આ ૫ હસ્તીઓ સાથે રહી ચૂક્યુ છે કરણ જોહરનું અફેયર, લિસ્ટમાં શાહરુખ થી લઈને એકતા કપુર પણ છે સામેલ

Posted by

બોલીવુડનાં સૌથી જાણીતા અને ચર્ચિત ચહેરાઓ માંથી એક ફિલ્મ નિર્માતા કરણ જોહર આજકાલ ચર્ચામાં રહેલા છે. હકીકતમાં સુશાંત સિંહ રાજપુત નાં આત્મહત્યા કેસ બાદ ફેંસ સહીત બોલીવૂડના ઘણાં સ્ટાર્સ પણ કરણ જોહર વિરુદ્ધ નેપોટીજ્મ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે આ પહેલી વખત નથી જ્યારે કરણ જોહર પર નેપોટીજ્મનો આરોપ લાગી રહી હોય, આ પહેલા પણ ઘણી વખત નેપોટીજ્મ અને ડિસક્રિમીનેશન ના મુદ્દા પર તેઓ ઘેરાઈ આવી ચૂક્યા છે. તે સિવાય કરણ જોહર સાથે જોડાયેલ એક વધુ મામલો સૌથી વધારે ચર્ચામાં રહે છે અને તે છે તેમની લવ લાઈફ.

કરણ જોહરનાં રિલેશનશિપને લઈને હંમેશા સવાલ ઉઠાવવામાં આવે છે. સાથોસાથ સોશિયલ મીડિયા ઉપર પણ તેમને ખુબ જ મજાક ઉડાવવામાં આવે છે. વળી આ મામલામાં કરણ જોહર કોઈપણ વાત કરતા નથી. એ જ કારણ છે કે આજ સુધી કરણ જોહરનો લવ ઇન્ટરેસ્ટ એક ડાર્ક સિક્રેટ બનેલ છે. એટલું જ નહીં કરણને લઈને ઘણા એવોર્ડ્સ શોમાં પણ ખૂબ જ મજાક ઉડાવવામાં આવી ચૂકી છે. તેમના ઘણા ઍક્ટરો ની સાથે લવ અફેર હોવાની પણ ચર્ચા થયેલ છે. પરંતુ તેના વિશે કરણ જોહરે ક્યારેય પણ મીડિયા સામે ખુલીને વાતચીત કરી નથી. તેવામાં આજે અમે આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે કરણ જોહરની સાથે કયા સેલિબ્રિટીસ્ નાં નામ જોડાઇ ચૂક્યા છે.

કરણ જોહર – ટ્વિંકલ ખન્ના

કરણ જોહરની ફર્સ્ટ લવ બીજું કોઈ નહીં પરંતુ ટ્વિંકલ ખન્ના હતી. જણાવી દઈએ કે બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમિયાન જ કરણ નું દિલ ટ્વિંકલ પર ફિદા થઇ ગયું હતું. કરણ પોતાના દિલની વાત ટ્વિંકલ ખન્નાને કહે તે પહેલાં જ અક્ષય કુમારે એન્ટ્રી કરી અને તેમણે ટ્વિંકલને પોતાની હમસફર બનાવી લીધી. એક દિલચસ્પ કિસ્સો છે કે કરણ જોહરે ફિલ્મ કુછ કુછ હોતા હે માં અંજલિનું પાત્ર ટ્વિંકલ ખન્ના માટે રાખ્યું હતું, પરંતુ ટ્વિંકલ ખન્નાએ આ રોલ કરવાથી મનાઈ ફરમાવી દીધી.

કરણ જોહર – શાહરુખ ખાન

કરણ અને શાહરુખની જોડીએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. બંનેના આ નજીકના સંબંધોને કારણે તેમના સંબંધો પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. આજે પણ શાહરૂખ અને કરણને લઈને ઘણા જોક્સ ઇન્ટરનેટ પર રહેલા છે. એકવાર તો શાહરૂખ ખાને કોફી વિથ કરનમાં તેના પર જોક પણ કર્યો હતો. પરંતુ કરણ જોહરે પોતાની બાયોગ્રાફી એન અનસ્યૂટેબલ બોય માં લખ્યું છે કે શાહરુખ તેમના ખૂબ જ સારા મિત્ર છે અને તેઓ શાહરૂખને પિતા સમાન માને છે.

કરણ જોહર – સિદ્ધાર્થ મલ્હોત્રા

કરણ જોહર અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના સંબંધો ઉપર પણ સવાલ ઊઠ્યા હતા. જોકે બંને ખૂબ જ સારા મિત્ર છે. કરણ અને સિદ્ધાર્થને દોસ્તીની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ “માય નેમ ઈઝ ખાન” માં આસિસ્ટન્ટ કરી રહ્યા હતા. બન્નેની મિત્રતા એટલી ઊંડી થઈ ગઈ હતી કે તેઓ એક વખત રજાઓ ગાળવા માટે પેરિસ પણ ગયા હતા. ત્યારબાદ કરણે સિદ્ધાર્થને સ્ટુડન્ટ ઓફ ધ યર થી બોલિવૂડમાં બ્રેક થ્રુ આપ્યું હતું. માનવામાં આવે છે કે કરણ જોહરને સિદ્ધાર્થ ની પર્સનાલિટી ખૂબ જ પસંદ આવે છે, એટલા માટે તેમની સાથે પ્રેમ થઈ ગયો હતો.

કરણ જોહર – મનીષ મલ્હોત્રા

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને કરણ જોહરના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બંને વચ્ચેનું બોંડીંગ એટલું સારું છે કે તેમની જોડીને મોસ્ટ સ્પેક્યુલટેડ જોડી પણ કહેવામાં આવે છે. બંને એકબીજાને ખૂબ જ લાંબા સમયથી જાણે છે. એ જ કારણ છે કે બંનેના લવ અફેરની ચર્ચાઓ પણ ખૂબ ઊડી હતી. બંનેને ઘણી વખત પાર્ટીમાં પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. એકવાર તો કરણ જોહરે એવું પણ કહી દીધું હતું કે મનિષ સાથે તેમની સ્પેશ્યલ બોંડીંગ છે. જો કે બંનેએ ક્યારેય પણ રિલેશનશિપને લઈને વાતનો સ્વીકાર કર્યો નથી.

એકતા કપૂર – કરણ જોહર

એકતા કપૂરનું નામ સાંભળીને તમને જરૂરથી શોક લાગ્યો હશે. પરંતુ વર્ષ ૨૦૦૦માં એકતા અને કરણ જોહરનાં રિલેશનશીપની ખૂબ જ ચર્ચા થઈ હતી. ઘણી વખત તો બન્નેના લગ્ન ના સમાચારો પણ મીડિયામાં ઊડ્યાં હતા, જોકે આ બધી અફવા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *