આ અભિનેત્રી ઉપર ફીદા છે રામગોપાલ વર્મા, હંમેશા ઉઘાડા-ઉઘાડા ફોટા પોસ્ટ કરે છે અભિનેત્રી

Posted by

રામગોપાલ વર્મા હાલના દિવસોમાં કંઈક અલગ જ મુડમાં ચાલી રહ્યા છે. એક સમય હતો, જ્યારે તેમની ફિલ્મો જોઈને હોલીવુડ ફિલ્મોની યાદ આવી જતી હતી. કંપની, રોડ અને રક્ત ચરિત્ર જેવી શ્રેષ્ઠ ફિલ્મો બનાવવા વાળા રામગોપાલ વર્માએ હવે ઘોષણા કરી છે કે “ક્લાઈમેક્સ” અને “નેકેડ” જેવી ફિલ્મો બાદ તેઓ “થ્રીલર” નામથી ફિલ્મ બનાવશે. ખાસ વાત એ છે કે તેમણે આ ફિલ્મ માટે ઓડિશાની એક અભિનેત્રીની પસંદગી કરેલ છે, જેનું નામ છે અપ્સરા રાની. રામગોપાલ વર્માની આ નવી શોધ રાતોરાત ઇન્ટરનેટ ઉપર છવાઈ ગઈ છે. તેની તસ્વીરો ખુબ જ વાયરલ થઈ રહી છે.

Advertisement

રામગોપાલ વર્માએ સોમવારનાં રોજ ટ્વિટ કર્યું હતું કે આરજીવી વર્લ્ડ થિયેટર ની આગલી ફિલ્મ ની હિરોઈન અપ્સરા રાની છે. આ ફિલ્મનું નામ “થ્રીલર” હશે. તે “ક્લાઇમેક્સ” અને “નેકેડ” ની સફળતા બાદ ની કહાની હશે. રામગોપાલ વર્માએ ત્યારબાદ અપ્સરા ની એક બાદ એક ૮ ફોટો શેર કરી હતી.

રામગોપાલ વર્માએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે અપ્સરા ઓડિશા સાથે સંબંધ ધરાવે છે. તેનો જન્મ ઓડિશામાં થયેલો છે અને તેનું પાલનપોષણ દેહરાદુન માં થયેલ છે. હાલના સમયમાં અપ્સરા હૈદરાબાદમાં રહે છે. રામગોપાલ વર્મા અનુસાર અપ્સરા એક શ્રેષ્ઠ ડાન્સર છે અને તેનાથી પણ વધારે તે સારી અભિનેત્રી છે.

દિલચસ્પ બાત એ છે કે રામ ગોપાલ વર્માનાં ટ્વીટ કરવાના ફક્ત ૭ કલાકમાં ટ્વિટર ઉપર અપ્સરા રાની ના ૧૦,૦૦૦ ફોલોવર્સ વધી ગયા હતા. રામગોપાલ વર્માએ તે વાતનો પણ ઉલ્લેખ ટ્વિટ કરીને કર્યો હતો કે, “કોઈ નવી અભિનેત્રી માટે આ એક રેકોર્ડ છે.”

અપ્સરા એ જુલાઈ મહિનામાં જ ટ્વીટર ઉપર પોતાનો એકાઉન્ટ બનાવેલ છે. હાલના સમયમાં જ્યારે આ આર્ટિકલ લખવામાં આવી રહ્યો છે, ત્યારે તેને ટ્વિટર ઉપર ૮૫ હજારથી વધારે લોકો ફોલો કરવા લાગ્યા છે.

રામગોપાલ વર્મા લખે છે કે ૧૯૯૯ માં આવેલા તોફાન બાદ તેઓ ઓડિશા વિશે ખુબ જ ઓછું જાણતા હતા, પરંતુ અપ્સરા સાથે મુલાકાત થયા બાદ તેમને અહેસાસ થયો હતો કે ઓરિસ્સા ઘણા પ્રકારના તોફાન ક્રિયેટ કરી શકે છે. રામગોપાલ વર્માની આ વાત ઘણા બધા યુઝર્સને પસંદ આવી નહીં, જેથી ઘણા લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

રામગોપાલ વર્માએ “થ્રીલર” નાં સેટ ઉપરથી પણ એક તસ્વીર શેર કરેલી છે, જેમાં તેઓ અપ્સરા ની સાથે ડિનર કરતા નજર આવી રહ્યા છે. આ ફોટો ને શેર કરીને આરજીવી એ લખ્યું છે કે, “પરીઓ જેવી અપ્સરા રાની સાથે ટ્રેલરના સેટ ઉપર ડિનર કરતા.”

અપ્સરાએ મોડી રાત્રે એક ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, “અડધી રાત થઈ ગઈ છે. હું એટલી એક્સાઇટેડ છું. મારા ૧૫,૦૦૦ ફોલોવર્સ થઈ ગયા.” તેના જવાબમાં રામગોપાલ વર્માએ લખ્યું, “એક શંકા છે. રાતના ૧૨:૫૯ વાગ્યે આ તસ્વીર કોણે લીધી?” તેના જવાબમાં અપ્સરાએ પણ લખ્યું, “મારી માં એ. તે ખુબ જ સારી ફોટોગ્રાફર છે.”

જેથી સોશિયલ મીડિયા યુઝર્સ નું એવું પણ કહેવું છે કે અભિનેત્રીનું નામ તેની સુંદરતા જેવું જ છે. જણાવી દઈએ કે અપ્સરાએ “ઉલાલા ઉલાલા” અને “ફોર લેટર્સ” જેવી ફિલ્મોમાં પણ કામ કરેલ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *