આ ૩ અભિનેતાઓનાં પ્રેમમાં પાગલ બની ચુકેલી છે નોરા ફતેહી, જેમાંથી એક તો પરણિત છે

Posted by

નોરા ફતેહી એક એવું નામ છે જેના ડાન્સને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય. ગીત ભલે “સાકી સાકી” હોય કે પછી “દિલબર દિલબર”. આ બધા ગીતમાં નોરા ફતેહીએ આપણા બધાને ઘણા એન્ટરટેઇન કર્યા છે. જણાવી દઇએ કે આઈટમ ડાન્સને ખોટી રીતે જોવા વાળા લોકોનો નોરા ફતેહીએ દૃષ્ટિકોણ જ બદલી નાંખ્યો. નોરા ફતેહી અભિનેત્રી, ડાન્સર અને મોડલ છે. તેનો જન્મ એક “એરેબિક મોરક્કન ફેમિલી” માં થયો છે. વળી તેમના પિતા કેનેડિયન હતા, પરંતુ માતા ભારત સાથે સંબંધ ધરાવતી હતી અને નોરા ફતેહીનો જન્મ ૬ ફેબ્રુઆરી, ૧૯૯૨માં કેનેડાનાં ટોરન્ટો શહેરમાં થયો.

પોતાની માતાને કારણે કદાચ નોરાને શરૂઆતથી જ બોલીવુડ તરફ મોહ હતો. નોરા ફતેહીને શરૂઆતથી બોલીવુડ ઘણું પસંદ હતું અને તેને ડાન્સ કરવાનું તેનાથી પણ વધારે પસંદ હતું. જ્યારે એક અરેબિક ફેમિલી થી સંબંધ રાખવા વાળી નોરા ફતેહીનાં ફેમિલીમાં કોઈને પણ તેનો ડાન્સ કરવો પસંદ ન હતો. ફેમિલીને પસંદ ન હોવા છતાં પણ ડાન્સ પ્રત્યે તેનો લગાવો ઓછો થયો નહિ અને તે છુપાઈને પોતાના રૂમમાં કોઈની ગાઇડલાઈન વગર ટીવી અને ઈન્ટરનેટનાં માધ્યમથી ડાન્સ શીખતી હતી.

જણાવી દઇએ કે એ ખુબજ ઓછા લોકોને ખબર હશે કે જ્યારે પહેલી વાર તેને પોતાના સ્કુલમાં પોતાના થોડા મિત્રોને ડાન્સ બતાવ્યો તો તેને પોતાના ડાન્સ માટે મજાક પાત્ર પણ બનવું પડ્યું. પરંતુ છતાં પણ તેણે હિંમત હારી નહિ અને પોતાના પ્રયાસને સતત ચાલુ રાખ્યા. જ્યારે તે હાઈસ્કુલમાં ગઈ તો એક દિવસ તેણે પોતાના જ સ્કુલની ડાન્સ પ્રતિયોગિતામાં ભાગ લીધો અને તેણે પોતાના ડાન્સથી બધાને ખુબ જ વખાણ કરવા પર મજબુર કરી દીધા અને તે પ્રતિયોગીતા પણ જીતી ગઈ.

આ તો વાત હતી નોરા ફતેહીનાં જીવન સાથે જોડાયેલી. આજે જ્યારે નોરા આજના સમયમાં ઘણી પોપ્યુલર થઈ ચૂકી છે. તેવામાં તેના થોડા જુના રિલેશન પણ સામે આવી રહ્યા છે. તેવામાં આવો હવે તેનાથી જોડાયેલી વાતોની ચર્ચા કરીએ.

જણાવી દઇએ કે અંગદ બેદી, જે નેહા ધુપિયાનાં પતિ છે અને સાથે જ એક સારી ફિલ્મોમાં કામ કરવા વાળા કલાકાર. થોડા દિવસ પહેલા તેમણે એક ઇન્ટરવ્યુ આપ્યું, જેમાં તેણે પોતાના અને નોરાનાં વિશે જુની વાતો જણાવી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન અંગદ એ જણાવ્યું હતું કે, તે નેહા પહેલા નોરા ફતેહી સાથે રિલેશન માં રહી ચૂક્યા છે. તેમનું કહેવાનું છે કે જો આપણે સંબંધ વધારે સમય સુધી ન સંભાળી શકીએ તો સારું એજ હોય છે કે એ રિલેશનને સમાપ્ત કરી દેવો જોઈએ. તે રિલેશનને જાળવી રાખવા માટે કોશિશ જરૂર કરવામાં આવે છે. અમે પણ તે કોશિશ કરી હતી. પરંતુ અમારો તે રિલેશન સારી રીતે આગળ વધી શક્યો નહીં.

જો રિલેશન આ રીતે સમાપ્ત થાય છે તો તેની પાછળ પણ ક્યાંકને ક્યાંક સારી વાત છુપાયેલી હોય છે. કારણકે કોઈકે આપણા માટે સાચા રસ્તાને પસંદ કરીને રાખ્યો હોય છે અને એવું જ નોરા અને મારી સાથે થયું. આખરે મેં તેને જણાવ્યું કે તેને નેહા મળી ચૂકી છે અને નોરાનાં જીવનમાં પણ કોઈ સારો હમસફર આવી જાય.

અંગદ બેદી ખુબ જ ખુશ છે કે ભલે ધીરે ધીરે પરંતુ નોરા ફતેહીનાં જીવનમાં જે આજે બદલાવ આવ્યા છે અને જે પોપ્યુલારિટી તેને મળી ચૂકી છે અને સાથો સાથ જ તેના કામને અહીં દરેક લોકો પસંદ કરી રહ્યા છે. અંગદ બેદીએ આ વાતનો ખુલાસો પણ કર્યો કે તેમનો અને નોરાનો સંબંધ વધારે દિવસો સુધી ચાલ્યો નહીં, પરંતુ જેટલા સમય પણ તે રિલેશનમાં રહ્યા તે ખુશ રહ્યા.

તે સિવાય નોરા વરિન્દર ઘુમાનને પણ ડેટ કરી ચૂકી છે. વરિન્દર ઘુમાન એક બોડી બિલ્ડર છે અને બન્નેની મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે નોરા ફતેહી સ્ટ્રગલ કરી રહી હતી અને વરિન્દર ઘુમાન પોતાનાં ફિલ્ડમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યા હતા. તે બંને થોડા સમય સુધી એકબીજાને ડેટ કરી શક્યા અને ત્યારબાદ બંનેએ પોતાના રસ્તા અલગ-અલગ પસંદ કરી લીધા.

ત્યારબાદ પ્રિન્સ નરુલા, જે એક અભિનેતા અને ટીવી પર્સનાલિટી છે. નોરા ફતેહીનો તેની સાથે એક સમયે રિલેશન રહી ચુકેલ છે. નોરા ફતેહી અને પ્રિન્સ નરુલા ની મુલાકાત બિગબોસમાં થઈ હતી અને આ શોમાં આ બંને વચ્ચે ઘણી વખત તકરાર પણ જોવા મળતી હતી અને એમની વચ્ચે રોમાન્સ પણ નજર આવતો હતો.

શો થી બહાર આવ્યા બાદ પણ આ બંને વચ્ચે ઊંડી મિત્રતા થઈ અને ત્યારબાદ થોડા સમય સુધી આ બંનેએ ડેટ પણ કર્યું. પરંતુ પ્રિન્સ નરુલા પ્રેમ તો યુવિકા ચૌધરીને જ કરતા હતા. વળી ધીરે ધીરે તેની સાથે તેમની લવ લાઈફ આગળ વધી અને પ્રિન્સ નરુલાએ નોરા ફતેહીને છોડી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *