આ ૫ કારણોને લીધે રેલ્વે ટ્રેકની વચ્ચે પાથરવામાં આવે છે પથ્થર, સામાન્ય જ્ઞાન માટે જાણવું જરૂર છે

Posted by

રેલ્વે ટ્રેકને બનાવવા માટે ટ્રેક બનાવવામાં આવે છે અને તેની અંદર પથ્થર ભરવામાં આવે છે. જેના પછી આ ટ્રેક ઉપર ટ્રેનો ચલાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ રેલના ટ્રેકની વચ્ચે નાના-નાના પથ્થરો પાથરવામાં આવે છે અને આ પથ્થરો કેમ આટલા જરૂરી હોય છે. ટ્રેકની વચ્ચે આ પથ્થરો પાથરવા પાછળ કેટલા બધા કારણો જોડાયેલા છે અને આજે અમે તમને આ બધા કારણો બતાવવા જઈ રહ્યા છીએ.

રેલ્વે ટ્રેકને બનાવવા માટે પહેલાના સમયમાં ઇસ્પાત અને લાકડાઓની મદદ લેવામાં આવતી હતી. આ બંને વસ્તુઓની મદદથી રેલ્વેનો ટ્રેક તૈયાર કરવામાં આવતો હતો. પરંતુ હવે રેલ્વેના ટ્રેક બનાવવા માટે લાકડાનો ઉપયોગ નથી કરવામાં આવતો અને તેની જગ્યાએ સિમેન્ટના બનાવેલા બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. જેને “સ્લીપર્સ” નામે ઓળખવામાં આવે છે. એના પછી એની અંદર પથ્થર કરવામાં આવે છે. આ પાંચ કારણના લીધે ટ્રેનના ટ્રેકની વચ્ચે પાથરવામાં આવે છે પથ્થર.

પહેલું કારણ

જ્યારે ટ્રેન ટ્રેક ઉપરથી પસાર થાય છે ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને ટ્રેનનો પૂરો વજન ટ્રેક ઉપર આવી જાય છે. ટ્રેક અને ટ્રેનના વજનથી બચાવવા માટે તેની વચ્ચે આ પથ્થરો નાખવામાં આવે છે, તેથી તેનો વજન આ પથ્થરો ઉપર આવી જાય. સાથે જ આ પથ્થરોને લીધે ટ્રેન પસાર થતા સમયે ટ્રેક પર સંતુલન પણ જળવાઈ રહે છે અને જમીન ઉપર પૂરો વજન આવતો નથી.

બીજું કારણ

રેલ્વેના ટ્રેકોના વચ્ચે પથ્થર પાથરવનું જે બીજ શું કારણ છે, તેના અનુસાર પથ્થર પાતળા હોવાથી વરસાદના સમયે ટ્રેક પર પાણી જમા થતું નથી. સાથે જ ટ્રેનના ટ્રેકોની વચ્ચે અને તેની બંને સાઇડે કાદવ પણ થતો નથી. જેના લીધે ટ્રેન સરળતાથી ટ્રેક ઉપરથી પસાર થઇ જાય છે.

ત્રીજું કારણ

રેલ્વેના ટ્રેકની વચ્ચે પથ્થર હોવાથી ટ્રેન પસાર થતા સમયે વધારે અવાજ કરતી નથી અને આવું થવાથી ધ્વનિ પ્રદૂષણ થી પણ બચાવ થાય છે.

ચોથું કારણ

રેલ્વે ટ્રેકની આજુબાજુ ઝાડીઓનાં કારણે ટ્રેનને પસાર થવામાં મુશ્કેલી પડે છે. પરંતુ રેલ્વેના ટ્રેક પર પથ્થર હોવાના કારણે ટ્રેક ઉપર ઝાડીઓ ઉગી શકતી નથી.

પાંચમું કારણ

વધારે ગરમી અને કડક તડકો હોવાથી ટ્રેક ફેલાય છે. પરંતુ પથ્થર હોવાના કારણે આ બદલાવનો અસર ટ્રેક પર પડતો નથી.

રેલ્વે થી જોડાયેલી રોચક જાણકારી

  • રેલ્વેની સ્થાપના ૧૬ એપ્રિલ, ૧૮૫૩માં થઈ હતી.
  • વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં રેલ્વેનું રાજસ્વ, ૧.૯૭ લાખ કરોડ રૂપિયા હતું.
  • ભારતીય રેલ્વેમાં ૧.૪ મિલિયનથી વધારે લોકો કામ કરે છે એટલે કે રેલ્વે એ ખુબ જ મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપેલું છે.
  • ભારતીય રેલ્વે દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે.
  • ૨૦૧૫-૧૬ સુધી ભારતીય રેલ્વે નેટવર્ક ૬૬,૬૮૭ કિમી ક્ષેત્રમાં ફેલાયેલું છે.
  • રેલ્વે અંતર્ગત ૭,૨૧૬ સ્ટેશન છે.
  • વર્ષ ૨૦૧૭ સુધી રેલ્વે ટ્રેકની લંબાઈ ૧,૨૧,૪૦૭ કિલોમીટરની હતી.
  • ભારતમાં રેલ્વેની જાળ ખૂબ ફેલાયેલી છે અને દરરોજ ૨.૫ કરોડ જેટલા યાત્રી રેલ્વેમાં પ્રવાસ કરે છે.
  • ભારતીય રેલ્વે ખૂબ જ જૂની છે અને ભારતમાં રેલ્વેની શરૂઆત અંગ્રેજો દ્વારા કરાઈ હતી.
  • ભારતમાં રેલ્વેનો ટ્રેક દરેક રાજ્યમાં સારી રીતે ફેલાયેલો છે અને લગભગ દરેક રાજ્યમાં રેલ સેવાથી જોડાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *