આ ૩ પરિસ્થિતિઓમાં દરેક પુરુષે કરવો પડે છે દુ:ખનો સામનો, આવી રીતે બચી શકો છો

Posted by

આચાર્ય ચાણક્ય ભારતના મહાન લોકોમાંથી એક હતા. તેમણે ધર્મ, રાજનીતિ, અર્થવ્યવસ્થા, સમાજ વગેરે ભિન્ન વિષયો પર પોતાના મંતવ્યોને સ્પષ્ટપણે વ્યક્ત કર્યા હતા. હજારો વર્ષ પહેલા તેમના દ્વારા આપવામાં આવેલી શિક્ષા આજે પણ પ્રાસંગિક છે. ગુપ્ત સામ્રાજ્યમાં તેમના યોગદાનને આખરે ભુલાવી શકાય છે? એક સાધારણ દેખાવા વાળા બાળકને તેમણે પોતાની બુદ્ધિમત્તા અને કટુનીતિથી ભારતનાં મહાન શાસક બનાવી દીધા હતા. તેમણે ઘણા મહાન ગ્રંથની રચના કરી હતી. જેનું આજના સમયમાં ખુબ જ મુલ્ય છે.

આચાર્ય ચાણક્ય પોતાના સમયનાં મહાન અર્થશાસ્ત્રી હતા. એક રાજાએ રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચલાવવી જોઈએ? તેનો આખો ઉલ્લેખ આપણને તેમના દ્વારા લખવામાં આવેલી પુસ્તક “અર્થશાસ્ત્ર” માં મળે છે. તે સમયે આચાર્ય ચાણક્યએ સામાજિક અને વ્યવહારિક સંબંધોને લઇને લોકોને ઘણી સારી વાતો જણાવી છે, જેનો ઉલ્લેખ આપણને ચાણક્ય નીતિમાં મળે છે.

એટલું જ નહીં તેમણે ચાણક્ય નીતિમાં જીવનને લઈને એવી વાતો કહી છે, જેને જો એક વ્યક્તિ સમજીને પોતાના જીવનમાં ઉતારી લે તો તમામ મુશ્કેલીઓથી બચી શકે છે. જી હાં, તે સિવાય જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અનુમાન લગાવીને તે પોતાને તેનાથી બહાર નીકળવા માટે તૈયાર પણ કરી શકે છે. જણાવી દઇએ કે આચાર્ય ચાણક્યએ પોતાનું આખું જીવન ઘણા સંઘર્ષમાં વિતાવ્યું હતું. પરંતુ તેમણે ક્યારેય પણ પરિસ્થિતિઓને પોતાના પર હાવી થવા દીધી નહીં, પરંતુ તેમણે દરરોજ તેમાંથી શીખ મેળવી.

પોતાના જીવનભરનાં અનુભવોને જ તેમણે જનહિત માટે “ચાણક્ય નીતિ” માં લખેલા છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યની કહેવાયેલી વાતો આજનાં સમયમાં પણ અમુક હદ સુધી સાચી સાબિત થાય છે. આચાર્યએ પોતાના ગ્રંથમાં એવી ત્રણ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, જેમાં ફસાવાથી દરેક પુરુષને ઘણી તકલીફોનો સામનો કરવા પડે છે. તો આવો જાણીએ કે તે કઈ ત્રણ વાતો છે. જેને પહેલા જ જાણીને વ્યક્તિ ઘણી સમસ્યાઓમાં પરેશાન થવાથી બચી શકે છે.

જણાવી દઇએ કે એક શ્લોક છે –  “वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।” તેના માધ્યમથી તે ત્રણ પરિસ્થિતિનો ઉલ્લેખ આચાર્ય ચાણક્યએ કર્યો છે.

આ શ્લોકને દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ વડીલ વ્યક્તિની પત્ની નિધન પામે છે તો તેના માટે દુર્ભાગ્યની વાત છે. વૃદ્ધત્વમાં પત્ની જ સૌથી મોટો આધાર હોય છે. તેના ચાલ્યા જવાથી વ્યક્તિનું જીવન ખુબ જ કષ્ટમાં પસાર થાય છે.

આચાર્ય ચાણક્યએ બીજી મહત્વની વસ્તુ ધનને માની છે. ધન એવી એક એવી વસ્તુ છે, જેના દ્વારા ખરાબ સમય પણ સરળતાથી પસાર થઈ જાય છે. પરંતુ જો આ ધન તમારા દુશ્મનોનાં હાથમાં ચાલ્યું જાય તો વ્યક્તિ બરબાદ થઈ જાય છે. તેનાથી તમારી આજીવિકા તો પ્રભાવિત થાય જ છે સાથે જ તમારા દુશ્મન તમને જ નુકસાન પહોંચાડવા માટે ઉપયોગ કરે છે.

આચાર્ય ચાણક્ય અનુસાર ત્રીજું દુઃખ છે કોઈ પુરુષને બીજા પર આશ્રિત થવું. વ્યક્તિને જેટલું જીવન મળે છે તે આરામથી ત્યારે જ પસાર કરી શકે છે જ્યારે તે આત્મનિર્ભર હોય. બીજા પર નિર્ભરતા તેમને કમજોર બનાવે છે. તેવામાં વ્યક્તિને બીજા પર આધીન રહેવું પડે છે અને દુઃખનો સામનો કરવા પડે છે. વળી આ બાબતને લઈને ગોસ્વામી તુલસીદાસજીએ પણ કહ્યું છે કે, “पराधीन सपनेहुँ सुख नाहीं”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *