આ ૬ સંકેત જણાવે છે કે હવે ભગવાને તમારો સાથ છોડી દીધો છે

Posted by

પોતાના આવનારા ભવિષ્યને લઈને લોકો હંમેશા સાથે જ તે જાણવાનો પ્રયાસ કરે છે. આ બધી બાબતોને લીધે મનુષ્ય ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે પહેલાંથી જ પરિચિત થઈ જાય છે, જેથી તે સમય રહેતા તેમાં સુધારો કરી શકે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બધી બાબતોને લીધે ભવિષ્ય જાણવાની ઘણા પ્રકારની પદ્ધતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ઈશ્વરે પહેલાથી જ આપણને આ બધી જાણકારીઓ આપણે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી, પરંતુ જાગૃતતા ને લીધે આપણે હવે તે બધું ભુલી ગયા છીએ.

Advertisement

કોઈપણ વ્યક્તિના જીવનમાં શુભ અને અશુભ બંને પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જ્યાં શુભ સંકેત ભવિષ્યની શુભતા દર્શાવે છે. વળી જ્યારે પણ કોઈ અશુભ ઘટના થાય છે તો તે ફક્ત કોઈ સંયોગ હોતો નથી, પરંતુ મોટાભાગની આવી ઘટનાઓમાં આપણને પહેલાથી જ તેમનો ઇશારો મળી ચુક્યો હોય છે. અમુક અશુભ ઘટનાઓ દર્શાવે છે કે ભગવાને હવે આપનો સાથ છોડી દીધો છે.

વળી સારી અથવા ખરાબ સમય ની જાણકારી ના આ સંકેત આજે પણ આપણને પહેલા મળી જાય છે. પરંતુ જાણકારીના અભાવમાં આપણે તેને સમજી શકતા નથી અને મનનો ભ્રમ સમજીને છોડી દેતા હોઈએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા સંકેત સુતા સમયે ઘણી વખત સપનામાં આવે છે. પરંતુ આપણે તેને સામાન્ય વાત સમજીને તેની ઉપર વિશ્વાસ કરતા નથી. પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્રમાં સપનાંઓ પણ વિશેષ મહત્વ હોય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર અમુક સપના આપણને શુભ ફળ આપે છે, તો વળી અમુક આપણી સાથે ભવિષ્યમાં થતી અશુભ ઘટનાઓ તરફ ઇશારો કરે છે.

સપનામાં ઘુવડ દેખાવવું ખુબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી પૈસાને લઇને કોઇ અશુભ ઘટના બની શકે છે. તે સિવાય સપનામાં ખિસ્સું કપાતા જોવું ધનહાનિ નો સંકેત છે. ફાટેલ ખિસ્સુ જોવું પણ નુકસાની નો સંકેત માનવામાં આવે છે. વળી જો સપનામાં તમને આંબાનું ઝાડ જોવા મળે તો તે ખુશ ખબરી નો સંકેત માનવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિના જીવનમાં શુભ અને અશુભ બંને પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. માન્યતા અનુસાર મોટાભાગની ભવિષ્યમાં થતી આ ઘટનાઓ પહેલાં જ આપણને તેનો સંકેત મળી જાય છે. તો ચાલો તમને અમુક અશુભ સંકેત વિશે જણાવીએ જેના ઉપરથી તમે જાણી શકશો કે ભગવાને હવે તમારો સાથ છોડી દીધો છે.

માનવામાં આવે છે કે જ્યારે વારંવાર ઘડિયાળ બંધ થવા લાગે અથવા તો તેનો કાચ તુટવા લાગે અથવા તો બારીમાં લગાવવામાં આવેલ કાચ તુટવા લાગે તો સમજી જવું જોઈએ કે તમારી અથવા તમારા પરિવાર ઉપર કોઈ ગંભીર સંકટ આવવાનું છે.

તે સિવાય એવું પણ માનવામાં આવે છે કે દુધને ગરમ કરતા સમયે વારંવાર દુધ ઉભરાઈ જાય તો તે આવનારા અશુભ સમય નો સંકેત દર્શાવે છે. વળી કહેવામાં આવે છે કે જ્યારે રસોડામાં રાખવામાં આવેલા કાચના વાસણ તુટવા લાગે તો સમજી જવું જોઈએ કે તમારી ઉપર કોઈ મોટું આર્થિક સંકટ આવવાનું છે અને ભગવાને તમારો સાથ છોડી દીધો છે.

જ્યારે કોઈ શુભ આયોજનમાં અડચણ ઉત્પન્ન થવા લાગે તો જાણકારો કહે છે કે તેમાં તમારે સમજી લેવું જોઈએ કે આવનારા સમયમાં તમારી ઉપર મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ સંકટને દુર કરવા માટે તમારે પોતાના ઘરમાં સુંદરકાંડના પાઠ કરાવવા જોઈએ. તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે અચાનક તમારી છત અથવા આંગણામાં કોઈ હાડકા નો ટુકડો આવીને પડે તો આવનારા સમયમાં તમને કોઈ અશુભ સંકેત મળી શકે છે.

વળી જ્યારે ઘરની છત માંથી અચાનક પ્લાસ્ટર તુટીને પડવા લાગે અને દીવાલોમાં તિરાડો પડવા લાગે તો આ સંબંધમાં માન્યતા છે કે આવા સંકેત ભવિષ્યમાં થતી કોઈ મોટી ઘટના વિશે સંકેત આપી રહેલ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.