આ બોલીવુડ અભિનેત્રીઓને પોતાનો સાડીનો લુક પડયો મોંઘો, લોકોને પસંદ ના આવ્યું અને થઈ ટ્રોલ

દરેક મહિલા સાડીમાં ખૂબ જ આકર્ષક નજર આવે છે, જે તેની સુંદરતા પર ચાર ચાંદ લગાવે છે. પરંતુ જો વાત બોલિવૂડ અભિનેત્રીઓની કરવામાં આવે તો ક્યારેક ક્યારેક તેઓ સાડી પહેરવામાં કંઈક અલગ અને એકસ્ટ્રા કરવા અને દેખાવવાના ચક્કરમાં ફસાઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થતી હોય છે. આજે અમે તમને અમારા આર્ટિકલમાં તે અભિનેત્રીઓ વિશે જણાવીશું, જે સાડીનાં લુકમાં પણ ટ્રોલ થઇ ચૂકેલ છે.

મંદિરા બેદી

ફિટનેસને કારણે હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહેનારી સ્ટાર મંદિરા બેદી પોતાના ફેન્સનાં દિલ પર હંમેશા છવાયેલ છે. ફિટનેસ સિવાય તેમની સાડી પહેરવાની અદા પણ ખૂબ જ કાતિલ હોય છે. ક્યારેક ક્યારેક વધારે કરવાના ચક્કરમાં મંદિરા બેદી પોતાની સાડીના લોકોને લઈને પણ ખૂબ જ ખરાબ રીતે ટ્રોલિંગ થઈ ચુકેલ છે. એ જ કારણ છે કે મંદિરાનું એક્સ્ટ્રા અને અલગ લૂક ફેન્સને પણ ખુશ કરી શકેલ નહીં અને તેમના ફેન્સ દ્વારા પણ તેમને નકારી દેવામાં આવેલ હતું.

સોનમ કપૂર

પોતાની ફેશન સેન્સ લઈને ચર્ચામાં રહેવા વાળી સોનમ કપૂર પણ પોતાની એક્સ્ટ્રા અને અલગ સાડીના લુકમાં દેખાવવા માટે ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકેલ છે. ઘણી વખત સોનમ કપૂર ખોટી રીતે ડ્રેપિંગ તથા કલર સિલેક્શન માં ફસાઈ ગઈ છે. જેના કારણે તેઓ પોતાના બ્લાઉઝ સિલેક્શન લઈને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ હતી. ફેન્સને સોનમ કપૂરનાં સાડીનો લુક બિલકુલ પસંદ આવ્યો નહીં.

વિદ્યા બાલન

અભિનેત્રી વિદ્યા બાલન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ શકુંતલા દેવીને લઇને ચર્ચામાં છે. વિદ્યા બાલન ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાડીમાં ખૂબ જ એલિગેંટ અને પ્રેમાળ નજર આવે છે. પરંતુ ક્યારેક ક્યારેક તેમની પસંદ લોકોને પસંદ આવતી નથી. પરંતુ હાલમાં જ ફિલ્મ શકુંતલા દેવીમાં તમને વિદ્યા બાલનનાં અલગ અલગ કિરદાર અને અવતાર જોવા મળશે.

અમીષા પટેલ

અભિનેત્રી અમિષા પટેલ પોતાની હોટનેસ અને બોલ્ડનેસ અને કારણે સતત ચર્ચાનો વિષય રહે છે. આ ફિટ અને સુપર મોડલ દેખાવા વાળી અભિનેત્રી પણ સાડીની બાબતમાં ટ્રોલ થઈ ચુકેલ છે. આ તસ્વીરો જોઇને એવું લાગી રહ્યું છે કે અમીશા પટેલ બિકીનિ પહેરવામાં માંગતી હતી અને તેને બ્લાઉઝ બનાવી દીધું. અમીશાની આ સાડી ફેન્સને પસંદ આવી હતી નહીં.

એશ્વર્યા રાય

બોલીવુડ સુંદરી એશ્વર્યા રાય પણ પોતાના સાડીવાળા લુકથી ફેન્સને પ્રભાવિત કરવામાં અસફળ રહી હતી. એશ્વર્યા રાય પણ ખોટા સિલેક્શન થી બચી શકી નહીં. ક્યારેક સાડીના રંગને લઈને તો ક્યારેક બ્લાઉઝને બદલે બિકીની જેવું પીસ પહેરી લેવાથી અને સાથોસાથ ખોટી હેર સ્ટાઇલ અને જ્વેલરીને કારણે પણ એશ્વર્યા રાય ટ્રોલિંગ નો શિકાર થઇ ચૂકેલ છે.

સની લીયોની

હોટનેસ અને બોલ્ડનેસની બધી હદો પાર કરી ચૂકેલ સની લીયોની પણ સાડીનાં લુકમાં ફેન્સને પ્રભાવિત કરવામાં અસફળ રહેલ છે. આ વાતની જાણ તમને સની લીયોની આ તસ્વીર જોઈને ખબર પડી જશે.

મલાઈકા અરોડા

જ્યારે વાત ફેશન અને સ્ટાઇલની આવે છે તો મલાઈકા અરોડાનું નામ ટોપ પર આવે છે. એ બાબતમાં સૌથી ઉપર રહે છે અને તેમનું સેક્સી ફિગર સૌથી વધારે સારું છે. પરંતુ મલાઈકા વધારે સેક્સી દેખાવવાના ચક્કરમાં ટ્રોલ થઈ ચુકેલ છે.