મરી જવું પણ આ ૩ પ્રકારનું ભોજન ક્યારેય કરવું નહીં, ઉંમર ઘટી જાય છે અને નાની ઉંમરમાં મૃત્યુ થઈ જાય છે

Posted by

ભોજન કરવા માટે હિન્દુ શાસ્ત્ર અને આયુર્વેદમાં ખુબ જ સમજી વિચારીને અમુક નિયમ બનાવવામાં આવેલ છે. અન્નથી જ રોગ ઉત્પન્ન થાય છે અને અન્ન થી જ વ્યક્તિ નિરોગી બને છે. પછી ભલે તમે તેને માનો કે ન માનો. તો ચાલો જાણીએ કે ક્યાં છે એવા નિયમ જેને ન માનવાથી તમને ગંભીર રોગ થઈ શકે છે અને તમારી ઉંમર પણ ઘટી શકે છે. જો કે કોઈપણ પ્રકારના ભોજનનો અનાદર કરવો જોઈએ નહીં. કારણ કે આ સંસારમાં લાખો લોકો એવા છે, જેને એક સમયનું ભોજન પણ મળતું નથી. તેવામાં અહીંયા અમે તમને જે શાસ્ત્રોના નિયમો જણાવી રહ્યા છીએ તે એવા લોકો માટે છે જે પ્રગતિના માર્ગ ઉપર જવા માંગે છે અને પોતાનો આયુષ્ય જાળવી રાખવા માંગે છે.

Advertisement

ભુખ્યા વ્યક્તિને તમે ગમે તેવા પ્રકારનું ભોજન પીરસી દો, તેનું શરીર તેને પચાવી લેશે. તેના માટે તે ભોજન અમૃત સમાન હોય છે. તેવામાં તે કહેવું જરૂરી છે કે ભોજન તમારી મનોદશા અને ભાવના ઉપર પોતાના ગુણધર્મ બદલી લેતું હોય છે. શરીર ત્યારે રોગી બનતું નથી.

હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ભોજનનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સાત્વિક, રાજસિક અને તામસિક. તમે ઈચ્છો તો આ ત્રણેય પ્રકારના ભોજન કરી શકો છો. તામસિક ભોજન કરવા વાળા લોકોની સંખ્યા ઘણી છે. પરંતુ અહીંયા તે કહેવું જરૂરી છે કે ભોજન ગમે તેવું હોય જો તે સંતુલિત અને શુદ્ધ ન હોય તો તે રોગ ઉત્પન્ન કરશે. બીજી વાત એ છે કે જો ભોજન શરીરમાં પચતું નથી, તો પણ તે રોગ ઉત્પન્ન કરશે. કુલ મળીને ભોજન સમય પર પચી જવું જરૂરી છે. એવું નથી હોતું કે તમે ભોજન પચાવવા માટે કોઈ દવા લઈ રહ્યા હોય. તો ચાલો જાણીએ કે એવું ક્યુ ભોજન છે, જેનું સેવન કરવાથી ઉમર ઘટી જાય છે.

વાસી ભોજન, કુતરાનું સ્પર્શ કરેલું ભોજન, વાળ પડેલું, માસિક ધર્મમાં રહેલી સ્ત્રી દ્વારા પીરસવામાં આવેલું અને મોઢાથી ફુંક મારીને ઠંડુ કરેલું ભોજન કરવું જોઈએ નહીં. કારણ કે તે ભોજનમાં કરોડો પ્રકારના કીટાણુ મળી જાય છે.

શ્રાધ્ધ માટે કાઢવામાં આવેલું, અનાદરયુક્ત અને બેદરકારીપુર્વક પીરસવામાં આવેલું ભોજન ક્યારે કરવું જોઈએ નહીં. કારણ કે આ પ્રકારનું ભોજન કરવાથી તેનો ગુણધર્મ બદલાઈ જાય છે. જે તમારા શરીર માટે નુકસાનદાયક હોય છે. કંજુસ વ્યક્તિ, રાજા, વૈશ્યાનાં હાથે બનાવેલું, શરાબ વેચવા વાળા દ્વારા આપવામાં આવેલું ભોજન ક્યારેય પણ કરવું જોઈએ નહીં. કારણ કે તે ભોજન પણ દોષયુક્ત હોય છે.

જે વ્યક્તિએ ઢીંડોરો પીટીને લોકોને ભોજન કરવા માટે બોલાવેલ હોય, એવી જગ્યા નું ભોજન કરવું જોઈએ નહીં. ઘણી વખત ભંડારાનું ભોજન તે વ્યક્તિ માટે મનાઈ હોય છે, જે ધર્મ, સાધના અને ઉન્નતિના માર્ગ પર હોય છે. ભંડારાનું ભોજન કેવી રીતે અને કયા પદાર્થોથી બનાવવામાં આવેલ છે તે જાણવું જરૂરી છે.

ઈર્ષા, ભય, ક્રોધ, લોભ, દ્વેષભાવની સાથે તૈયાર કરવામાં આવેલું ભોજન ક્યારે પચતું નથી. આ ભાવની સાથે બનાવવામાં આવેલ અથવા પીરસવામાં આવેલ ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. જે ભોજન ની નિંદા કરવામાં આવી રહેલી હોય અથવા તો ભોજન કરનાર વ્યક્તિ પોતે ભોજનની નિંદા કરીને ખાઈ રહ્યો હોય તો આવું ભોજન રોગ ઉત્પન્ન કરે છે. જ્યારે તમે ભોજનની નિંદા કરો છો ત્યારે તે ભોજનની ગુણવત્તા બદલાઈ જાય છે અને તમારી ઉંમર ઓછી થવામાં સહાયક સાબિત થાય છે.

ભોજન ચોખ્ખી જગ્યા પર બનાવવામાં આવેલ ન હોય, ભોજન બનાવનાર વ્યક્તિએ સ્નાન ન કર્યું હોય તો આવા ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે તેનાથી વ્યક્તિની ઉંમર ઘટી જાય છે. કોઈના દ્વારા દાન આપવામાં આવેલ, ફેંકવામાં આવેલ અથવા તો એંઠું છોડી દેવામાં આવેલ ભોજન કરવું જોઈએ નહીં. જે ભોજન લડાઈ ઝઘડો કરીને બનાવવામાં આવેલ હોય, જે ભોજનને કોઈ ઓળંગીને ગયું હોય તે ભોજન ક્યારે કરવું જોઈએ નહીં. કારણ કે તે ભોજન રાક્ષસ ભોજન માનવામાં આવે છે અને તેનાથી મનુષ્યની ઉંમર ઘટી જાય છે.

અડધો ખાયેલું ફળ, મીઠાઈ અથવા અન્ન ખાવું જોઈએ નહીં. કારણ કે તેમાં કીટાણુ ની સંખ્યા વધી જાય છે. ઘણી વખત લોકો અડધું ભોજન કરીને તેને ઢાંકીને રાખી દેતા હોય છે અથવા ફ્રીજમાં રાખતા હોય છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. જો તમે ભોજન કરતા સમયે એઠા મોઢાએ ઉઠી જાવ છો અને ત્યારબાદ આવીને ફરીથી ભોજન શરૂ કરો છો તો આ આદત તમારે છોડી દેવી જોઈએ. તમારી આ આદતને લીધે પણ તમારી ઉંમર ઓછી થઈ શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.