આ ૮ ચીજો સવારે આંખ ખુલતા ની સાથે જ તમારી સામે જોવા મળે તો સમજી લો કે ચમકી જશે તમારો દિવસ

Posted by

આપણે બધા માનીએ છે કે જો દિવસની શરૂઆત સારી હોય છે તો આખો દિવસ સારો જાય છે. જ્યારે તેના વિપરીત કંઈક થઈ જાય તો આખો દિવસ ખરાબ થઈ જાય છે. દરેક વ્યક્તિને ક્યાંકને ક્યાંક એવી ઈચ્છા હોય છે કે તેનો દિવસ સારો જાય. આખો દિવસ તે આનંદમાં રહે. નવો દિવસ, નવુ સાહસ અને નવી ઉમંગ લઈને આવે. જ્યારે તમે પણ તમારા મોટા વડીલને એવું કહેતા સાંભળ્યા હશે કે જેમ કે કોઈ વ્યક્તિ કે વસ્તુ સવારે ઉઠતા જ દેખાઈ ગઈ એટલા માટે દિવસ ખરાબ થઈ ગયો કે પછી સારો થઈ ગયો. એટલું જ નહીં ઘણા લોકો તો એવા હોય છે કે તે પોતાની સાથે થોડી વસ્તુ લઈને જ સુવે છે કે પોતાના બેડરૂમની આસપાસ જ એવી વસ્તુ રાખે છે, જેથી ઉઠતાં જ પહેલા તે વસ્તુને જુએ, જેનાથી તેમનો દિવસ સારો જાય.

વળી પ્રકૃતિ પણ આપણને ઘણું કહે છે, જેનાથી આપણે તે અનુમાન લગાવી શકીએ છીએ કે કયો દિવસ સારો પસાર થશે અને કયો દિવસ ખરાબ વીતશે. આ સંકેતોનાં માધ્યમથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે તે કઈ વસ્તુ છે. જે તમને સવારે દેખાઈ જાય તો તમારો દિવસ શુભ રહેશે.

મુખ્ય દ્વાર પર ગાયનો અવાજ

જણાવી દઇએ કે જો સવાર સવારમાં તમારા મુખ્ય દરવાજા પર ગાય આવે છે અને બોલવાનું શરૂ કરી દે છે. તો આ એક શુભ સંકેત છે. એનાથી આપણે એ સમજવું જોઈએ કે આપણા ઘર પર માતા લક્ષ્મીની કૃપા છે. જો એવું તમારી સાથે થાય છે, તો તમે ગાયને પગે લાગો અને તેના માથા પર હાથ ફેરવો. ત્યાર બાદ એને કંઈ ખાવા માટે આપો. તેનાથી તમારો દિવસ સારો જશે.

મંદિરની ઘંટીનો અવાજ

જો તમને સવાર સવારમાં મંદિરની ઘંટીનો અવાજ સંભળાય તો એ પણ ઘણું શુભ પ્રતિક માનવામાં આવે છે. આ તે વાતનો સંકેત માનવામાં આવે છે કે તમારા અટકેલા બધા કાર્ય જલ્દી પૂરા થવાના છે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જતા સમયે જો રસ્તામાં મંદિરની ઘંટીનો અવાજ સાંભળવા મળે છે તો તેને ખુબ જ શુભ સંકેત સમજવો જોઇએ. કારણ કે આ સંકેત જણાવે છે કે તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો, તે જરૂર પૂરું થશે.

કરોળિયાને ચઢતો જોવો

સવારે પથારીમાંથી ઊઠીને તરત બાદ તમે કરોળિયાને ઘરની દિવાલ પર કે ક્યાંક પણ ચઢતા જુઓ છો, તો આ એક શુભ સંકેત છે. તે સંકેત જણાવે છે કે તમારી પ્રગતિ થઈ શકે છે. તે દેખાવા પર તમારી સફળતાની સંભાવના વધે છે.

પક્ષીનું બોલવું

જો સવારે ઉઠતા તમને પક્ષીનો અવાજ સંભળાય છે કે પક્ષીનાં બોલવાના અવાજથી તમારી ઊંઘ ખુલી જાય છે તો એને સારો સંકેત સમજવો જોઈએ. તે આ વાતનો સંકેત છે કે તમારો દિવસ ઘણો સારો વીતવાનો છે. ઈશ્વર તમારા પર મહેરબાન છે. જો તમારા ઘરમાં પક્ષી આવે છે તો તમારે એને દાણા નાંખવા જોઈએ. તમારે તમારા ઘરની બાલ્કનીમાં પક્ષી માટે પાણી અને દાણા રાખવા જોઈએ. તેનાથી તમારી સમૃદ્ધિ વધશે.

સવાર સવારમાં સોનુ કે તાંબુ દેખાવું

સવારે આંખ ખુલતા જ જો તમને સોનુ કે તાંબુ નજર આવે છે તો એ પણ શુભ સંકેત છે.  તેનાથી આખો દિવસ તમારી સાથે પોઝિટિવ એનર્જી જળવાઈ રહે છે. તે આ વાતની ગેરંટી છે.

લાલ વસ્ત્રમાં સુહાગણ સ્ત્રી

સવારે કોઈ કાર્ય માટે પ્રસ્થાન કરતા સમયે જો કોઈ નવી સુહાગણ સ્ત્રી લાલ રંગના વસ્ત્રોમાં નજર આવે છે તો તે ઘણુ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારે સમજવું જોઈએ કે તમારો ભાગ્યોદય થવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપશે.

ઘાસ ગોબર

જો સવારે તમને ઘાસ પર ગોબર કે ઘાસ અને ગોબર જોવા મળે છે, તો તે એક સારો સંકેત છે. તે તમારા જીવનમાં સુખ અને શાંતિનાં આગમનનું સુચક છે.

કોઈને સાવરણી લગાવતા જોવું

હંમેશા ઘરની બહાર જતા સમયે તમને ઘણા લોકો સવાર સવારમાં સાવરણી લગાવતા જોવા મળશે. તે જોવામાં ભલે સારું ન લાગે પરંતુ આ એક શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મીનું તમારાથી પ્રસન્ન થવાની નિશાની છે. આવું થવા પર તમને ધનની પ્રાપ્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *