આ ૫ ચીજો મેમરી વધારવાં માટે ખુબ જ જરૂરી છે, મગજને રાખે છે હંમેશા સ્વસ્થ

Posted by

મગજ શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને તે જરા પણ અટક્યા વગર ૨૪ કલાક કામ કરે છે. મગજનું મુખ્ય કામ સુચનાઓનું પ્રોસેસ કરવાનું, વસ્તુ યાદ રાખવી, દરેક પ્રકારના નિર્ણય લેવા અને શરીરના દરેક ભાગનાં સંદેશા મેળવી તેને પુરા કરવાનું હોય છે. મગજના કામકાજની સુનિશ્ચિત કરવા માટે આપણે તેને સારી માત્રામાં પોષણ પ્રદાન કરવું જરૂરી હોય છે. એવી જ રીતે જરૂરી છે કે આપણે સ્વસ્થ ભોજન કરવું જોઈએ. યાદ શક્તિ વધારવા માટે ખુબ જ જરૂરી છે ૫ પોષકતત્વ, તમે પણ જાણો અને તેને ફોલો કરો.

યાદ શક્તિ વધારવા માટે ખુબ જરૂરી છે આ પાંચ પોષક તત્વ

આખા દિવસનાં થાક પછી જે પ્રકારની ઊંઘ આપણે જોઈએ છે તે આપણને નથી મળી શકતી અને ન તો એવું ખાવાનું મળે છે, જેવું આપણે ખાવા માંગીએ છે. જેના લીધે આપણા શરીરને જરૂરી પોષક તત્વ નથી મળી શકતા અને મગજને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વની જરૂર હોય છે. એટલા માટે આપણે આ વસ્તુઓ જરૂર ખાવી જોઈએ.

વિટામિન ઈ

વિટામિન ઈ એક શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ હોય છે, જે મગજનાં ડીએચએ નાં મુક્ત કણોથી બચાવવામાં મદદ કરે છે અને તે આપણી યાદોની સાથે ભાષાનાં વિકાસ માટે પણ જરૂરી હોય છે. તેના માટે બદામ, મગફળીનું સેવન કરવું તેની સાથે બ્રોકોલી, પાલક, સુરજમુખીનું તેલ અને કદ્દુનુ સેવન કરવું સારું હોય છે.

ઓમેગા-3 ફૈટી એસિડ

ઓમેગા-3 ફૈટી એસિડને સારું માનવામાં આવે છે. આ એજ એસિડ છે જે વ્યક્તિને સંજ્ઞત્મક સ્વાસ્થયની સારું બનાવવામાં મદદ કરે છે અને મગજને ઘરડું નથી થવા દેતું. આવી રીતે વ્યક્તિને નાળિયેરનું તેલ, મગફળીનું તેલ, ઓલિવ ઓઇલ, બદામ, અખરોટ અને પિસ્તા ખાવા સારા હોય છે.

ફ્લેવોનોઈડ્સ

ફ્લેવોનોઈડ્સ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઘણા બધા ફળો અને શાકભાજીઓમાં જોવા મળે છે. તે મગજમાં યોગ્ય સંબંધ બનાવવા અને મગજને ઉમર વધતી અટકાવવા ન્યુરોન્સની મદદ કરે છે. જાંબુ, લીલા શાકભાજી, આવોકાડો, ચોકલેટ, કાળી દ્રાક્ષ, કૉફી, રેડ વાઈન જેવી વસ્તુઓનુ સેવન કરવુ જરૂરી હોય છે.

કૈરોટીન

કૈરોટીન એક સારુ એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે, જે હૃદયને સંબંધી બીમારીઓ બીમારીઓની ઓછી કરવામાં મદદ કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. કૈરોટીનનું પાચન મગજને વ્યવસ્થિત રૂપથી કામકાજ કરવામાં મદદ કરે છે, તેના માટે આપણે સફરજન, બ્લુબેરી,  લાલ કાંદા, મરચું, કોકો પાવડર જેવી વસ્તુઓનું સેવન કરવાનું હોય છે.

પ્રોટીન

આપણું શરીર પ્રોટીનની અમીનો એસિડ થી પરિવર્તિત કરે છે. એક અમીનો એસિડ ન્યુરોટ્રાન્સમીટર ની જેમ મગજનાં રસાયણોનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. ન્યુરોટ્રાન્સમીટર આપણું ધ્યાન આકર્ષિત કરે છે અને આપણને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે. તે મુડ ક્રેવિગ્સ, ઊંઘ જેવી વસ્તુઓ પણ ઠીક કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *