વાત લગ્નની હોય કે પછી ડેટિંગની, છોકરીઓ હંમેશા મોટી ઉંમરના છોકરાઓને જ પોતાનો પાર્ટનર તરીકે પસંદ કરે છે. પોતાનાથી થોડી ઉંમરના મોટા છોકરા જ નહીં, પરંતુ ઘણીવાર ઉંમરલાયક વ્યક્તિને સાથે મહિલાઓ લગ્ન કરે છે અને રિલેશનશિપ રાખે છે. છોકરીઓ ઘણી વખત આ પુરુષોની સમજદારી અને વ્યવહારથી પ્રભાવિત થઈ જાય છે અને તેમની સાથે રિલેશનશિપમાં કરવી તેમને સારું લાગે છે. ઘણા લોકો એવા છે જે સમજી નથી શકતા કે છોકરીઓ તેમના થી મોટી ઉંમરના છોકરાઓને કેમ પસંદ કરે છે? જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો તમે તેના પાછળનું કારણ જણાવીશું, જેના લીધે છોકરીઓ કેમ આવો નિર્ણય કરે છે.
અનુભવ કરે છે પ્રભાવિત
એક પોતાના ઉંમરના છોકરા સાથે છોકરીને સારું લાગે છે. પરંતુ અનુભવી વ્યક્તિ સાથે સમય પસાર કરવો ખૂબ જ સારું લાગે છે. આ પુરૂષોને ખબર હોય છે કે કઈ સ્થિતિમાં મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. મોટી ઉંમરના પુરુષો પોતાના જીવનમાં અનેક અનેક અનુભવોમાંથી પસાર થયેલા હોય છે. તેથી જ્યારે પણ સંબંધ નિભાવવાની વાત આવે છે, તો તે ભૂલોથી બચી જાય છે જે તે પહેલા કરી ચૂક્યા હોય. તેવામાં છોકરીઓ તેમનો સાથ વધુ પસંદ કરે છે.
રિલેશનશિપમાં મળે છે મેચ્યોરનેસ
તમે હંમેશાં જોયું હશે કે છોકરો અને છોકરી એક ઉંમરનાં હોય તો તે બંને વચ્ચે હંમેશા ખટપટ વધુ બનતી હોય છે. ઘણીવાર તેનું કારણ છોકરાનું ઈમેચ્યોર હોવું હોય છે. શારીરિક અને માનસિક રીતે દરેક મહિલાઓ પુરુષ કરતાં પહેલા પરિપક્વ થઈ જાય છે. તેથી મોટી ઉંમરના છોકરાઓ સાથે તેમને છોકરમત નહીં પરંતુ જેન્ટલમેન નજરે આવે છે. તે જ કારણથી તે મોટી ઉંમરના છોકરાઓ પસંદ કરે છે.
સાંભળે છે વાતો
એવું કહેવામાં આવે છે કે મોટી ઉંમરના પુરૂષ ખૂબ જ લીસ્નર હોય છે, એટલે કે તે કોઈ પણ રોકટોક વગર તમારી બધી જ વાતો સાંભળે છે. દરેક છોકરી પોતાના પાર્ટનરમાં એક સારો લીસ્નર શોધતી હોય છે, જે તેમને જલ્દી નથી મળતો. તેવામાં મોટી ઉંમરના છોકરાઓમાં આ ગુણ મળી જાય છે. તે તેની વાતો સાંભળે છે અને સમજે છે. આ વાત છોકરીને ખૂબ જ સારી લાગે છે.
આર્થિક રૂપથી આત્મનિર્ભર
દરેક છોકરી પોતાના જીવનમાં એક એવો પાર્ટનરની ઇચ્છા રાખતી હોય છે, જે પોતાના પગભર હોય. મોટી ઉંમરના છોકરા આર્થિક રૂપથી આત્મનિર્ભર હોય છે અને સાથો સાથ તેઓ જવાબદાર પણ હોય છે. છોકરીઓની ઈચ્છા હોય છે કે તેમનો પાર્ટનર તેમને આરામદાયક જીંદગી આપે અને મોટી ઉંમરના છોકરાઓ આવું કરવામાં સફળ રહે છે.
આત્મવિશ્વાસથી ભરપુર હોય છે
મહિલાઓને તે પુરુષ પસંદ હોય છે જે આત્મવિશ્વાસથી ભરેલા હોય, પરંતુ ઘમંડી ના હોય. મોટી ઉંમરવાળા પુરુષોમાં પોતાની લાઈફમાં સ્ટેબિલિટી અને અનુભવના આધાર પર ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. તેમાં છોકરીઓ તેમની તરફ વધુ આકર્ષિત થઇ જાય છે. છોકરીઓને એવા છોકરાઓ સારા લાગે છે, જે દરેક વાત પર બીજા પર નિર્ભર ના હોય અને પોતાના હિસાબથી પોતાની જિંદગી જીવે.
કેરિંગ નેચર
દરેક છોકરીને એવી ઇચ્છા હોય છે કે તેને એવો પ્રેમ મળે જેની સાથે તે પૂરી જિંદગી પસાર કરી શકે. મોટી ઉંમરના પુરુષોમાં આ સ્વભાવ, સમયની સાથે સાથે વધતો જાય છે. તે દરેક સંબંધની જીદ અને બાળપણથી પસાર થયેલા હોય છે, તેવામાં જ્યારે તેમને ઓછી ઉમરની છોકરી મળે છે, તો ત્યારે તેઓ તેમની ભાવનાઓને સમજી સરળતાથી તેને પ્રેમ આપે છે. તેવામાં છોકરીઓ મોટી ઉંમરના છોકરાને પોતાનો જીવનસાથી પસંદ કરે છે.