એક સમય હતો જ્યારે મહિલાઓ અને પુરુષોમાં ખૂબ જ ભેદભાવ થતો હતો. જોકે હવે ધીરે ધીરે બંને સમાન અધિકાર મળવા લાગ્યા છે. વિશ્વમાં ઘણી જગ્યાઓ પર મહિલા સશક્તિકરણને લઈને પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ દુનિયામાં અમુક નીચી માનસિકતાના લોકો છે, જે મહિલાઓને પુરુષથી નીચે સમજે છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મહિલાઓ પુરુષો થી ઓછી હોતી નથી. પરંતુ અમુક વિશેષ ચીજો એવી હોય છે જેમાં મહિલાઓ પુરુષ કરતાં વધારે સારું પ્રદર્શન કરતી હોય છે. આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને અમુક એવા કામ બતાવવા જઈ રહ્યા છીએ જેમાં મહિલાઓ પુરુષો કરતા આગળ રહે છે. અમને વિશ્વાસ છે કે આ પોઇન્ટને વાંચ્યા બાદ તમે પણ અમારી વાત સાથે સહમત બનશો.
વધારે કેયરિંગ
મહિલાઓ વિશે કહેવામાં આવે છે કે તે પુરુષોની તુલનામાં વધારે કેયરિંગ સ્વભાવની હોય છે. તેમનું દિલ વધારે સોફ્ટ હોય છે અને તે ઘર અને બહાર બધા જ વ્યક્તિની ચિંતા કરતી હોય છે. જો કોઈ વ્યક્તિ બીમાર પડી જાય છે તો સૌથી વધારે દેખભાળ તે કરતી હોય છે. તેની સાથે સાથે તમારા ખાવા-પીવાથી લઈને અન્ય ચીજોનું ધ્યાન પણ તે રાખતી હોય છે.
વધારે પ્રેમ વ્યક્ત કરવો
પોતાના બાળકો સાથે પ્રેમની વાત હોય કે પોતાના પાર્ટનરને દિલથી લાગણી આપવી, તે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષની સરખામણીમાં આગળ હોય છે. એક માતા નો પ્રેમ કેવો હોય છે તે જણાવવાની કદાચ જરૂરિયાત નથી, તે વાત જગજાહેર છે. વળી પ્રેમ સંબંધોમાં પણ મહિલાઓ વધારે સંવેદનશીલ હોય છે.
વધારે કાર્યક્ષમતા
જ્યારે તાકાત ની વાત આવે છે તો આપણે બધા જાણીએ છીએ કે પુરુષો મહિલાઓ થી વધારે સ્ટ્રોંગ હોય છે. પરંતુ જ્યારે સ્ટેમિના અથવા કાર્યક્ષમતાની વાત આવે છે તો મહિલાઓની સરખામણી કોઇ કરી શકતું નથી. એક પુરુષ તો પોતાની ૮ થી ૧૦ કલાકની નોકરી બાદ થાક મહેસૂસ કરવા લાગે છે પછી તેનાથી અન્ય કોઈ કામ થતું નથી. વળી એક મહિલા દિવસમાં ૧૬ થી ૧૮ કલાક કામ કરતી રહેતી હોય છે. અમુક મહિલાઓની વાત કરવામાં આવે તો તે પોતાની જોબની સાથે સાથે ઘર અને બાળકોની દેખભાળ પણ કરતી હોય છે. હકીકતમાં આ બધા કામ કોઈ પુરુષ એક સાથે કરી શકતો નથી.
અભ્યાસમાં અવ્વલ
જો તમે સ્કૂલ અને કોલેજમાં થતી પરીક્ષાઓના પરિણામ પર નજર નાખશો તો તમને જાણવા મળશે કે ૬૦ થી ૭૦ ટકા યુવતીઓ જ કરતી હોય છે. યુવતીઓ પોતાના અભ્યાસને લઈને ખૂબ જ ગંભીર રહેતી હોય છે. તેમનો મેમરી પાવર પણ પુરૂષોથી વધારે હોય છે. મતલબ કે એક પુરુષ પોતાની લગ્ન વર્ષગાંઠની તારીખ ભૂલી શકે છે, પરંતુ એક મહિલા તે ક્યારેય પણ ભુલી શકતી નથી.
વધારે પ્રોટેક્ટિવ
એક મહિલા પોતાના નજીકના લોકોને લઈને થોડી વધારે એક્ટિવ હોય છે. તે તમારી સુરક્ષા અને માન સન્માન માટે સમગ્ર દુનિયા સાથે લડવાની તાકાત રાખે છે. તમે જોયું હશે કે જ્યારે કોઈ બાળક પરેશાન હોય છે તો તે કેવી રીતે એક સિંહણ ની જેમ સામેવાળાને ફટકાર લગાવે છે. સાથે સાથે વાતચીત વાળા લડાઈ-ઝઘડા માં પણ મહિલાઓની સરખામણી કોઇ નથી કરી શકતું.