો સામનો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે ૬ ફેબ્રુઆરીથી ૧૯ એપ્રિલ દરમિયાન ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડની ૨૦૮ હોસ્પિટલોમાં દાખલ ૨૦,૧૩૩ દર્દીઓના ડેટા વિશ્લેષણ કર્યા. અભ્યાસ અનુસાર હોસ્પિટલમાં દાખલ લોકોની સરેરાશ ઉંમર ૭૩ વર્ષ હતી અને મહિલાઓ કરતાં વધુ પુરુષોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઉંમર સિવાય જેમને હાર્ટ, ફેફસા, યકૃત અને કિડનીની બીમારી હતી, તેમને વધુ તકલીફ થઈ હતી.

ભારતમાં આ ઉંમરના લોકો વધુ જોખમ ધરાવે છે

આ અંગે કુટુંબ કલ્યાણ અને આરોગ્ય મંત્રાલય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુના કેસોના વિશ્લેષણથી જાણી શકાય છે કે સંક્રમણથી મૃત્યુ પામનાર માં ૬૪ ટકા પુરુષો અને ૩૬ ટકા મહિલાઓ છે. મૃત્યુને વયના આધારે વિભાજીત કરતી વખતે મંત્રાલયે જણાવ્યું હતું કે મૃત્યુનાં ૦.૫ ટકા લોકો ૧૫ વર્ષથી નીચેના બાળકોના છે, ૨.૫ ટકા કેસ ૧૫ થી ૩૦ વર્ષની વચ્ચેના છે, ૧૧.૪ ટકા કેસો ૩૦ થી ૪૫ વર્ષની વચ્ચે છે. ૩૫.૧ ટકા કેસ ૪૫-૬૦ વર્ષની વય જૂથમાં છે અને ૫૦.૫ ટકા કેસ ૬૦ વર્ષથી વધુ વયના છે.

મંત્રાલયે કહ્યું કે ૭૩ ટકા મૃત્યુના કેસમાં અન્ય ગંભીર બીમારીઓ પણ તેમની સાથે હતી. ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય બિમારીઓ ધરાવતા લોકોને કોવિડ-19 ની દ્રષ્ટિએ ઉચ્ચ જોખમવાળા જૂથમાં મૂકવામાં આવે છે. બતાવી દઇએ કે ૫૫,૨૦,૭૩૧ લોકો સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે અત્યાર સુધીમાં ૩,૪૭,૦૧૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. વળી, ભારતમાં ૧,૩૯,૯૧૧ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. ભારતમાં ૭૭,૮૯૬ સક્રિય કેસ છે, જ્યારે ૪,૦૩૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *