આ એક્ટર માટે ધડકે છે શાહરુખની લાડલી સુહાનાનું દિલ, જોતાંની સાથે થઈ જાય છે ખુશ

Posted by

બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ એટલે કે શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાનની એન્ટ્રી ભલે બોલિવૂડમાં ન થઈ હોય, પરંતુ દેશ-દુનિયામાં તેનું સ્ટાર ડમ કોઈ ફિલ્મી સિતારા થી ઓછું નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાવાળી સુહાના પોતાના ફેન્સની સાથે ફોટોઝ અને વીડિયો શેયર કરતી રહે છે. હાલમાં જ તેની અમુક તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ, જેને જોઈને તેમના ફેન્સ દીવાના બની ગયા. ઇન્સ્ટાગ્રામ પર સુહાની આ તસવીરો આગની જેમ વાયરલ થઇ રહી છે. તો ચાલો જાણીએ કે આખરે સુહાનાની તે કઈ ફોટો છે, જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો વાયરલ થઇ રહી છે તે ફોટામાં સુહાનાનાં હાથમાં એક પુસ્તક નજર આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ પુસ્તક તેમના મનપસંદ એક્ટર જેમ્સ ડીન નું છે.

જેમ્સ ડીનની તસવીર જોઈ સુહાના ચહેરામાં આવી ચમક

 

View this post on Instagram

 

walked into the room, you know you made my eyes burnn it was like James Dean🧚🏼‍♀️⚡️💘👩‍❤️‍💋‍👨💞

A post shared by Suhana Khan (@suhanakhan2) on


સુહાનાએ ખાસ તસવીર ની સાથે એક કેપ્શન પણ લખ્યું છે. સુહાના એ લખ્યું, “રૂમમાં દાખલ થઈ. તમને ખબર છે, તમે મારી આંખોમાં ચમક લાવી દીધી. આ પુસ્તક જેમ્સ ડીન ની જેમ જ છે.” જણાવી દઈએ કે સુહાનાનાં હાથમાં જે પુસ્તક છે તે જેમ્સ ડીનનું છે અને જેમ્સ ડીન સુહાનાનાં ફેવરીટ એક્ટર છે. તેવામાં તેમની આ ખાસ તસવીર તેમના મિત્રો સંબંધીઓ અને તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

જાણો કોણ છે જેમ્સ ડીન

તમને જણાવી દઈએ કે જેમ્સ ડીન એક ખૂબ જ બહેતરીન અમેરિકી એક્ટર હતા. જોકે જેમ્સ ડીન હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનું નિધન માત્ર ૨૪ વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું. તેવામાં જેમ્સ ડીન ની યાદો આ પુસ્તકોમાં રહી ગઈ છે. જણાવી દઈએ કે અમેરિકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં જેમ્સની ગણતરી તે સ્ટાર્સમાં થાય છે, જેમને યુવાનોની સામાજિક સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેમ્સ ડીન નું નિધન વર્ષ ૧૯૫૫માં થઈ ગયું હતું. તે વર્ષે જ તેમની એક ફિલ્મમાં Rebel Without a Cause સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને અમેરિકાના દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી, ખાસ કરીને યુવા વર્ગે. હકીકતમાં જેમ્સે આ ફિલ્મમાં એક પરેશાની યુવકની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મની યાદો આજે પણ દર્શકોના મગજમાં તાજી છે. તે સિવાય તેમણે ઈસ્ટ ઓફ ઇડન અને જાયન્ટ જેવી ફિલ્મો માટે પણ યાદ કરવામાં આવે છે.

જેમ્સ ડીન નું મૃત્યુ એક કાર દુર્ઘટના દરમિયાન થયું હતું. મૃત્યુ બાદ જેમ્સ ઓસ્કાર એવોર્ડ માટે પણ નોમિનેટ થયા હતા. તે પહેલા એક્ટર હતા, જેમને મૃત્યુ બાદ ઓસ્કર એવોર્ડ માટે નોમિનેશન માં જગ્યા મળી હતી. તે સિવાય વર્ષ ૧૯૯૯માં અમેરિકી ફિલ્મ ઇન્સ્ટિટયૂટ દ્વારા તેમને ૧૮ સૌથી બહેતરીન એક્ટર્સની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા.

સુહાના જાતે નક્કી કરશે પોતાની કારકિર્દી – શાહરુખ ખાન

વધુમાં જણાવીએ કે શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન બોલિવૂડમાં ખૂબ જ જલ્દી ડેબ્યૂ કરવાની છે. જણાવી દઈએ કે તેને એક્ટિંગની સાથે-સાથે ફિલ્મ મેકિંગમાં પણ રુચિ છે અને તે ન્યુયોર્કથી અભ્યાસ કરી રહી છે. શાહરૂખ ખાને પણ કહ્યું હતું કે આ સમયમાં સુહાના પોતાનું સંપૂર્ણ ફોકસ અભ્યાસ પર કરી રહી છે. અભ્યાસ ખતમ થયા બાદ તે પોતાની કારકિર્દીની પસંદગી કરશે. જણાવી દઈએ કે કોરોનાને કારણે સુહાના હાલમાં પોતાના પરિવારની સાથે મુંબઈમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *