આ ૭ કારણોને લીધે વ્યક્તિ બની જાય છે ગરીબ, ફક્ત આ જન્મ નહીં પરંતુ અનેક જન્મ સુધી ગરીબી ભોગવવી પડે છે

મનુષ્ય પોતાના શોખ માટે પોતે જ જવાબદાર હોય છે. ભગવાન ભલે તમારા નસીબમાં ધન અને સુખ લખીને મોકલે, પરંતુ તમારી દરેક વાત ઉપર ભગવાન નજર રાખે છે અને આપણા કર્મો અનુસાર ભાગ્ય ને બદલે પણ દેતા હોય છે. એટલા માટે જોવામાં આવે છે ઘણા લોકોની હથેળીમાં લાંબુ આયુષ્ય હોવા છતાં પણ અકાળ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને સારી ભાગ્યરેખા હોવા છતાં પણ જીવન ગરીબીમાં પસાર કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામા પણ આ વાતનું ઉદાહરણ માનવામાં આવે છે. જેમણે પોતાની ભુલને કારણે અત્યંત ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. જોકે બાદમાં શ્રીકૃષ્ણની કૃપાથી તેમની ગરીબી દુર થઈ ગઈ. અહીંયા અમે તમને અમુક એવા કારણ જણાવવા જઈ રહ્યા છીએ, જેના લીધે તમારું નસીબ રિસાઈ જાય છે અને ગરીબીનો સામનો કરવો પડે છે.

ભુલને કારણે સુદામા બન્યા ગરીબ

સુદામા નું ઉદાહરણ આપણી સામે છે તો આપણે સૌથી પહેલા તે કારણ વિશે વાત કરીએ જેના લીધે સુદામા ગરીબ બની ગયા હતા. સુદામાએ લાલચમાં આવીને ગુરુમાતા દ્વારા આપવામાં આવેલ ભોજન એકલા ખાઈ લીધું હતું, જ્યારે તેમાં શ્રીકૃષ્ણનો પણ હિસ્સો હતો. બીજાનો હિસ્સો ખાઈ લેવાની લીધે સુદામાએ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. વળી એવું પણ ધ્યાન રાખવું કે ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું ભોજન કરવા સમાન માનવામાં આવે છે. તેની સજા લોક અને પરલોક બંને જગ્યાએ ભોગવવી પડે છે, એટલા માટે બીજા નો હક ક્યારે પણ છીનવી લેવો જોઈએ નહીં.

પુરુષોએ ન કરવો આ કામ

જે પુરુષ પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેને ખરાબ શબ્દો કહે છે અને મારપીટ કરે છે, એવા ઘરમાં લાંબો સમય સુધી માં લક્ષ્મી રહેતા નથી. પુરાણોમાં લખવામાં આવ્યું છે કે જ્યાં ગૃહલક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રી નો અનાદર થાય છે ત્યાં લાંબો સમય સુધી દેવી લક્ષ્મી રહેતા નથી અને આવા ઘરમાં ગરીબી આવવામાં જરા પણ સમય લાગતો નથી.

આજે ચીજોથી હંમેશા રહો દુર

શરાબ અને જુગારને સર્વનાશ નું કારણ માનવામાં આવે છે. તેનું ઉદાહરણ મહાભારતમાં પ્રત્યક્ષ દર્શાવવામાં આવેલ છે. જુગાર રમવાને કારણે ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરે પોતાનું રાજપાટ ગુમાવવું પડ્યું હતું અને અંતમાં પત્નીને પણ દાવમાં લગાવવી પડી હતી. યુધિષ્ઠિરે વર્ષો સુધી ભાઈ અને પત્ની સાથે જંગલમાં ભટકવું પડયું હતું.

ભુલને કારણે ઘણા લોકો બની ગયા ગરીબ

પરસ્ત્રી ગમન ને મહાપાપ માનવામાં આવે છે. બાલી થી લઈને રાવણ સુધી અને રામાયણ થી લઈને મહાભારત સુધી તેના અનેક ઉદાહરણ મળે છે, જેમાં પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ રાખવાને લીધે ધન-સંપતિ ધરાવનાર વ્યક્તિ પણ ગરીબ બની ગયા હતા. અહલ્યા પર કુદ્રષ્ટિ નાખવાને કારણે દેવતાઓના રાજા ઈંદ્ર એ પણ પોતાનું રાજપાટ ગુમાવીને સામાન્ય મનુષ્યની જેમ ભટકવું પડયું હતું.

હંમેશા રાખો આ વાતનું ધ્યાન

એટલા માટે શાસ્ત્ર કહે છે કે પાંચ એવા મહાપાપ છે, જે લોક, પરલોક તથા આવતા અન્ય ઘણા જન્મ સુધી મનુષ્યને ગરીબ બનાવી નાખે છે, એટલા માટે તેનાથી બચવું જોઈએ.