આ ૬ ચીજો દાનમાં આપવાથી રાતોરાત ભાગ્ય બદલી જાય છે, ઘરમાં હંમેશા બરકત રહે છે

Posted by

અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, અભયદાન અને ધનદાન આ બધા દાન વ્યક્તિને પુણ્યનાં ભાગીદાર બનાવે છે. કોઈપણ વસ્તુનું દાન કરવાથી મનને સાંસારિક આશક્તિ એટલે કે મોહમાંથી છુટકારો મળે છે. દરેક પ્રકારની લાગણી અને ભાવનાને છોડવાની શરૂઆત દાન અને ક્ષમાથી જ થાય છે. દાન એક એવું કાર્ય છે જેના દ્વારા આપણે ફક્ત ધર્મનું પાલન નથી કરતા, પરંતુ પોતાના જીવનની તમામ સમસ્યાઓમાંથી પણ નીકળી શકીએ છીએ. આયુષ્ય, રક્ષા અને સ્વાસ્થ્ય માટે તો દાનને અચુક માનવામાં આવે છે. જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે દાનનું વિશેષ મહત્વ છે. દાન કરવાથી ગ્રહોની પીડામાંથી પણ સરળતાથી મુક્તિ મેળવી શકાય છે.

Advertisement

જ્યોતિષ જાણકારોનું માનવામાં આવે તો અલગ અલગ વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ સમસ્યાઓ દુર થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેંકડો હાથથી કમાવું જોઈએ અને હજારો હાથવાળા બનીને દાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે અલગ અલગ વસ્તુઓના દાનથી આપણું નસીબ કેવી રીતે ચમકે છે તથા જીવનમાં કઈ ચીજોનું દાન કરવું આપણા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

મીઠાનું દાન

મીઠાનું દાન કરવાથી પિતૃઓને ખુશી મળે છે. તેનાથી તેઓ તમારા જીવનમાં રહેલા તમામ કષ્ટ દુર કરે છે. મીઠાનું દાન કરવાથી પિતૃઓ જલ્દી પ્રસન્ન થાય છે. શુક્રવારના દિવસે મીઠાનું દાન કરવું પુણ્યકારી માનવામાં આવે છે. સપ્તાહમાં ગુરૂવારને બાદ કરીને ઘરમાં પોતુ લગાવતા સમયે થોડું મીઠું ઉમેરવું જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે. મીઠાનું દાન કરવાથી ખરાબ સમય દુર થાય છે અને સારા ભોજનની પ્રાપ્તિ થાય છે.

કપડાનું દાન

જુના નવા કપડાનું દાન ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આયુષ્ય વધારવા માટે કપડાનું દાન કરવામાં આવે છે. જો તમે નવા કપડાં દાન કરી રહ્યા છો તો જ્યોતિષી પાસેથી સલાહ અવશ્ય લેવી. વળી જુના કપડાનું દાન કરતા પહેલા તેને ચોખ્ખા કરી લેવા જોઈએ. વળી કપડાનું દાન કરવાથી તમે નિરોગી પણ રહો છો.

અનાજનું દાન

અનાજનું દાન કરવાથી માં લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે. તમે ઇચ્છો તો ચોખા અથવા ઘઉંમાંથી કંઈ પણ દાન કરી શકો છો. માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી રહેતી નથી. વળી ઘઉંનું દાન કરવાથી ગુરુ ગ્રહ મજબુત બને છે. તે સિવાય તમારી કારકિર્દીને નવી દિશા પ્રાપ્ત થાય છે. તમે ઇચ્છો તો જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ કરાવી શકો છો. તેનાથી તમને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

કાળા તલનું દાન

માનવામાં આવે છે કે શનિદેવને તલ ખુબ જ પ્રિય છે. જો તલનું દાન અને સેવન કરવામાં આવે તો તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જે લોકો શનિદેવની સાડાસાતી થી પીડિત છે, તેમણે કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને પણ તલ પ્રિય છે, એટલા માટે તે દિવસે સુર્યને અર્પિત કરવામાં આવતા જળમાં તલ ઉમેરવા અને સુર્યદેવનું સ્મરણ કરીને તલનું દાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે કાળા તલ અને કાળી અડદને કાળા કપડામાં બાંધીને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આ ઉપાય કરવાથી પૈસા સાથે જોડાયેલી તમામ પરેશાન્યો દુર થઈ જશે. કાળા તલનું દાન કરવાથી શક્તિ મળે છે અને મૃત્યુનો ભય દુર થાય છે.

ગોળનું દાન

શાસ્ત્રોમાં ગોળનું દાન કરવું ખુબ જ ખાસ માનવામાં આવે છે. મંગળવારના દિવસે લાલ વસ્તુઓનું દાન કરવું શાસ્ત્રોમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી કુંડળીમાં તમારા મંગળની સ્થિતિ મજબુત થઈને અશુભ પ્રભાવ દુર થાય છે. એટલા માટે દાનમાં આપવામાં આવતી વસ્તુઓમાં ગોળને પણ સામેલ કરી શકાય છે. ગોળનું દાન કરવાથી ગરીબીનો નાશ થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.