આ ૭ સંકેત મળે તો સમજી લેવું કે હવે તમારો સારો સમય આવવાનો છે, મનમાં જે ઈચ્છા હશે તે પુરી થશે

Posted by

ભાગ્યથી વધારે અને સમયથી પહેલા ક્યારે પણ કોઈને કંઈ મળતું નથી. જેના નસીબમાં જેટલું લખેલું હોય છે એટલું જ તેને મળે છે અને સમય આવવા પર જ મળે છે. એટલા માટે સમયની વ્યક્તિના જીવનમાં મહત્વની ભુમિકા હોય છે. ક્યારેક ક્યારેક મનુષ્યના જીવનમાં સારો સમય આવે છે, તો ક્યારેક ખરાબ સમય પણ આવે છે. કહેવામાં આવે છે કે જેવી રીતે સારો સમય મનુષ્યના જીવનમાં વધારે સમય સુધી રહેતો નથી, એવી જ રીતે ખરાબ સમય પણ વધારે સમય સુધી ટકતો નથી. સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. જો કોઈ વ્યક્તિનો સમય સારો હોય છે તો તેને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આજે અમે તમને અમુક એવા સંકેતો વિશે જણાવીએ જેના આધાર પરથી તમે પણ જાણી શકો છો કે હવે તમારો સારો સમય શરૂ થવાનો છે.

Advertisement

સવારે ઉઠી ગયા બાદ તમને પોતાની અંદર એક ખુશી મહેસુસ થવા લાગે અને જ્યારે તમે પોતાનો ચહેરો અરીસામાં જુઓ તો તમારા ચહેરામાં એક અલગ પ્રકારની ચમક મહેસુસ થવા લાગે તો સમજી જવું જોઈએ કે તે દિવસે તમારી સાથે કંઈક સારું થવાનું છે અથવા તો આવો સંકેત એવું પણ દર્શાવે છે કે તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ હવે ઓછી થવાની છે.

પુજાની થાળીમાંથી ફુલ નું અથવા ચંદનનું નીચે પડવું, તમને એવો આભાસ થાય કે ઈશ્વરની મુર્તિ તમને જોઈને હસી રહી છે, ઘરમાં પ્રિય અતિથિ નું આગમન થવું, ઘરમાં ચાંદી અને સોનાનું આવવું તથા મહિલાઓના ડાબા અને પુરુષોના જમણા અંગનું ફરકવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ બધા સંકેત તમને આવનારા શુભ સમય વિશે સુચિત કરે છે.

કોઈપણ કારણ વગર જો તમને પરિવારના કોઈ સદસ્ય તરફથી અમુક પૈસા મળે છે તો તેનો મતલબ છે કે તમને કોઈ કામમાં સફળતા મળવાની છે અને તમારો જેટલો પણ ખરાબ સમય હતો તે હવે ખુબ જ જલ્દી દુર થવાનો છે. તેની સાથે જ તમારા ધનમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના વધી જાય છે.

જો તમે કોઈ કાર્ય માટે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને તમને રસ્તામાં પાણીથી ભરેલો ઘડો અથવા તો દુધથી ભરેલું વાસણ જોવા મળે તો તેને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમે હવે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે અને તમારી પ્રગતિ થશે.

તે વાત તો આપણે બધા જાણીએ છીએ કે પશુ પક્ષી પણ આપણને આવનારા સમય વિશે સંકેત આપતા હોય છે. જો તમારા ઘરની આસપાસ બિલાડી બાળકોને જન્મ આપે છે તો તેને પણ શાસ્ત્રો અનુસાર સારો સંકેત માનવામાં આવે છે. વળી જો તમે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ હસતું બાળક જોવા મળે તો સમજી લેવું જોઈએ કે હવે તમારા સારા દિવસો જલ્દી શરૂ થવાના છે. તેની સાથે જ તમારો દિવસ પણ ખુબ જ શુભ પસાર થવાનો છે.

શરીરનાં જમણા અંગોનું ફરકવું પણ શુભ માનવામાં આવે છે. જમણો ગાલ, જમણો હાથ ફરકવો વ્યક્તિની સુખ સમૃદ્ધિ તરફ ઈશારો કરે છે. આ સંકેત જણાવે છે કે આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં વ્યક્તિને બરકત પ્રાપ્ત થશે.

જો તમારી આંખ બ્રહ્મ મુહુર્તમાં એટલે કે સવારે ૪:૨૪ વાગ્યાથી સવારે ૫:૧૨ વાગ્યાની વચ્ચેના સમયમાં ખુલે છે અને તમને ઈશ્વરનું સ્મરણ થાય છે અથવા તો એવો આભાસ થાય કે જાણે તમને કોઈ વ્યક્તિ કોઈ દિશા તરફ લઈ જઈ રહ્યું છે તો સમજી લેવું જોઈએ કે તમારા માટે સફળતાના નવા દ્વાર ખુલી જવાના છે. તમને જીવનમાં યોગ્ય રસ્તો મળશે, જેના પર ભગવાન પોતે તમારું સમર્થન કરશે.

ઘણા સમયથી ચાલી રહેલ ખર્ચા, અકારણ વગર આવતા સંકટ અચાનક ટળવા લાગે અને ધનનાં નવા સ્ત્રોત ખુલવા લાગે તો આ સંકેત ઉપરથી સમજી લેવું જોઈએ કે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી નું આગમન પણ થઈ ચુક્યું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.