ચાણક્ય જ્ઞાન : આ ૪ ચીજોથી ક્યારેય સંતુષ્ટ નથી થતો મનુષ્ય, જિંદગી થઈ જાય છે બરબાદ

ચાણક્યનીતિ દુનિયાની સૌથી પ્રમણિત નીતિઓમાં એક છે. ખાસ કરીને ભારતમાં મોટી સંખ્યામાં લોકો ચાણક્ય નીતિના આધાર પર ચાલે છે. માનવામાં આવે છે કે આ નીતિ ના આધાર પર ચાલવાથી લોકોને દુઃખ અને દરિદ્રતા જેવી ચીજો સ્પર્શ કરી શકતી નથી. જો તમે પણ ચાણક્ય નીતિને પોતાના જીવનમાં અપનાવશો, તો સફળતા જરૂર પ્રાપ્ત કરશો. આજે અમે તમને ચાણક્ય નીતિ શાસ્ત્ર ના એક એવા લોકોથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, જેને તમે વાંચીને તમે તેને પોતાના જીવનમાં લાગુ કરો છો, તો તમારા જીવનમાં સુખનો પ્રવેશ થશે. તો ચાલો જાણીએ કે આખરે ચાણક્ય નીતિશાસ્ત્ર નો શ્લોક છે.

મનુષ્ય દરેક કામ પોતાના સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે કરે છે. તેના માટે વ્યક્તિ સુખ માટેના તે સાધનો પાછળ ભાગે છ, જેનાથી તેનું જીવન સરળ બને. આ ચીજોમાં ધન-દોલત, ઐશ્વર્ય, સન્માન, શારીરિક તથા માનસિક સુખ સહિત અનેક ચીજો સામેલ છે. પરંતુ તેમાંથી અમુક ચીજો એવી છે, જેનાથી વ્યક્તિ ક્યારેય પણ સંતુષ્ટ થઈ શકતો નથી. તેનાથી સંબંધિત ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં એક શ્લોક આપ્યો છે. આ શ્લોકમાં તે ૪ ચીજોનો ઉલ્લેખ છે, જેનાથી વ્યક્તિ હમેશા આકર્ષિત રહે છે.

धनेषु जीवितव्येषु स्त्रीषु भोजनवृत्तिषु। अतृप्ताः मानवाः सर्वे याता यास्यन्ति यान्ति च॥

ધન

આ શ્લોકમાં ચાણક્યએ જણાવ્યું છે કે વ્યક્તિ ધન માટે હમેશા આકર્ષિત રહે છે. મનુષ્ય પાસે ગમે તેટલું ધન આવી જાય પરંતુ ધન એવી ચીજ છે, જેની લાલચ વ્યક્તિને જીવનમાં હંમેશા રહે છે. વ્યક્તિ પોતાના અંતિમ શ્વાસ સુધી પૈસા કમાવવાની કોશિશ કરે છે. તે હંમેશાં એવું વિચારે છે કે વધુમાં વધુ પૈસા ક્યાંથી મળે. આવા લોકો પૈસાથી ક્યારેય સંતુષ્ટ થઇ શકતાં નથી. એવામાં સ્થિતિ ઘણી વખત એવી બની જાય છે કે વ્યક્તિ તેના માટે ખોટો રસ્તો પસંદ કરે છે. એટલા માટે તે કહેવું ખોટું નહીં બને કે પૈસાની લાલચ વ્યક્તિના જીવનને નષ્ટ કરી દે છે.

આયુષ્ય

ચાણક્ય આ શ્લોક માં આયુષ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. ચાણક્ય કહે છે કે જે આ ધરતી પર જન્મ લે છે તે ક્યારેય મરવા ઇચ્છતો નથી, આ વ્યક્તિ ની પ્રકૃતિ હોય છે. કોઈપણ વ્યક્તિ પછી ભલે તે ગરીબ હોય કે અમીર હોય, તે પોતાના આયુષ્ય લઈને ક્યારેય પણ સંતુષ્ઠ હોતો નથી.

ભોજન

ચાણક્ય આ શ્લોક માં ભોજનનો ઉલ્લેખ કરે છે તે કહે છે કે વ્યક્તિ ગમે તેટલું ભોજન કરી લે તેને હંમેશા વધારે ખાવાની ઈચ્છા રહેતી હોય છે. વ્યક્તિ ક્યારેય પણ ભોજનથી સંતુષ્ટ થતો નથી. ચાણક્ય કહે છે કે એક વ્યક્તિએ જરૂરિયાત પૂરતું જ ભોજન કરવું જોઇએ. વધારે ભોજન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક પરેશાનીઓ થઈ શકે છે.

સ્ત્રી

આ શ્લોકના અંતમાં ચાણક્ય ભોજનની સાથે સાથે સ્ત્રીનો પણ ઉલ્લેખ કરે છે. ચાણક્ય નું માનવું છે કે જરૂરિયાત અનુસાર ઈચ્છા પૂર્ણ થવા છતાં પણ વ્યક્તિને તેની લાલચ રહે છે. મોટાભાગના પુરુષો સ્ત્રીની બાબતમાં હંમેશા અસંતુષ્ટ રહે છે. તેવામાં આ અસંતુષ્ટિ મનુષ્યના જીવનને બરબાદ કરી નાખે છે.

ચાણક્ય ના જણાવ્યા અનુસાર ધન, આયુષ્ય, ભોજન અને સ્ત્રીની બાબતમાં વ્યક્તિ ક્યારેય પણ અસંતુષ્ટ હોવો જોઈએ નહીં, નહીંતર તેનું જીવન બરબાદ થઈ શકે છે. ચાણક્ય કહે છે કે આ ૪ ચીજો પર કાબુ મેળવી લેનાર વ્યક્તિ સુખની પ્રાપ્તિ કરે છે, અન્યથા તેનું જીવન નષ્ટ થઈ જાય છે.