આ ૫ કાર્યોને શિવ પુરાણમાં મહાપાપ ની શ્રેણીમાં રાખવામાં આવેલ છે, તેને કરવાથી મળે છે નરકમાં જગ્યા

Posted by

શિવપુરાણમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને કરવાથી વ્યક્તિને પાપ લાગે છે અને નરકમાં જગ્યા મળે છે. આ કાર્યોને શિવપુરાણમાં અક્ષમ્ય પાપની શ્રેણીમાં રાખવામાં આવે છે. એટલા માટે શિવ પુરાણમાં જણાવવામાં આવેલા આ કાર્યોને તમારે ભુલથી પણ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ કે તે કયા પાંચ કાર્ય છે, જેને શિવપુરાણમાં કરવું વર્જિત માનવામાં આવે છે.

ગર્ભવતી મહિલા સાથે ન કરો આ કામ

શિવપુરાણ અનુસાર કોઈપણ ગર્ભવતી મહિલા સાથે ઊંચા અવાજમાં વાત કરવી જોઈએ નહીં અને તે ગર્ભવતી મહિલાને કટુ વચન બોલવા જોઈએ. કોઈ મહિલાને કટુ વચન કહેવાથી કે તેનું દિલ દુખાવાથી શિવજી નારાજ થઈ જાય છે અને જે વ્યક્તિ આવું કરે છે, તે અક્ષમ્ય અપરાધ અને પાપનાં ભાગીદાર બની જાય છે. આવા કામ કરવાવાળા લોકોને નરકની સજા ભોગવવા પડે છે.

કોઈનાં સન્માનને હાનિ પહોંચાડવી

કોઈપણ વ્યક્તિનાં સન્માનને ભુલથી પણ હાનિ પહોંચાડો નહીં. ઘણા એવા લોકો હોય છે, જેમને બીજા વ્યક્તિનો મજાક ઉડાવવામાં તથા તેમના સન્માનને હાનિ પહોંચાડવામાં મજા આવે છે. શિવ પુરાણ અનુસાર જે લોકો આવું કાર્ય કરે છે તે અક્ષમ્ય પાપનાં ભાગીદાર બની જાય છે. એટલા માટે ક્યારે પણ કોઈ વ્યક્તિની મજાક કરવી જોઈએ નહીં અને કોઈ વ્યક્તિનું દિલ દુભાવવું જોઈએ નહીં.

વડીલોનું અપમાન ન કરો

વડીલો સાથે પોતાનો વ્યવહાર સારો રાખો અને ક્યારેય પણ તેમનું અપમાન ન કરો. વડીલોને કષ્ટ આપવું પાપ સમાન હોય છે. શિવપુરાણમાં તેને ઘોર પાપ ની શ્રેણીમાં રાખવામાં આવે છે. એટલા માટે વડીલોનું અપમાન કરવાની ભુલ ન કરો. બની શકે એટલી વધારે તેમની સેવા કરો. વડીલોની સેવા કરવાથી સ્વર્ગમાં જગ્યા મળે છે.

આવી વસ્તુઓનું સેવન ન કરો

શિવ પુરાણમાં જણાવવામાં આવ્યુ છે કે ધર્મનું આચરણ કરવાથી પણ અક્ષમ્ય પાપ લાગે છે. ક્યારે પણ જીવની હત્યા ન કરો અને માંસાહારી ભોજન ગ્રહણ ન કરો. એવું ભોજન વિષ્ઠા સમાન માનવામાં આવે છે અને એવા લોકોને ક્યારેક મરણોપરાંત નરક ભોગવવું પડે છે.

તો આ હતા તે પાંચ કાર્ય જેને શિવપુરાણમાં કરવું વર્જિત માનવામાં આવે છે અને આ કાર્યોને કરવાથી નરકમાં જગ્યા મળે છે. એટલા માટે તમે ભુલથી પણ આ ૫ કાર્ય ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *