આ અભિનેત્રીનો ડાન્સ જોઈને પાગલ બન્યા અક્ષય કુમાર અને સલમાન ખાન, પ્રપોઝ કરીને કહ્યું – “મુઝસે શાદી કરોગી”, જુઓ વિડીયો

Posted by

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ને કોઈ ઓળખ ની જરૂરિયાત નથી. તેને દેશભરમાં કરોડો લોકો ઓળખે છે. તેમણે પોતાના દમ ઉપર ખુબ જ સારું સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેનો ડાન્સ જોઈને દરેક લોકો દીવાના બની જાય છે. સ્ટેજ શો થી શરૂઆત કરવા વાળી સપનાએ આજે બોલિવુડની ફિલ્મો સુધીની સફર ખેડી છે. આ બધું તેની આવડતને લીધે શક્ય બન્યું છે. આજે પણ સપનાનો ડાન્સ જોવા માટે હજારો લોકોની ભીડ એકઠી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એક વખત સપનાએ પોતાના ડાન્સથી સલમાન ખાન અને અક્ષય કુમારને પણ પોતાના દિવાના બનાવી લીધા હતા.

તે વાત તો બધા જાણે છે કે સપના ચૌધરી ટીવીના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ ૧૧ માં ભાગ લીધો હતો. આ શોમાં તેમણે પોતાના ડાન્સથી દરેક લોકોના હોશ ઉડાવી દીધા હતા. તેવામાં હવે તેમનો આ જુનો ડાન્સ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે અક્ષય કુમાર અને સલમાન ખાનની સાથે બિગ બોસના મંચ ઉપર ખુબ જ શાનદાર ડાન્સ કરી રહેલ છે. તેનો આ વીડિયો બિગ બોસની સિઝન ૧૧નાં ગ્રાન્ડ ફીનાલે નો છે. તેમાં અક્ષય કુમાર પણ સામેલ થયા હતા. તેવામાં સપનાએ સલમાન ખાન અને અક્ષય કુમારની સાથે સ્ટેજ પર “મુજસે શાદી કરોગી” ગીત ઉપર ડાન્સ કર્યો હતો.

ગ્રીન કલરની સાડીમાં સપના ચૌધરી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેમણે સાડીની સાથે હેવી જ્વેલરી પણ પહેરેલી હતી. જ્યારે તે સ્ટેજ ઉપર ઠુમકા લગાવવાનું શરૂ કરે છે તો દરેક લોકો ની નજર તેની ઉપર અટકી જાય છે. ડાન્સ વિડીયો ને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે સપના ચૌધરી ની બિગ બોસ-૧૧ માં સફર લાંબી રહી ન હતી. તે ખુબ જ જલદી બહાર થઈ ગઈ હતી. પરંતુ પોતાની સફરમાં તેમણે લોકોના દિલમાં ઊંડી છાપ છોડી દીધી હતી. ખુદ સલમાન ખાને એન્ટ્રીનાં સમયે તેમને હાથ જોડીને સ્વાગત કર્યું હતું. શો દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતું કે ફેન્સ સૌથી વધારે સપના ચૌધરી ની એન્ટ્રી ની રાહ જોઈ રહ્યા હતા. સલમાન ખાને જણાવ્યું હતું કે જ્યારે સપના ચૌધરી બિગ બોસના ઓડિશન માટે આવી હતી, તો દરેક લોકો તેની સાથે ફોટો લેવા માંગતા હતા. જેના કારણે ત્યાં ખુબ જ ભીડ એકઠી થઈ ગઈ હતી. વળી અમારા ગાર્ડ પણ સપનાને જોવા માટે એકઠા થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *