આ ૭ માંથી એક પણ પાપ કરવું નહીં, નહિતર માફ નહીં કરે મહાકાલ, આપશે કઠોર દંડ

Posted by

મનુષ્યના જીવનમાં ઘણા બધા ઉતાર-ચઢાવ આવે છે. એવું જણાવવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાચા માર્ગ પર ચાલે છે, તો તેનું જીવન હંમેશા સુખી બની રહે છે. હિન્દુ ધર્મમાં થોડા પુરાણ, શાસ્ત્ર અને ગ્રંથ છે. જે વ્યક્તિને સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમાંથી એક શિવપુરાણ છે. શિવપુરાણમાં એવી ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પર વ્યક્તિ ધ્યાન આપે છે તો તે પોતાના જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે.

શિવપુરાણ સારા-ખરાબ અને સત્ય-અસત્ય વિશે આપણું માર્ગદર્શન કરે છે. તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શિવજી ક્યારે સૌથી વધારે ક્રોધિત થઈ જાય છે. શિવપુરાણ અનુસાર આ દુનિયામાં એવા ૭ ઘોર પાપ છે. જેને જો વ્યક્તિ કરે છે, તો એનાથી મહાદેવ અત્યંત ક્રોધિત થઈ જાય છે અને તે એ લોકોને તેમના દ્વારા કરવામાં આવેલા પાપનો કઠોર દંડ આપે છે.

જો વ્યક્તિ આ ૭ માંથી કોઈ એક પણ પાપ કરે છે, તો તેના કારણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે. કામકાજમાં સફળતા નથી મળતી. તો ચાલો આજે જાણીએ કે આખરે તે કામ કયા છે.

ખરાબ વિચાર રાખવા વાળા

શિવપુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકોના વિચાર ખરાબ હોય છે. તેમને મહાકાલ સજા અવશ્ય આપે છે. જો કોઈ વ્યક્તિ ખરાબ વિચાર રાખે છે. તો તે પાપનો ભાગ બની જાય છે. એટલા માટે જરૂરી છે કે તમે કોઈ વિશે પણ ભુલથી પણ ખરાબ ન વિચારો. તમે કોઈના પ્રત્યે મનમાં ખોટા વિચાર ન લાવો અને ન તેમનું ખરાબ કરવાનું વિચારો અન્યથા તેના કારણે તમારે જીવનમાં દુઃખોનો સામનો કરવો પડે છે.

પૈસા સાથે જોડાયેલી દગાબાજી

જો કોઈ વ્યક્તિ પૈસાની દગાબાજી કરે છે. જો બીજાની સંપત્તિને લુંટવા વિશે વિચારે છે. તો તે પાપ માનવામાં આવે છે. એવા લોકોને મહાદેવ દંડ જરૂર આપે છે. આ કારણે તમે તમારા જીવનમાં આ પ્રકારની ભુલ ન કરો. ભુલથી પણ કોઈ સાથે પૈસાની દગાબાજી ન કરો. કારણ કે પૈસાની દગાબાજી કરવી પાપ સમાન જ માનવામાં આવે છે.

ગર્ભવતી મહિલા સાથે આવો વ્યવહાર કરવો

શિવપુરાણ અનુસાર જો કોઈ ગર્ભવતી મહિલા સાથે ખોટો વ્યવહાર કરે છે કે પછી તેનું અપમાન કરે છે તો તે પાપ માનવામાં આવે છે. એવા લોકોને નરકમાં જગ્યા મળે છે અને જીવન દુઃખોમાં પસાર થાય છે. ભલે તે તમારી પત્ની હોય કે ન હોય, ક્યારેય પણ કોઇપણ મહિલાને ખરાબ ન બોલો. ગર્ભવતી મહિલાને ખોટું બોલવામાં આવે તો તેના કારણે બાળક પર ખરાબ પ્રભાવ પડે છે અને જે વ્યક્તિ એવું કરે છે તેને મહાકાળ કઠોર સજા આપે છે.

ધર્મ વિરુદ્ધ કાર્ય કરવું

શિવ પુરાણ અનુસાર જે વ્યક્તિ ધર્મ વિરુદ્ધ બોલે છે. તે પાપ નો ભાગી બને છે. તેવા લોકોને મહાકાળ દંડ આપે છે. એટલા માટે ભુલથી પણ ધર્મ વિષે કઇ પણ ખોટું ના બોલો. આ રીતના કામો કરવાથી તમારે દુર રહેવું જોઈએ અન્યથા તેના કારણે તમને નરકમાં જગ્યા મળશે.

ખોટી અફવા ફેલાવી

જો કોઈ જાણી જોઈને કોઈ વ્યક્તિ વિશે ખોટી અફવા ફેલાવે છે. તો મહાકાળ તે વ્યક્તિને દંડ આપે છે. શિવપુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખોટું બોલવું અને અફવા ફેલાવવી છળની શ્રેણીમાં આવે છે. જે લોકો અન્ય લોકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, ખોટી અફવા ફેલાવે છે કે પછી ખોટું બોલે છે, તેને મહાકાળ જરૂર સજા આપે છે.

અપમાન કરવું

જો કોઈ વ્યક્તિ પોતાના માતા-પિતા, ઘરની લક્ષ્મી, ગુરુ, પૂર્વજો કે પછી ઘરના કોઈ સદસ્યનું  અપમાન કરે છે કે પછી તેમને ખોટું બોલે છે. તો તેને કારણે મહાકાળ નારાજ થઈ જાય છે અને તે વ્યક્તિને કઠોર દંડ આપે છે. એવા લોકો પોતાના જીવનમાં હંમેશાં દુઃખી રહે છે.

લગ્ન તોડવાની કોશિશ કરવી

શિવપુરાણ અનુસાર જો કોઈ બીજાના લગ્ન તોડવાની કોશિશ કરે છે તો તે પાપ માનવામાં આવે છે. લગ્ન તોડવા વાળા લોકોને મહાકાલ સ્વયં દંડ આપે છે. એવા લોકોને જીવનમાં એક પછી એક કષ્ટ ઉત્પન્ન થવા લાગે છે. આ કારણે ક્યારેય પણ પતિ પત્નીના સંબંધોની વચ્ચે આવવું જોઈએ નહિં. કોઈનું લગ્ન જીવન બરબાદ કરવું પાપ સમાન હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *