શાસ્ત્રમાં મનુષ્યની દરેક મુશ્કેલીનો ઉકેલ બતાવવામાં આવ્યો છે. ધનની ઉણપ એક એવી સમસ્યા છે જે વ્યક્તિને એક નહીં પરંતુ ઘણા પ્રકારની મુશ્કેલીઓ આપે છે. તે આખું જીવન કષ્ટદાયક બનાવી શકે છે. એવી સમસ્યાથી બચવા માટે થોડા કારગર ઉપાય પણ એમાં બતાવવામાં આવ્યા છે. જેમાં મંત્રજાપ હંમેશાથી જ પોતાના લાભમાં ઘણા પ્રભાવશાળી માનવામાં આવ્યા છે. આ આર્ટિક્લમાં આગળ અમે તમને અઢળક ધન કમાઈ શકવાની ક્ષમતા રાખવાવાળા એવા જ થોડા મંત્રની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અહીં આ મંત્ર વિશે જાણવા પહેલા તે સમજવું આવશ્યક છે કે મંત્ર તમારા તન અને મન પર ઘણો વૈજ્ઞાનિક રીતે પ્રભાવ પાડે છે.
મંત્રોચ્ચારણ અને ધ્વનિનો પ્રભાવ
મંત્રનાં ઉચ્ચારણ અને ધ્વનિ થી ઉત્પન્ન થવાવાળી કંપન શરીરમાં એવી તરંગોનો પ્રવાહ કરે છે, જે તમારા મસ્તિષ્કને સકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે અને તમે તે રીતે વિચારવા લાગો છો. આ રીતે તમારૂ દિમાગ સાચો નિર્ણય લઈ શકે છે અને તમે તમારા લક્ષમાં સફળતા પ્રાપ્ત કરો છો.
આર્થિક પરેશાની માંથી નીકળવા માટે
“गोवल्लभाय स्वाहा” શાસ્ત્ર માં માત્ર ૭ અક્ષર થી આ શ્રીકૃષ્ણ મંત્રને અદભુત શક્તિશાળી બતાવવામાં આવ્યો છે. એના અનુસાર એમાં એટલી શક્તિ છે જો કોઈ ભિખારી કે જેને બે ટાઈમ ની રોટલી પણ મુશ્કેલીથી મળે છે, જો તે આ મંત્રનો જાપ કરે તો જલ્દી જ એના માટે કોઈ એવો અવસર આવે છે કે તે પોતાના ગરીબી ભરેલા જીવનમાંથી મુક્ત થઈ જાય છે.
જો સામાન્ય આર્થિક સ્થિતિ કે આર્થિક તંગીનો સામનો કરી રહેલા કોઈ વ્યક્તિ આ મંત્રનો જાપ કરે તો ઘણી જલ્દી તે આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળવા લાગે છે. એવી માન્યતા છે કે આ મંત્રના જાપની સંખ્યા જેવી સવા લાખે પહોંચે છે, વ્યક્તિને આશ્ચર્યજનક આર્થિક લાભ મળે છે.
સપ્તદશાક્ષર મહામંત્ર
“ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा।“ કરોડપતિ બનાવવા વાળો આ એક અચૂક મંત્ર માનવામાં આવે છે. એને શ્રી કૃષ્ણનો “સપ્તદશાક્ષર મહામંત્ર” કહેવામાં આવે છે. ધન લાભ આપવામાં તે એટલો વધારે શક્તિશાળી માનવામાં આવે છે કે ઉલ્લેખ અનુસાર તેનો જાપ કરવાથી વ્યક્તિ કરોડપતિ પણ બની શકે છે. પરંતુ આ મંત્રનો જાપ પાંચ લાખ વખત કરવો આવશ્યક માનવામાં આવે છે, નહિતર તેનો કોઈ લાભ મળવાની વાત કહેવામાં આવી નથી.
કર્જમાંથી મુક્તિ અને કારકિર્દીમાં મોટી સફળતા માટે
“ॐ नम: शिवाय श्रीं प्रसादयति स्वाहा” આ શિવ મંત્રનાં દરરોજ ૧૦૦૮ વખત જાપ કરવાથી કર્જમાંથી મુક્તિ અપાવે છે. નિયમિત રૂપથી ગેનો જાપ થોડા જ દિવસોમાં અસર બતાવવા લાગે છે અને વ્યક્તિ ઘણું જ જલદી ઋણ મુક્ત થઈ જાય છે. આ સિવાય ધન પ્રાપ્તિની રસ્તામાં આવનારી અડચણ પણ દુર થવા લાગે છે. સ્વાસ્થ્યમાં સુધાર થાય છે, મસ્તિષ્ક ક્ષમતા વધે છે અને કારકિર્દીમાં અચાનક મોટી ઉડાન મેળવવાનો અવસર મળે છે.