આ ૫ લક્ષણો જણાવે છે કે તમારી પત્ની તમારા માટે ભાગ્યશાળી છે કે નહીં

Posted by

જ્યારે કોઈ યુવક લગ્ન કરીને પત્નીને ઘરે લાવે છે તો તેના અને પરિવારનાં મનમાં ઘણા બધા સવાલ ચાલતા હોય છે. જેમ કે આ નવી દુલ્હન માટે ખુશીઓ લાવશે કે દુઃખ, તેના આવવાથી ઘરમાં ખુશાલી આવશે કે બરબાદી, પત્નીનાં પગ રાખવાથી પતિની પ્રગતિ થશે કે નુકશાન. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો લોકો જાણવા ઇચ્છે છે કે આપણે જે યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છીએ તે આપણા માટે કેટલી ભાગ્યશાળી હશે.

આ સવાલોનાં જવાબ તમને સમુદ્ર શાસ્ત્ર માથી મળી શકે છે. હકીકતમાં સમુદ્રશાસ્ત્રમાં વ્યક્તિનાં શરીરનાં આધાર પર શુભ-અશુભ લક્ષણો જાણી શકાય છે. તેવામાં તમે કોઇ યુવતીનાં વિશેષ શારીરિક લક્ષણો જોઈને જાણી શકો છો કે તે તમારા માટે લગ્ન બાદ કેટલી ભાગ્યશાળી રહેશે. જો હવે પછી તમે ક્યારેય લગ્ન માટે યુવતિની શોધ માટે જાઓ છો, તો શરીરનાં લક્ષણોને જરૂરથી ધ્યાનમાં રાખજો.

આ લક્ષણો વાળી પત્નીઓ હોય છે ભાગ્યશાળી

હસ્તરેખા વિજ્ઞાનનું માનવામાં આવે તો જો તમારી પત્નીની આંગળી ગોળ અને લાંબી છે, તો તે ખુબ જ ભાગ્યશાળી છે. એટલું જ નહીં તેના ભાગ્યની અસર તમારી ઉપર પણ જોવા મળશે. મતલબ કે પત્નીની સાથે સાથે તમારું નસીબ પણ ખુલી જશે. ખાસ કરીને ધન-દોલત અને સુખ સગવડતા બંનેની લાઇફમાં કોઈ કમી રહેશે નહીં.

જો તમારી પત્ની આંગળી સીધી સ્નાયુબદ્ધ છે, તો તે શુભ સંકેત છે. તેનો મતલબ છે કે તમારું લગ્નજીવન સુખમય રીતે પસાર થશે. સમુદ્ર શાસ્ત્રનું માનવામાં આવે તો આ પ્રકારની મહિલાઓ લક્ષ્મી સમાન હોય છે. તેમના ઘરમાં પ્રવેશ કરવાથી સુખ અને ધનની વૃદ્ધિ થાય છે. ખાસ કરીને પતિને ધન અર્જિત કરવાના ઘણા અવસર પ્રાપ્ત થતા હોય છે.

જે મહિલાની આંગળી આગળથી પાતળી અને પાછળથી જાડી હોય છે તે સુંદર હોય છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે. આવી યુવતીઓ સાથે લગ્ન કરવાથી વૈવાહિક જીવન ખુબ જ સારી રીતે ચાલે છે. આ પ્રકારની મહિલાઓ ઘરમાં તાલમેલ જાળવી ન ચાલે છે. તે ઘર ગૃહસ્થીને યોગ્ય રીતે સંભાળી શકે છે. તે સમગ્ર પરિવારને સાથે લઈને ચાલે છે, તેનાથી પરિવારની હંમેશા પ્રગતિ થાય છે.

આવા લક્ષણો વાળી મહિલા સાથે લગ્ન કરવાથી વૈવાહિક જીવનમાં પરેશાનીઓની આવે છે

જો કોઇ મહિલાની આંગળી નાની હોય આંગળીઓ પરસ્પર મળે ત્યારે વચ્ચે જગ્યા ખાલી રહેતી હોય તો આવી યુવતીઓ સાથે વૈવાહિક જીવનમાં ધનની પરેશાની જળવાઈ રહે છે. આ પ્રકારની આંગળીઓ વાળી યુવતીઓને પૈસા ખર્ચ કરવાની આદત હોય છે. મતલબ કે તે ખુબ જ ખર્ચાળ સ્વભાવની હોય છે. તે પૈસાને ક્યારેય પણ એકઠા કરીને રાખી શકતી નથી. પૈસા આવવા પર તેને ફટાફટ ખર્ચ કરી નાખે છે. તેને ભવિષ્યની ચિંતા ઓછી હોય છે. તે વર્તમાનમાં જીવવાનું પસંદ કરે છે.

જો કોઇ મહિલાની હથેળીનાં ઉપરનાં ભાગમાં વાળ હોય છે તો તે સારો સંકેત નથી. તેનો મતલબ છે કે તમારા જીવનમાં વૈવાહિક પરેશાની આવી શકે છે. ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની કન્યાઓને વૈવાહિક જીવનમાં સુખ મળી શકતું નથી. તેમના પતિએ જીવનમાં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *