આ ૭ ચીજો પર ભુલથી પણ પગ લગાવવો જોઈએ નહીં, ૭ પેઢીનો સર્વનાશ થઈ જશે

ધાર્મિક શાસ્ત્રો અને વિદ્વાન લોકો દ્વારા જણાવવામાં આવેલ છે કે અમુક સ્થાન અને વ્યક્તિ એવા હોય છે, જેની ઉપર ક્યારેય પણ પગ રાખવો જોઈએ નહીં અથવા તો તેને પગથી મારવું જોઈએ નહીં. જો ભુલથી પણ આ સ્થાન અથવા વ્યક્તિ ઉપર પગ લાગી જાય છે તો તેને તુરંત ઝુકીને પ્રણામ કરવું જોઈએ, સાથો સાથ માફી પણ માંગવી જોઈએ. આ વાતની પુષ્ટિ વિદ્વાનો, શાસ્ત્રોના જાણકાર, અર્થશાસ્ત્રનાં રચયિતા આચાર્ય ચાણક્ય પણ કહે છે. તો ચાલો આ લેખના માધ્યમથી તમને એ ૭ મુખ્ય સ્થળ અને વ્યક્તિ વિશે જણાવીએ, જેને પગ લગાવવો અશુભ માનવામાં આવે છે.

બાળક

આપણા ધર્મ શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે નાનું બાળક કોઈપણ સમાજનું હોય તે હંમેશા દેવતા તુલ્ય જણાવવામાં આવેલ છે. દેવતુલ્ય હોવાને લીધે આપણે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ તેને પગ લગાવવો જોઈએ નહીં. જો ભુલથી પણ પગ લાગી જાય તો આપણે તેની ક્ષમા માંગી લેવી જોઈએ, નહીંતર મહાભયંકર પાપ લાગે છે.

કુંવારી યુવતી

કન્યાને દેવીનું રૂપ માનવામાં આવેલ છે, તે વાત તો આપણે જાણીએ છીએ અને આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલ છે. નવરાત્રિના સમયે કન્યા પુજન વિધિ વિધાનથી કરવામાં આવે છે. જો કન્યા પુજનીય છે તો તે વાત બધા લોકો સમજી શકે છે કે તેને પગ લગાવવો જોઈએ નહીં. જો આવું કરવામાં આવે તો આ મહાપાપ માતાજી ઉપર પગ લગાવવા જેટલું મળે છે. તેવામાં આપણે દરેક સમયે સાવધાન રહેવું જોઈએ કે ક્યારેય પણ કન્યાઓ ઉપર આપણો પગ ન પડે.

વૃદ્ધ વ્યક્તિ

ઘર, સમાજ, પરિવાર કોઈ પણ જગ્યાએ અને કોઈપણ વૃદ્ધ વ્યક્તિ હોય તો તે પુજનીય માનવામાં આવે છે. વૃદ્ધ વ્યક્તિનું હંમેશા સન્માન કરવું જોઈએ. તેમની ઉપર ક્યારેય પણ પગ રાખવો જોઈએ નહીં, તે વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે જો વૃદ્ધ વ્યક્તિ ઉપર પગ પડી જાય તો આપણને ગ્રહદોષ લાગે છે. એટલા માટે આ બાબતની હંમેશા સાવધાની રાખવી જોઈએ, નહીંતર તમે મહાપાપનાં ભાગીદાર બની શકો છો.

ગુરુ

કહેવામાં આવે છે કે ગુરુ પણ દેવતા સમાન હોય છે. શાસ્ત્રોમાં અને દરેક જગ્યાએ ગુરુને દેવતાથી પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવેલ છે. તેઓ હંમેશા પુજનીય માનવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પણ એક ગુરુ હતા. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત જેવો સાધારણ શિષ્ય પણ મગધ નો રાજા બની ગયો હતો. એટલા માટે ગુરુની હંમેશા સેવા કરવી જોઈએ. ગુરુના ચરણોમાં સાક્ષાત કલ્યાણ હોય છે.

બ્રાહ્મણ

આપણા સનાતન ધર્મમાં બ્રાહ્મણોને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત છે. બ્રાહ્મણનું હંમેશા સન્માન કરવું જોઈએ. બ્રાહ્મણનો ક્યારેય પણ તિરસ્કાર કરવો જોઈએ નહીં, નહિતર તમે દરિદ્રતાનો શિકાર બની શકો છો. જે વ્યક્તિએ પોતાનું કલ્યાણ કરવું હોય તેમણે ફક્ત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ નહીં, પરંતુ સાથોસાથ તેમનું સન્માન પણ કરવું જોઈએ.

ગાય

ગાયને માતા કહેવામાં આવે છે. ગાયમાં સૃષ્ટિના બધા દેવી-દેવતા નો વાસ હોય છે. ગાયની સેવા કરીને વ્યક્તિ ભવસાગર પાર કરી શકે છે. મરણોપરાંત જીવના કલ્યાણ માટે ગાયનું દાન આપવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાય જ એક એવો જીવ છે જે આપણને વૈતરણ જેવી કષ્ટદાયક નદી પાર કરાવી શકે છે. એટલા માટે કર્મકાંડમાં ગૌદાન કરવામાં આવે છે. ધ્યાન રાખો કે ગાય હંમેશા પુજનીય માનવામાં આવે છે.

અગ્નિ

પાંચ ભૌતિક તત્વો માં અગ્નિને મહત્વપુર્ણ સ્થાન આપવામાં આવેલ છે. અગ્નિને સાક્ષાત દેવતા માનવામાં આવેલ છે. અગ્નિનું અપમાન કરવાનો મતલબ છે કે દેવતાઓનું અપમાન કરવું. એટલા માટે અગ્નિની હંમેશા પુજા કરવી જોઈએ. મનુષ્ય જો ભુલથી પણ અગ્નિ ઉપર પગ રાખે છે અને દાઝી જાય છે, તો પણ આપણે અગ્નિદેવ પાસે પ્રાર્થના કરીને માફી માંગવી જોઈએ.