ફક્ત કંગના જ નહીં, આ અભિનેત્રીઓ પણ પહેરી ચુકી છે ભંગાર ડ્રેસ, જેને લઈને તેમની મજાક ઉડાવવામાં આવી હતી

Posted by

વિતેલા દિવસોથી કંગના રનૌત પોતાની ડ્રેસના કારણે ચર્ચામાં છે. જી હાં, કંગના ફિલ્મ “ધાકડ” ની રૈપ પાર્ટીમાં જે ડ્રેસ પહેરીને આવી હતી, તેને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ઘણું ખરું ખોટું કહ્યું. આ ડ્રેસમાં કંગનાનો લુક ભલે જ એકદમ ગ્લેમરસ હતો પરંતુ લોકોને તેને ખરાબ ડ્રેસ જણાવી દીધો હતો. વળી બોલીવુડમાં આ પ્રકારનાં ડ્રેસ પહેરવા એ કોઈ નવી વાત નથી. ઘણા એવોર્ડ ફંક્શન, પાર્ટી અને ઇવેન્ટમાં હંમેશા અભિનેત્રી આ પ્રકારનાં ડ્રેસમાં નજર આવી ચુકી છે. ચાલો આજે તમને જણાવીએ કે આખરે કઈ કઈ અભિનેત્રીઓ છે જે પહેલા આવી ભંગાર ડ્રેસ પહેરી ચુકી છે.

દિશા પાટની

૨૦૧૮ માં થયેલા ૬૨માં જીઓ ફિલ્મફેર એવોર્ડમાં ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પાટની એકદમ ગ્લેમરસ ડ્રેસમાં પહોંચી હતી. ડિઝાઇનર નિકોલસ જિબ્રાનની આ ગ્લેમરસ એન્ડ હોટ ડ્રેસને કારણે બધાની નજર દિશા પાટની પર જ હતી. તેના આ ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ ઘણા ખરાબ કમેન્ટ પણ કર્યા. તેના પર દિશાએ પણ હેટર્સને જોરદાર જવાબ આપ્યા હતા.

એશ્વર્યા રાય

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય હંમેશા પોતાના સુંદર લુક અને ફેશન સેન્સ થી ઈમ્પ્રેસ કરે છે. પરંતુ એશ્વર્યા રાય પણ ફેશન ડિઝાસ્ટરનો શિકાર થઇ ચુકી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૦૪ની ઓપનિંગ સેરેમની દરમિયાન રેડ કાર્પેટ પર એશ્વર્યા રાયે સિલ્વર ગાઉન પહેર્યો હતો. એશ્વર્યાની આ ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ઘણા જોક્સ બન્યા હતા.

કરીના કપુર

જણાવી દઈએ કે ૨૦૧૩માં ફિલ્મ “ગોરી તેરે પ્યાર મે” ની સ્ક્રિનિંગ દરમિયાન કરીના કપુર બ્લેક કલરની અજીબો-ગરીબ ડ્રેસમાં પહોંચી હતી. આ દરમિયાન કરીના કપુરે જે ટોપ પહેર્યું હતું તે ટ્રાન્સપરન્ટ હતું. જેના કારણે તે ઉપ્સ મોમેન્ટ નો શિકાર થઇ હતી. કરીનાની આ ડ્રેસને લઈને ઘણો મજાક થયો હતો.

રાની મુખર્જી

રાની મુખરજી પોતાના લુકને લઈને જાણીતી છે. રાની મુખર્જીનું વેસ્ટર્ન આઉટ ફિટ લુક  ઘણીવાર રેડ કાર્પેટ પર કારપેટ પર ડિઝાસ્ટર બની ચૂક્યું છે. રાણી મુખર્જીનાં આ લુકની વાત કરીએ તો તેમણે ચમકતું સાતીન ગાઉન પહેર્યું હતું. આ પાર્ટીવેર ગાઉન નાઈટી જેવું લાગી રહ્યું હતું, જેના કારણે રાણી ઘણી ટ્રોલ થઇ હતી.

એકતા કપુર

મહત્વપુર્ણ છે કે એકતા કપુર હંમેશાં પોતાનાં વાહિયાત ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. એકતા ઘણી વાર એવોર્ડ ફંક્શન થી લઈને ઇવેન્ટ સુધી એવી ડ્રેસ પહેરી પહોંચી જાય છે. જેને જોઈ દરેક આશ્ચર્યમાં રહી જાય છે. એક પાર્ટી દરમિયાન એકતા કંઈક આ પ્રકારનાં ડ્રેસમાં પહોંચી હતી. ત્યારબાદ તેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ હંમેશા પોતાના ક્લાસી અને એલિગન્ટ લુક થી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. જો કે દીપિકા પાદુકોણ સાથે ઘણીવાર રેડ કાર્પેટ પર ફેશન ડિઝાસ્ટર જોવા મળ્યો છે. એક એવોર્ડ નાઈટ દરમિયાન દીપિકાએ ગ્રીન કલરનો આ ડ્રેસ પહેર્યો હતો. દીપિકાનો આ ડ્રેસ કોઇ ફેશન ડિઝાસ્ટર થી ઓછો ન હતો.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત ૨૦૧૬માં બ્રેડ પિટ ની ફિલ્મ ઇન્ગ્લોરિયસ બાસ્ટર્ડ્સ ના પ્રીમિયર પર બ્લેક કલરનાં આ ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસને ન તો ગાઉન કહી શકાય છે અને ન બિકીની. મલ્લિકા ની આ ફેશન સેન્સની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ઘણીવાર પોતાના ફેશન ડિઝાસ્ટર થી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચુકી છે. મેટ ગાલા ૨૦૧૯માં પ્રિયંકા ચોપડાએ લક્ઝરી બ્રાન્ડ ડિયોર નાં વાઇટ એન્ડ બ્લશ પિંક હઉત કાઉચર વન પીસમાં નજર આવી હતી. તેમના આ ડ્રેસની પણ ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી.

મલાઈકા અરોડા

૨૦૧૯માં થયેલા બ્યુટી એવોર્ડ્સમાં મલાઈકા અરોડા ખુબ જ ગ્લેમરસ અને Worst ડ્રેસમાં નજર આવી હતી. મલાઈકા અહીં થાઈ હાઈ સ્લિટ વાળા મેકસી ગાઉન પહોંચી હતી. મલાઈકા વધારે પોતાના વાઈટ કલરનાં ટ્રાન્સપરન્ટ ગાઉનને સાચવતી જ નજર આવી હતી. જોકે તેમને તેના માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

સોનમ કપુર

સોનમ કપુર પણ ઘણીવાર ડિઝાસ્ટર આઉટફિટમાં નજર આવી ચુકી છે. વર્ષ ૨૦૧૫માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપુર Elie Saab Couture નાં ડિઝાઇન કરેલા લાઈમ ગ્રીન ગાઉન પહેરીને રેટ કાર્પેટબપર પહોંચી. આ ગાઉનને પહેર્યા પછી સોશિયલ મીડિયા પર સોનમની ખુબ જ મજાક થઈ હતી.

સોનાક્ષી સિંહા

શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી ફેશન ડિઝાઇનિંગ ની સ્ટુડન્ટ રહી ચુકી છે. પરંતુ ઘણીવાર સોનાક્ષી એવોર્ડમાં ફેશન ડિઝાસ્ટરનો શિકાર પણ થઈ ચુકી છે. સોનાક્ષી એક એવોર્ડ ફંકશનમાં ઝારા ઉમરીગરનાં ગોલ્ડન ગાઉનમાં નજર આવી હતી. સોનાક્ષી સિન્હાનાં ફેન્સને તેમનો આ લુક જરા પણ પસંદ આવ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *