આ ૭ મોટા અભિનેતાઓ સાથે અમિતાભ બચ્ચનનો છે ૩૬નો આંકડો, એક સાથે તો થઈ ચુકી છે ઝપાઝપી

Posted by

બોલીવુડનાં શહેનશાહ કહેવાતા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન આજે કોઈ ઓળખાણનાં મોહતાજ નથી. ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે જ આતુર રહે છે. બિગ બી ૭૯ વર્ષનાં થઈ ગયા છે. પરંતુ આજે પણ તે બોલિવુડમાં સક્રિય છે અને પોતાના દર્શકોને એન્ટરટેઇન કરી રહ્યા છે. ફિલ્મી દુનિયામાં નામ મેળવવાની સાથે સાથે અમિતાભ બચ્ચનનો અમુક સુપરસ્ટાર સાથે ૩૬નો આંકડો પણ રહ્યો છે. તેવામાં આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે, તે કલાકારો વિશે જે બોલિવુડમાં અમિતાભ બચ્ચનના દુશ્મન માનવામાં આવે છે. આવો જાણીએ કોણ છે આ કલાકાર.

ઋષિ કપુર

જે રીતે અમિતાભ બચ્ચન લાખો દિલો પર રાજ કરે છે, ઠીક એજ પ્રમાણે બોલિવુડ અભિનેતા ઋષિ કપુરને પણ ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો છે. પરંતુ એક સમય પર ઋષિ કપુર અને અમિતાભ બચ્ચનની વચ્ચે તિરાડ આવી ગઈ હતી. હકીકતમાં વર્ષ ૧૯૭૩માં બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળવાનો હતો. જે અભિનેતા ઋષિ કપુરને ફિલ્મ બોબી માટે મળી ગયો હતો. પરંતુ અમિતાભ બચ્ચનને લાગી રહ્યું હતું કે આ એવોર્ડ તેમને ફિલ્મ “જંજીર” માટે મળવો જોઈતો હતો. પરંતુ તેની વચ્ચે ખુલાસો થયો કે ઋષિ કપુરે આ એવોર્ડ પૈસા આપીને ખરીદ્યો હતો. ત્યારબાદ અમિતાભ બચ્ચન અને ઋષિ કપુરના રિલેશન ખરાબ થઈ ગયા હતા.

વિનોદ ખન્ના

કહેવામાં આવે છે કે અભિનેતા વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચે લાંબા સમય સુધી વિવાદ રહ્યો હતો. મતલબ અમિતાભ અને વિનોદ ખન્નાએ બોલિવુડમાં એક સાથે જ સ્ટારડમ પ્રાપ્ત કર્યું હતું. જે રીતે અમિતાભ બચ્ચનની ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાયેલી રહેતી હતી. એજ પ્રમાણે વિનોદ ખન્ના પણ દરેકનાં દિલ પર રાજ કરતા હતા. એટલું જ નહીં પરંતુ એવું કહેવાતું હતું કે જો વિનોદ પોતાના ફિલ્મી કારકિર્દીને લઈને સીરીયસ થઇ જાય તો તે અમિતાભ બચ્ચનથી પણ આગળ નીકળી શકે છે. ત્યારબાદ અમિતાભ અને વિનોદ ખન્ના વચ્ચે અલગાઉ ઉત્પન્ન થઈ ગયો હતો અને બંનેએ ઘણા દિવસ સુધી એકબીજા સાથે વાત કરી હતી નહિ.

રાજેશ ખન્ના

જાણીતા અભિનેતા રાજેશ ખન્ના અને અમિતાભના રિલેશન પણ સારા નહોતા. કહેવાય છે કે એક સમય પર અમિતાભ અને રાજેશ ખન્નાનું સ્ટારડમ એકબીજા પર ભારે પડી રહ્યુ હતુ. તેની વચ્ચે આ બંને કલાકારોએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિંહા અને અમિતાભ બચ્ચન પણ એક સમય પર દુશ્મન હતા. એક ઇન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, ફિલ્મ કાલા પથ્થર કરવા દરમિયાન તેમને કયારેય પણ  અમિતાભની બાજુની ખુરશી બેસવા માટે આપવામાં આવી ન હતી. એટલું જ નહીં પરંતુ શુંટિંગ પછી લોકેશન પરથી જ્યારે અભિનેતા હોટલ જતા હતા તો તેમને ક્યારેય પણ શત્રુઘ્નને કારમાં બેસવાની ઓફર ન આપી હતી. એવું પણ કહેવાય છે કે અમુક કારણોને કારણે ફિલ્મનાં સેટ પર અમિતાભ અને શત્રુઘ્ન ની લડાઈ પણ થઇ ગઇ હતી.

સલમાન ખાન

જી હા, સુપરસ્ટાર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે પણ રિલેશન સારા નથી. હકીકતમાં સલમાન ખાન એશ્વર્યા રાય સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. પરંતુ એશ્વર્યાએ સલમાનનો સાથ છોડી અમિતાભ બચ્ચનનાં દિકરા અભિનેતા અભિષેક સાથે લગ્ન કરી લીધા. તેવામાં અમિતાભ બચ્ચન અને સલમાન ખાનના રિલેશનમાં તિરાડ આવી ગઈ અને આ બંને પરિવાર વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા.

સંજય દત્ત

સુપર સ્ટાર સંજય દત્તનો પણ અમિતાભ બચ્ચન સાથે વિવાદ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે તો ફિલ્મ “ખુદા ગવાહ” માં સંજયને એક કિરદાર નિભાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ સંજય દત્તે આ ફિલ્મને કરવાથી ઇનકાર કરી દીધું. તેમણે કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં કામ નહિ કરશે. ત્યારબાદ આ બંને કલાકારો વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો હતો.

રણધીર કપુર

આ બન્ને દિગ્ગજ અભિનેતાઓ વચ્ચેનાં રિલેશન ત્યારે ખરાબ થયા જ્યારે રણધીર કપુરની દીકરી અને અભિનેત્રી કરિશ્મા કપુરની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ હતી. પરંતુ બંનેની સગાઇ વચ્ચે જ તુટી ગઈ. તેવામાં અમિતાભ અને રણબીરે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં પરંતુ આ બંને કલાકાર જ્યારે કોઇ પાર્ટી કે ફંક્શનમાં જોવા મળે છે, તો એકબીજાને ઈગ્નોર કરતા નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *