આ ૩ મંત્રોનો જાપ કરનાર વ્યક્તિ દરેક પરિસ્થિતીમાં સફળ થાય છે, દરેક પરેશાનીઓ માંથી મુક્ત થઈ જાય છે

Posted by

જીવનમાં દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે અને તેના માટે ખૂબ જ મહેનત પણ કરે છે. પરંતુ એવું નથી કે જે મહેનત કરે છે તેને સફળતા મળી જ જશે. ઘણા લોકો ખૂબ જ મહેનત કર્યા પછી પણ સફળતા નથી મેળવી શકતા અને ઘણા લોકો ખૂબ જ ઓછી મહેનતમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે છે. ઓછી મહેનતે સફળતા પ્રાપ્ત કરે છે આવા માણસો ખૂબ જ ઓછા હોય છે, પરંતુ તેમનું ખુબ જ સારું હોય છે.

આજના સમયમાં નોકરીઓ ખુબ જ ઓછી થઈ ગઈ છે અને લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. અનેક પ્રયત્નો કરવા છતાં વ્યક્તિને જોઈએ તે કામ નથી મળતું. તેથી ઘણા લોકો ટેન્શન લઈને ડિપ્રેશનમાં આવી જાય છે. તો આજે તમને જણાવીશું કે જો સફળતા મેળવવી હોય તો આ ૩ મંત્રનો જાપ કરવો. આ ૩ મંત્ર ખૂબ જ લાભકારી છે. તે સફળ બનાવવામાં તમારી મદદ કરશે. તો આજે જણાવીશું આ ૩ મંત્ર વિશે.

પહેલો મંત્ર – मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज I मंगलम् पुंडरीकाक्ष मंगलाय तनो हरी I

જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે સુખી રહેશે. આ મંત્રના જાપથી તેને સુખ-સમૃદ્ધિ મળશે અને તેના અટવાયેલા કાર્ય પૂર્ણ થશે અને તેને સફળતા મળશે. પરંતુ આ મંત્ર બોલવાનો સમય ગમે ત્યારે નથી, પરંતુ સવારના સમયે બોલાવો જોઈએ. સવારના સમયે આ મંત્રનો જાપ કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. થોડાક સમય સુધી આ મંત્રનો જાપ કરવાથી તમને ફરક દેખાશે.

બીજો મંત્ર – गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर I   परमब्रह्मा तस्मै श्री गुरुवे नमः I

સફળતા પ્રાપ્ત કરવાનો આ બીજો મંત્ર છે. આ મંત્રનો જાપ સવારના સમયે કરવો જોઈએ. વ્યક્તિ જ્યારે આ મંત્રનો જાપ કરે છે ત્યારે તે તેના દ્વારા ગુરુઓને નમન કરે છે અને તેના જીવનમાં શાંતિની કામના કરે છે. દરેક વ્યક્તિની સફળતા પાછળ કોઈને કોઈ ગુરુનો હાથ અવશ્ય હોય છે. તેથી સવારના સમયે ઊઠીને ગુરુને નમન અવશ્ય કરવું જોઈએ. આ મંત્રનો રોજ જાપ કરવાથી તમારા જીવનમાં બદલાવ જરૂરથી જોવા મળશે.

ત્રીજો મંત્ર – कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती I  कर मूले गोविंदाय प्रभाते कर दर्शनम् I

સફળતા પ્રાપ્તિનો ત્રીજો મંત્ર છે. આ મંત્રનો જાપ સવારે ઊઠીને પથારીમાં બેઠા બેઠા કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતા સમયે તમારા બંને હાથ જોડી પુસ્તકની જેમ ખુલ્લા રાખવા. ત્યારબાદ બંને હાથને જોઈને આ મંત્રનો જાપ કરવો જોઈએ, તો ફળ પ્રાપ્ત થશે. દરરોજ આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં બદલાવ જોવા મળશે અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *