આ ૪ લોકો સાથે બિજનેસ અને પૈસાની વાતો ક્યારેય પણ શેયર કરવી નહીં, તેઓ તમને બરબાદ કરી દેશે

Posted by

આચાર્ય ચાણક્ય પોતાના જમાનાના વિદ્વાન હતા. તેમણે લાઇફ મેનેજમેન્ટ માં નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેમણે તેની ઉપર એક પુસ્તક પણ લખેલું હતું, જેને આપણે બધા ચાણક્ય નીતિ નાં રૂપમાં ઓળખીએ છીએ. આ ચાણક્યનીતિ માં ઘણા પ્રકારની ટીપ્સ આપવામાં આવી છે, જે આજના સમયમાં કારગર સાબિત થઇ રહી છે. તેવામાં આજે અમે તમને ધન અને વેપાર નાં સંબંધમાં કહેવામાં આવેલી અમુક દિલચસ્પ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

ધન અને વેપાર આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો તમારો વેપાર સારો ચાલશે તો તમારી પાસે ધન આવતું રહે છે. વળી ધન પ્રાપ્ત કરવા માટે અન્ય ઘણી રીત પણ છે. પરંતુ ધન અને વેપારની બાબતમાં જો તમે થોડી પણ ચુક કરો છો તો તમને ખુબ જ મોટું નુકસાન થઈ શકે છે. તેવામાં આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું છે કે તમારે ૪ વિશેષ લોકોને ક્યારે પણ ધન અને વેપારની વાત કરવી જોઈએ નહીં. જો તમે તેમની સામે આ વાતનો ઉલ્લેખ કરો છો તો તમને ભવિષ્યમાં નુકસાન પહોંચી શકે છે. તો ચાલો જાણીએ કે તે ચાર લોકો કયા છે.

લાલચુ વ્યક્તિ

લાલચુ વ્યક્તિની સામે ભુલથી પણ ધન અને વેપારની વાત કરવી જોઈએ નહીં. તેનું કારણ છે કે લાલચુ વ્યક્તિ પૈસાની લાલચમાં આવીને તમને કોઈપણ સમયે દગો આપી શકે છે. તે તમારી જાણકારીનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. એટલા માટે આવા લાલચુ લોકોની સામે ધન અને વેપારની વાત કરવાથી દરેક સ્થિતિમાં બચવું જોઈએ.

વ્યાપારિક પ્રતિસ્પર્ધી

વેપારમાં હરીફાઈ હંમેશા ચાલતી રહે છે. કોઈને સામેવાળા વ્યક્તિનું વધારે ધંધો ચાલતો હોય તો તે પસંદ આવતું નથી. તમારે પોતાના વેપાર સાથે જોડાયેલી ગુપ્ત વાતો ક્યારેય પણ પોતાના પ્રતિયોગી ને કરવી જોઈએ નહીં. તે વ્યક્તિ ઈર્ષ્યા ભાવનામાં અથવા પોતાના અંગત ફાયદા માટે તમારા રહસ્યનો ખોટો ઉપયોગ કરી શકે છે. આ ચીજો તમારા વેપારને નુકસાની તરફ ધકેલી શકે છે.

ભોળા વ્યક્તિ

આ નામ સાંભળીને તમને થોડું આશ્ચર્ય થયું હશે. હકીકતમાં અમુક લોકો એટલા ભોળા અને સીધા હોય છે કે ખરાબ લોકો તેમની પાસેથી બધી જાણકારી કઢાવી લેતા હોય છે. તેવામાં ભોળા લોકોની સામે તમારે પોતાના રહસ્ય ખોલવા જોઈએ નહીં. આ લોકો અજાણતામાં સામેવાળી વ્યક્તિને તમારી બધી ગુપ્ત વાતો જણાવી શકે છે. તમારો ભેદ ખુલી જવા પર કોઈ તેનો ખોટો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે છે. આ ચીજો થી તમને ખુબ જ નુકસાન થશે. એટલા માટે કોઈપણ ભોળા વ્યક્તિની સામે પોતાના રહસ્ય ખોલતા પહેલા ૧૦ વખત વિચારવું જોઈએ.

ઈર્ષા કરવાવાળા

ઈર્ષા કરવી ખુબ જ ખરાબ ચીજ છે. ઈર્ષા કરવાવાળા લોકો તમને નીચા બતાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એટલા માટે જે વ્યક્તિ તમારાથી ઇરછા રાખે છે. તેની સામે પોતાના વેપાર અને પૈસા સાથે જોડાયેલી વાતો ક્યારેય પણ શેર કરવી નહીં. તેનું કારણ છે કે સમય આવવા પર આવા વ્યક્તિ તમારી જાણકારીને તમારી વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે, તેનાથી તમને વેપારમાં ખુબ જ મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે આવા લોકો સ્થિત જેટલું દુર રહી શકાય તેટલું રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *