આ બોલીવુડ સ્ટાર્સનાં લગ્નમાં તેમના બાળકો પણ સામેલ થાય હતાં, નંબર ૪ ની પત્ની અને બાળકોએ જ પતિનાં બીજા લગ્નની તૈયારી કરેલી

Posted by

હિન્દુ કોડ બીલની વાત કરીએ તો તે ૪ ભાગમાં પારિત થયું. તેનો પહેલો ભાગ ૧૯૫૫માં પાસ થયો. જેને હિંદુ લગ્ન અધિનિયમ કહેવામાં આવ્યું. તેના પ્રમાણે હિંદુ ધર્મના લોકો માત્ર એક જ વાર લગ્ન કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવુડ હોય કે ટોલિવુડ અહીં ઘણા કલાકારો એવા છે, જેમણે બીજા લગ્ન પણ કર્યા છે.

ભલે આ લિસ્ટમાં હિન્દુ અને મુસ્લિમ બંને કલાકાર સામેલ હોય, પરંતુ પહેલા લગ્ન અસફળ રહ્યા બાદ આ કલાકારોએ જ્યારે બીજા લગ્ન કર્યા તો તેમના લગ્નમાં તેમની પહેલી પત્નીનાં બાળકો પણ તેમના લગ્નમાં સામેલ થયા હતા. જી હા, આજે અમે તમને અમુક એવા કલાકારો સાથે રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમણે બીજા લગ્ન પર તેમની પહેલી પત્ની અને પોતાના બાળકોને લગ્નમાં સામલ થવાથી રોક્યા ન હતા. એટલું જ નહીં, અમુકની માતાએ તો પોતાના બાળકોને જાતે સજાવીને પિતાના બીજા લગ્નમાં મોકલ્યા હતા. જ્યારે એક એક્ટ્રેસ એવી પણ હતી, જેણે પોતાના બાળકો સાથે મળીને પોતાના પતિનાં બીજા લગ્નની તૈયારી કરી હતી. તો આવો જાણીએ તે વિશે.

સૈફ અલી ખાને પહેલાં લગ્ન એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે કર્યા હતા. અમૃતા સાથે સૈફનાં બે બાળકો થયા હતા, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન. સૈફ અને અમૃતાનાં  છુટાછેડા પછી બાળકો અમૃતા સાથે રહેતા હતા, પરંતુ જ્યારે સૈફ અને કરીનાનાં લગ્ન થયા ત્યારે તેમના લગ્નમાં સારા અલી ખાન અને ઇબ્રાહીમ પણ સામેલ થયા હતા. જ્યારે સારાએ જણાવ્યું હતું કે અમૃતાએ જાતે તેમને તૈયાર કરીને અબ્બુનાં લગ્નમાં મોકલી હતી.

આ લિસ્ટમાં દિયા મિર્ઝાનું નામ પણ સામેલ છે. દિયાએ વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા છે. બંનેનાં બીજા લગ્ન છે, પરંતુ વૈભવના પહેલાં લગ્નથી એક દીકરી પણ છે, જે દિયા અને વૈભવનાં લગ્નમાં સામેલ થઈ હતી. વૈભવની પહેલી પત્ની સુનૈના ની એક દીકરી સમાયરા હાથમાં એક તકતી લઈને આવેલ હતી, જેના પર લખ્યું હતું “પાપાઝ ગર્લ”.

૨૦૨૦માં ભોજપુરી ની જાણીતી સિંગર સુરભી તિવારી અને બીજેપી નેતા મનોજ તિવારીએ લગ્ન કર્યા હતા. મનોજનાં આ બીજા લગ્ન હતા અને આ લગ્નમાં તેમની દીકરી જીયા પણ સામેલ થઈ હતી. મનોજ ની પહેલી પત્ની રાણી ની દીકરી જીયા નાં કહેવા પર મનોજે બીજા લગ્ન કર્યા હતા.

ટીવી એક્ટર સંજીવ શેઠ અને લતા સભરવાલનાં લગ્ન કોઈ સ્ટોરી થી ઓછા નથી. સંજીવની પહેલી પત્ની અને બાળકોએ મળીને તેમના બીજા લગ્નની તૈયારી કરી હતી. સંજીવનાં પહેલા લગ્ન એક્ટ્રેસ રેશમા તિપનીસ સાથે થયા હતા, પરંતુ બાળકોનાં જન્મ પછી બંને અલગ થઇ ગયા હતા.

જણાવી દઇએ કે સંજીવે લતા સાથે લગ્ન પહેલા પોતાની પત્ની અને બાળકો પાસે પરમિશન લીધી હતી અને તેમના બાળકો અને તેમની પહેલી પત્ની પણ તેમના લગ્નમાં સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *