આ ૩ સ્ત્રીઓને જોવાથી જ લાગી જાય છે મહાપાપ, પુરુષે જવું પડે છે નર્કમાં

Posted by

હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોમાં પરસ્ત્રી પર ખરાબ નજર કરવી અથવા તેની સાથે તેની ઈચ્છા વિરુદ્ધ અથવા સહમતિથી સંબંધ સ્થાપિત કરવા મહાપાપ માનવામાં આવે છે. જે પુરુષ આવું કરે છે, તેનો મરણોપરાંત સુધી વાસ નરકમાં થાય છે. આ પાપથી વંશનો નાશ તો થાય જ છે, સાથોસાથ તેના દુષ્પ્રભાવ નો ડાઘ આવનારી પેઢી ઉપર લાગી જાય છે.

Advertisement

શ્રી રામાયણમાં કોઇપણ મહિલાને સન્માન આપવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. જે મનુષ્ય સ્ત્રીનું સન્માન કરતો નથી તે પોતાની સાથે સાથે કુળના પણ નાશનું કારણ બને છે. આવા પુરુષ જીવનમાં ક્યારેય પણ સુખી થઈ શકતા નથી અને કોઈને કોઈ દુઃખ હંમેશા તેને ઘેરાયેલું રહે છે. તુલસીદાસજીએ રામાયણમાં ઘણી બધી નીતિઓનું વર્ણન કર્યું છે, જે સુખી જીવન પસાર કરવા માટે ખુબ જ સહાયક છે. આ નીતિઓને પોતાના જીવનનું અંગ બનાવવાથી ઘણા બધા દુઃખ અને પરેશાનીઓ માંથી છુટકારો મેળવી શકાય છે.

શ્રી રામાયણમાં તુલસીદાસે લખ્યું છે કે નાના ભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની અને પોતાની પુત્રી આ ચારમાં કોઈ અંતર હોતું નથી.. કોઈ પણ પુરુષ માટે તે એક સમાન હોવી જોઇએ. તેની ઉપર કુદ્રષ્ટિ રાખનાર અથવા તેમનું અપમાન કરવાથી વધ કરવાથી પણ મોટું પાપ લાગે છે.

નાના ભાઈની પત્ની કોઈ પણ પુરુષ માટે બહુ સમાન હોય છે. તેની ઉપર ખરાબ નજર રાખનારનો સર્વનાશ થાય છે. શ્રી રામાયણમાં વર્ણિત પ્રસંગ અનુસાર કિષ્કિન્ધા નાં રાજા બાલિએ પોતાના નાનાભાઈ સુગ્રીવના રાજ્યને બહાર કાઢી મુકીને તેની પત્ની રૂમા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો, જે બિલકુલ પણ માફી ને લાયક હતું નહીં. શ્રીરામે બાલીને મારીને તેને પોતાના મૃત્યુની સજા આપી.

પોતાની દીકરી અને પુત્રની પત્નીમાં કોઈ અંતર સમજવું જોઈએ નહીં. ગમે તેવી પરિસ્થિતી હોય હંમેશા પોતાની વહુનાં માન સન્માનની રક્ષા કરવી જોઈએ. તેને કોઈ પણ પ્રકારનું દુઃખ આપવો જોઈએ નહીં. રામાયણમાં વર્ણિત એક પ્રસંગ અનુસાર એક સમયે સ્વર્ગમાં રહેવાવાળી અપ્સરા રાવણના સાવકા ભાઈ કુબેરનાં પુત્ર નલકુબેર ને મળવા માટે જઇ રહી હતી. માર્ગમાં તેને રાવણ મળ્યો અને તેની ઉપર ગંદી વાતો અને નજરો થી પ્રહાર કરવા લાગ્યો. ત્યારબાદ કામાતુર વ્યવહારને જોઈ રંભાએ તેને કહ્યું કે તે કુબેરના પુત્ર નલકુબેર ને મળવા જઈ રહી છે, જે દ્રષ્ટિકોણથી તે તેની પુત્રવધુ સમાન છે. રાવણ પર તેની વાતનો જરા પણ પ્રભાવ પડ્યો નહીં અને તે પોતાની મર્યાદા ઓળંગી ગયો. રંભાએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો કે તે કોઈપણ પરસ્ત્રી પર ખરાબ નજર નાંખશે તો તેના માથાના ૧૦૦ ટુકડા થઈ જશે અને તે સ્ત્રી તેના નાશનું કારણ બનશે.

પોતાની દીકરીને આદર આપવો, દરેક ખરાબ પરિસ્થિતિ તેને બચાવીને રાખવી દરેક પિતાનો પરમ ધર્મ હોય છે. પોતાની દીકરી સાથે અયોગ્ય વ્યવહાર કરાવો અને તેના પર કુદ્રષ્ટિ રાખવી મહાપાપ માનવામાં આવે છે. આવા મનુષ્ય જીવનમાં જેટલા પણ પુણ્ય કર્મ કરી લે, તેના પાપનો બોજ ક્યારે પણ ઓછો થઈ શકતો નથી.

બધા પુરુષોએ પોતાની નાની બહેનને દીકરી અને મોટી બહેનને માન સન્માન માનવી જોઈએ. જે પુરુષ પોતાની બહેનના માન સન્માનની રક્ષા કરી શકતો નથી, તે પુરુષ દૈત્ય સમાન છે. પોતાની બહેન સાથે ખરાબ વર્તન કરનાર પુરુષે જીવતેજીવ નરક જેવું કષ્ટ ભોગવવું પડે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.