આ ૪ બોલીવુડ અભિનેત્રીઓ સાથે ઈશ્ક લડાવી ચુક્યા છે મહેન્દ્ર સિંહ ધોની, નંબર ૩ નું નામ જાણીને ચોંકી જશો

Posted by

ક્રિકેટ ઇતિહાસનાં સૌથી જાણીતા અને સફળ કેપ્ટન માંથી એક મહેન્દ્રસિંહ ધોની હાલમાં ૪૦ વર્ષના થઈ ગયા છે. ભારતનાં પુર્વ કેપ્ટન ધોનીનો જન્મ ૭ જુલાઇ, ૧૯૮૧માં ઝારખંડની રાજધાની રાંચી માં થયો હતો. પોતાની રમતની સાથે જ મહેન્દ્રસિંહ ધોની પોતાના લવ અફેરને લઈને પણ ચર્ચામાં રહ્યાં છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ત્રણ ICC ખિતાબ પોતાના નામે કર્યા છે. ધોનીનાં પ્રેમપ્રસંગ ઘણી અભિનેત્રીઓ સાથે છળેલ છે, પરંતુ તેમણે વર્ષ ૨૦૧૦માં સાક્ષી સાથે લગ્ન કર્યા હતા. આવો આજે ધોનીનાં બધા અફેર સાથે તેમના અને સાક્ષીનાં લગ્ન વિશે તમને જણાવીએ.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ આજના સમયની સૌથી ચર્ચિત અને સફળ અભિનેત્રી છે. દીપિકા પાદુકોણની એક્ટિંગનાં દરેક લોકો દિવાના છે. વળી કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની પણ દીપિકા પર પોતાનું દિલ હારી ચૂક્યા છે. દીપિકાનાં બોલીવુડ ડેબ્યૂ બાદ ધોની સાથે તેના અફેરની પણ ખબર સામે આવી હતી. પરંતુ બંનેના રિલેશનને લઈને કંઈક ખાસ જાણકારી સામે આવી શકી નહીં. દીપિકાએ ધોની સાથે રિલેશનની ખબરને અફવા ગણાવી દીધી.

લક્ષ્મી રાય

મહેન્દ્રસિંહ ધોનીનું નામ અભિનેત્રી લક્ષ્મી રાય સાથે જોડાઈ ચૂક્યું છે. લક્ષ્મી રાય દક્ષિણ ભારતીય સિનેમાની એક જાણીતી અભિનેત્રી છે. લક્ષ્મી અને મહેન્દ્ર પણ એકબીજાના પ્રેમમાં કેદ થઇ ચુક્યા છે. વર્ષ ૨૦૦૯માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન લક્ષ્મીએ ધોની સાથે પોતાના રિલેશન વિશે જણાવ્યું હતું. જોકે પછી બંનેનાં રસ્તા અલગ થઈ ગયા હતા. મહત્વપુર્ણ છે કે લક્ષ્મી રાય હિન્દી સિનેમામાં પણ કામ કરી ચૂકી છે. તેણે બોલીવુડમાં પગલાં ફિલ્મ “જુલી- ૨” થી રાખ્યા હતા.

અસિન

મહેન્દ્રસિંહ ધોનીનું નામ સાઉથ અને બોલીવુડ ફિલ્મ એક્ટ્રેસ સાથે પણ જોડાઇ ચુક્યુ છે. ધોની અને અસિનનાં સંબંધને લઇને ચર્ચા તે સમયે શરૂ થઈ હતી જ્યારે બંને ને એકસાથે એક જ બ્રાન્ડને પ્રમોટ કરતા નજર આવ્યા હતા. જોકે બંનેના રિલેશનને લઈને કંઈ વધારે સામે આવ્યું નહિ અને બંનેનાં રિલેશન જલ્દી જ તૂટી ગયા હતા. પછી મહેન્દ્રસિંહ ધોનીએ સાક્ષી સાથે અને અસીને રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા. અસિને બોલીવુડમાં “ગજની” અને “રેડી” જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.

પ્રીતિ સિમોસ

પ્રીતિ સિમોસ કપિલ શર્મા શો માં કામ કરી ચૂકી છે. પ્રીતિ પણ એક સમયે ધોનીને પ્રેમ કરતી હતી અને બંનેનું નામ સાથે જોડાઈ ચૂક્યું છે, પરંતુ આ ખબર માત્ર અફવા બનીને રહી ગઈ.

પછી સાક્ષી સાથે સાત ફેરા લીધા

આટલા અફેર બાદ મહેન્દ્રસિંહ ધોનીનું દિલ એક સાધારણ છોકરી સાક્ષી પર આવ્યું હતું. ધોનીએ સાક્ષી સાથે વર્ષ ૨૦૧૦માં સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન ૪ જુલાઈ, ૨૦૧૦માં સંપન્ન થયા. ધોની અને સાક્ષી એક સાથે એક જ સ્કુલમાં અભ્યાસ કરતા હતા અને બાળપણથી જ એક બીજાને ઓળખાતા હતા. વર્ષ ૨૦૦૮માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અચાનકથી બંનેની સગાઇ થઇ ગઇ અને પછી જલ્દી જ કપલે લગ્ન કરી લીધા હતા. આજે ધોની અને સાક્ષીની એક દીકરી છે, જેનું નામ જીવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *