આ બે બ્લડ ગ્રુપ વાળા લોકોને સૌથી વધારે આવે છે હાર્ટ એટેક, તમે અત્યારથી જ સાવધાન થઈ જાઓ

Posted by

આજનાં જમાનામાં હાર્ટઅટેક, હાર્ટ ફેલ્યર અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. પ્રદૂષણ, અયોગ્ય ખાણી-પીણી, આળસ અને મોર્ડન લાઇફ સ્ટાઇલને કારણે હાર્ટ એટેકનાં મામલાઓ ખૂબ જ ઝડપથી દેખાવા લાગ્યા છે. જેના કારણે રોજ કોઈને કોઈ પોતાનો જીવ ગુમાવે છે. આ બધાની વચ્ચે એક રિસર્ચમાં હાર્ટ એટેકને લઈને ઘણા નવા ખુલાસા થયા છે. આ સ્ટડીમાં જણાવ્યું છે કે ક્યાં બ્લડ ગ્રૂપના લોકોમાં હાર્ટ એટેક આવવાનો ખતરો સૌથી વધારે રહે છે.

A અને B બ્લડ ગ્રુપવાળા લોકોમાં સૌથી વધારે રિસ્ક છે

હાર્ટ એટેક અને બ્લડ ગ્રુપ ઉપર થયેલી રિસર્ચમાં શોધકર્તાઓએ જણાવ્યું છે કે જે લોકોના બ્લડ ગ્રુપ O નથી હોતા તેમને હાર્ટ અટેક થવાનો ખતરો સૌથી ઓછો રહે છે. આ નવી સ્ટડીમાં શોધકર્તાંઓએ જાણ્યું છે કે આખરે કયા-કયા બ્લડ ગ્રુપવાળા લોકોમાં હાર્ટ એટેક આવવાની સંભાવના સૌથી વધારે અથવા સૌથી ઓછી રહે છે. તેમાં A અને B બ્લડ ગ્રુપવાળા લોકોમાં સૌથી વધારે જોવા મળે છે.

O બ્લડ ગ્રુપ વાળાને છે ઓછું રિસ્ક

હાર્ટ એટેકની બ્લડ ગ્રૂપ ઉપર થયેલી રિસર્ચમાં લગભગ ૪ લાખ લોકો સામેલ કરવામાં આવ્યા હતા. જેમા ૩ બ્લડ ગ્રુપ A અને બ્લડ ગ્રુપ B અને બ્લડ ગ્રુપ O નાં લોકો સામેલ હતા. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બ્લડ ગ્રૂપ A અને બ્લડ ગ્રૂપ B વાળાને બ્લડ ગ્રુપ O વાળાની તુલનામાં હાર્ટ એટેક થવાની સંભાવના ૮% સુધી વધારે હોય છે.

સાવધાન રહો A અને B બ્લડ ગ્રુપ વાળા લોકો

રિસર્ચમાં એવું પણ જોવામાં આવ્યું છે કે બ્લડ ગ્રુપ B વાળાને O ગ્રુપ વાળા લોકોની તુલનામાં હાર્ટ એટેક આવવાનુ રિસ્ક ૧૫% વધારે છે. જ્યારે A બ્લડ ગ્રુપવાળા લોકોને O બ્લડ ગ્રુપવાળા લોકોની તુલનામાં હાર્ટ ફેઇલ્યર થવાનો ખતરો ૧૧% વધારે છે.

આ કારણે A અને B બ્લડ ગ્રુપવાળાને હોય છે વધારે રિસ્ક

હવે તમે વિચારી રહ્યા હશો કે A અને B બ્લડ ગ્રુપવાળા લોકોને O બ્લડ ગ્રુપ વાળાની તુલનામાં હાર્ટ એટેક અથવા હાર્ટ ફેઇલ્યર ની સંભાવના વધારે કેમ હોય છે. તેનું કારણ છે કે A અને B બ્લડ ગ્રુપવાળા લોકોમાં બ્લડ ક્લોટ એટલે કે લોહી જામી જવાની આશંકાઓ O બ્લડ ગ્રુપ વાળાની તુલનામાં ૪૪% વધારે હોય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં બ્લડ ક્લોટ વધારે બનતું હોય છે, તો તેને હાર્ટ એટેક આવવાના ચાન્સ પણ વધી જાય છે. હકીકતમાં લોહી જ્યારે સામાન્યથી વધારે ઘાટું હોય છે, તો દિલની ધમનીઓને ઘણીવાર બ્લોક કરી દે છે. એજ વસ્તુ હાર્ટ એટેકનાં ચાન્સીસ વધારી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *