આ ૯ ટીવી એક્ટ્રેસ સાથે સિધ્ધાર્થ શુક્લાને થયો હતો પ્રેમ, પરંતુ છતાં પણ તેમનો દરેક પ્રેમ અધુરો રહી ગયો

Posted by

બીગ બોસ સિઝન-૧૩ નાં સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ અને વિજેતા સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી રહ્યા. જી હાં, તેમના નિધન પછી દરેક તરફ તેની ચર્ચા છે. અમે તમને જણાવી દઈએ કે માત્ર ૪૦ વર્ષમાં દુનિયાને અલવિદા કહેવા વાળા સિદ્ધાર્થ શુક્લા જેટલું પોતાના કામને લઈને ચર્ચામાં રહ્યા છે, તેનાથી પણ ઘણા વધારે તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાઓમાં જળવાઈ રહેતા હતા.

એક વિશેષ વાત સિદ્ધાર્થ શુક્લાનું નામ તો ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું પરંતુ તેને  સાચો પ્રેમ નસીબ થયો નહીં. જી હાં, સિદ્ધાર્થની લવ લાઈફની વાત કરીએ તો તેના અફેરની ચર્ચા ઘણી ટીવી અભિનેત્રીઓ સાથે ચર્ચામાં રહી, પરંતુ  છેલ્લે સુધી તેમના લગ્ન થયા નહિ અને તે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. આવો આજે અમે તમને જણાવીએ કે કઈ કઈ અભિનેત્રીઓ સાથે તેમના પ્રેમની ચર્ચાઓ થઈ હતી.

રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા રીલેશનશીપ

જણાવી દઇએ કે રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાએ એક બ્લોક બસ્ટર શો “દિલ સે દિલ તક” માં સાથે કામ કર્યું હતું. બંને આ સીરિયલમાં પતિ અને પત્ની બન્યા હતા. શો ની શુટિંગ દરમિયાન રશ્મિ અને સિદ્ધાર્થ વચ્ચે ઘણી સારી મિત્રતા થઈ હતી. બંનેની મિત્રતા આગળ વધી અને તે એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા. ખબર તો એવા પણ છે કે બંને એકબીજાને ડેટ પણ કરતા હતા.

પરંતુ એક દિવસ ન જાણે એવું શું થયું કે બંને નો પ્રેમ નફરતમાં બદલાઈ ગયો. ત્યારબાદ સેટ પર જ બંને વચ્ચે તકરાર થઈ જતી. ધીરે-ધીરે બંનેની લડાઈ એટલી વધી ગઈ કે સિદ્ધાર્થને શો છોડવા પડ્યો. સિદ્ધાર્થના ગયા બાદ રશ્મિએ પણ શોને કંટીન્યુ નહીં કર્યો. ત્યારબાદ બન્નેને જ બિગ બોસ હાઉસની અંદર સાથે જોવામાં આવ્યા.

શહેનાઝ ગીલ

સિદ્ધાર્થ શુક્લાની ગર્લફ્રેન્ડની લિસ્ટ તો ઘણી લાંબી રહી, પરંતુ જ્યારે પણ તેમની હાલની રિલેશનશીપની વાતો ઉઠે છે તો હંમેશા શહેનાઝ ગીલનું નામ જ લેવામાં આવે છે. જી હાં, બિગ બોસ હાઉસમાં બંને એકબીજાના ઘણા નજીક આવી ગયા હતા અને હેસટેગ #SidNazKiShaadi હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી જતું હતું. જોકે બંને ક્યારેય લગ્નનાં બંધનમાં બંધાયા નહિ, પરંતુ સિદ્ધાર્થનાં નિધન પછી એવા સમાચાર છે કે  શહેનાઝ ગીલ ઘણી પરેશાન થઈ ગઈ છે.

આકાંક્ષા પુરી

એક્ટર સિદ્ધાર્થ શુક્લા ઘણી હસીનાઓ સાથે રિલેશનને લઈને ચર્ચામાં રહ્યા હતા. બિગ બોસ સિઝન-૧૩માં જ્યાં આકાંક્ષા પુરી નાં પારસ છાબરા સાથે રિલેશનમાં હોવાની ખબર આવી હતી તો ત્યાં સિદ્ધાર્થ શુક્લા પણ આકાંક્ષા પુરીને ડેટ કરી ચુક્યા છે. જણાવી દઈએ કે પારસ છાબરા એ જાતે વાત કન્ફર્મ કરી હતી કે સિદ્ધાર્થ અને આકાંક્ષા એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ આકાંક્ષા સાથે પણ સિડ ની મહોબ્બત ક્યારેય પુરો થયો નહીં.

શેફાલી જરીવાલા

અભિનેત્રી શેફાલી જરીવાલા બિગ બોસ હાઉસમાં સામેલ થવા પહેલા પોતે આ વાતનો ખુલાસો કરી ચુકી છે કે તેમનો અને સિદ્ધાર્થ શુક્લાનો ભુતકાળ રહ્યો છે. એટલું જ નહીં કહેવાય છે કે કારકિર્દીની શરૂઆતમાં બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ આ ઇશ્ક પણ આખરે અધુરો જ રહી ગયો.

આરતી સિંહ

બિગ બોસ હાઉસમાં સિદ્ધાર્થ શુક્લા ની કો-કન્ટેસ્ટન્ટ રહેલી આરતી સિંહ પણ તેમની સાથે રિલેશન માં રહેવાની વાત કહી ચુકી છે. આરતીએ જણાવ્યું હતું કે તે સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં રહી છે, પરંતુ બંનેએ ક્યારેય લગ્ન નથી કર્યા.

દ્રષ્ટિ ધામી

ટીવી દુનિયાની સૌથી લોકપ્રિય અભિનેત્રી માંથી એક દ્રષ્ટિ ધામી પણ સિદ્ધાર્થ સાથે રિલેશનશિપમાં રહી ચુકી છે. જી હાં, અભિનેત્રી એ નીરજ ખેમા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશન માં રહેવા માટે ઘણી વધારે ચર્ચામાં રહી છે.

સ્મિતા બંસલ

સ્મિતા બંસલ ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો રહી છે. ટીવી શો “બાલિકા વધુ” માં બંને એ સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેના રિલેશનશિપ ની ઘણી ચર્ચાઓ રહી હતી. જો કે બંનેએ આ રિલેશનને ક્યારેય પણ ખુલીને કબુલ કર્યો નહીં.

પવિત્રા પુનિયા

સિદ્ધાર્થ શુક્લા અને પવિત્રા પુનિયા ટીવી શો “લવ યુ જિંદગી” માં સાથે કામ કરી ચુક્યા છે. બંનેનો રિલેશન એક સમયમાં ટોક ઓફ ધ ટાઉન હતો. પરંતુ બંનેનો આ રિલેશન કંઈ ખાસ ચાલ્યો નહીં અને એક સમય પછી બંને અલગ થઈ ગયા.

તનિષા મુખર્જી

કાજોલની નાની બહેન તનિષા મુખર્જી પણ સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં રહી છે. જણાવી દઇએ કે બંનેની મહોબ્બતની ઘણી ચર્ચા થઈ હતી પરંતુ બંનેએ આ રિલેશન આગળ વધાર્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *