આ આલીશાન ઘરમાં રહે છે રિતેશ-જેનેલિયા, અંદરથી મહેલ જેવું દેખાય છે કપલનું સપનાનું ઘર

Posted by

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાની જોડી ફિલ્મી દુનિયાની લોકપ્રિય જોડી માંથી એક છે. બંનેને ફેન્સ ઘણા પસંદ કરે છે. બતાવી દઇએ કે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા મુંબઈનાં જુહુ એરિયામાં પોતાના પરિવાર સાથે રહે છે. આવો આજે તમને બંનેનાં ઘરની ઝલક બતાવીએ. રીતેશ અને જેનેલિયાનો આ આલિશાન બંગલો સફેદ રંગમાં રંગાયેલો છે. ઘરનો મેન ડોર પેસ્ટલ વાઇટ રંગ નો છે, જેના પર નકશીનું કામ કરેલું છે. ઘરની બનાવટ તેને એક શાહી લુક આપવાનું કામ કરે છે.

રિતેશનાં ઘરે શાહી સીડીઓ પણ છે, જે બંને તરફથી ખુલ્લી છે. કપલ હંમેશા જગ્યા પર પોતાની ફોટો પડાવે છે. આ ફોટામાં જોઈ શકાય છે કે તહેવારના અવસર પર રિતેશ સીડી પર પોતાના બંને દીકરા સાથે નજર આવી રહ્યા છે.

આ રીતેશ અને જેનેલિયાનાં ઘરનો અંદરનો નજારો છે. ઘરની અંદર રહેલી સીડી પર બેસીને જેનેલિયા ફોટો પડાવી રહી છે. જ્યાં પછાડી જેનેલિયાનાં દિવંગત સસરા અને રીતેશનાં પિતા વિલાસરાવ દેશમુખનો ફોટો લગાવેલો છે.

જ્યારે આ ફોટોમાં જોઈ શકાય છે કે આખો દેશમુખ પરિવાર નજર આવી રહ્યો છે. રીતેશની માતા, તેમના બંને દીકરા, જેનેલિયા અને રીતેશ પોતાની પિતાની ફોટો સાથે પોઝ આપી રહ્યા છે. અંદરથી દેખાવમાં ઘર કોઈ મહેલની જેમ નજર આવે છે.

રિતેશનાં ઘરમાં એક મોટો અને આલીશાન લિવિંગ રૂમ બનેલો છે. ઘરનાં આ ક્ષેત્રમાં ગ્રે રંગનાં સોફા લાગેલા છે અને ઘર ની દિવાલને ભુરા રંગથી સજાવવામાં આવેલી છે.

ઘરની દીવાલને સફેદ રંગ થી સજાવવામાં આવી છે, જ્યારે દિવાલ પર સુંદર ફોટા પર લાગેલા છે.

ઘરની અંદર બધી વસ્તુઓ ખુબ જ લક્ઝરી અને આકર્ષક છે. આ ફોટાને જોવા પર કોઈ ફાઈવ સ્ટાર હોટલની યાદ આવે છે.

રીતેશ અને જેનેલિયાનાં ઘરમાં પાલતું કુતરા પણ છે. હંમેશા રીતેશ અને જેનેલિયા પોતાના કુતરા સાથે મસ્તી કરતા નજર આવે છે.

રીતેશ અને જેનેલિયા એ ખાસ રીતે લાઇટિંગનું કામ કરાવ્યું છે. જેના કારણે એમના ઘરમાં દરેક ખુણામાં લાઇટ પડે છે અને બંને હંમેશા પોતાના ઘરના એરિયામાં ફોટો પડાવે છે.

રિતેશમાં ઘરની દિવાલ ખાસ રીતે સજાવવામાં આવી છે. ઘરની દરેક દિવાલ પર કંઈક યુનિક અને નવા કામ સાથે જોવા મળે છે. ઘરની દિવાલ પર ખાસ રીતનું કામ ઘરને સુંદર બનાવે છે.

જણાવી દઇએ કે રીતેશ અને જેનેલિયા ફિલ્મ “તુજે મેરી કસમ” ની શુટિંગ દરમિયાન મિત્ર બન્યા હતા અને પછી બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી. ત્યારબાદ બંનેએ વર્ષ ૨૦૧૨માં લગ્ન કરી પોતાના રિલેશનને નવું નામ આપી દીધું હતું. જણાવી દઇએ કે રીતેશ પોતાની પત્ની જેનેલિયા થી ઉંમરમાં લગભગ ૯ વર્ષ મોટા છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા બે દીકરાનાં માતા પિતા છે. એક દીકરાનું નામ રિયાન અને બીજાનું નામ રાહિલ છે. રિયાન મોટો જ્યારે રાહિલ નાનો દીકરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *