આ બ્રહ્માંડમાં પૃથ્વીથી કેટલા અંતર પર આવેલ છે વૈકુંઠ? આજની ટેકનોલોજી થી ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગે

Posted by

તમે ઘણી વખત વૈકુંઠધામ વિશે સાંભળ્યું હશે. વૈકુંઠધામ એક એવી જગ્યા છે જ્યાં કર્મહીનતા નથી, હતાશા નથી. તમે એવું પણ સાંભળતા આવ્યા હશો કે મૃત્યુ થઈ ગયા બાદ સારા કર્મ કરનાર વ્યક્તિ સ્વર્ગ અથવા વૈકુંઠમાં જાય છે. જોકે વેદમાં એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી કે મૃત્યુ થઈ ગયા બાદ વ્યક્તિ સ્વર્ગ અથવા વૈકુંઠમાં જાય છે. પરંતુ આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી વૈકુંઠધામ ક્યાં છે અને તે કેવું છે તેના વિશે જુની ધારણાઓ અનુસાર તમને જણાવીશું.

Advertisement

પ્રકૃતિના રહસ્યોને સમજવા સરળ નથી. ઘણી વખત આપણા મનમાં એવા ઘણા સવાલ આવતા હોય છે, જેનો જવાબ લગભગ કોઈની પાસે હોતો નથી. પરંતુ તેમ છતાં પણ આપણે તે જવાબ શોધવામાં જોડાયેલા રહીએ છીએ. અમારા મનમાં પણ આવો જ એક સવાલ આવ્યો હતો કે આ અંતરિક્ષમાં સ્વર્ગ કઈ જગ્યા પર છે? આપણે કોઈપણ ધાર્મિક ટીવી શો જોઈએ છીએ અથવા તો ધર્મ સાથે જોડાયેલી કોઈપણ વાતો વાંચતા હોઈએ છીએ તો આ બધી ચીજો પરથી જાણવા મળે છે કે આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ સ્વર્ગલોક રહેલ છે, જ્યાં મનુષ્ય મૃત્યુ બાદ જ જઈ શકે છે. મનમાં સવાલ આવે છે કે શું હકીકતમાં અંતરિક્ષમાં સ્વર્ગલોક આવેલ છે? શું તેને જોઈ શકાય છે? શું મૃત્યુ વગર પણ ત્યાં પહોંચી શકાય છે?

આજે તો વિજ્ઞાને એટલી પ્રગતિ કરી લીધી છે તો શું કોઈ એવી ટોકનોલોજી વિકસિત કરી શકાય છે, જેનાથી વૈકુંઠ સુધી પહોંચી શકાય. અમને આ સવાલોના અમુક જવાબ પણ મળી ગયા છે. અલગ અલગ સ્ત્રોતથી અમે આ જવાબ મેળવવાની કોશિશ કરેલી છે. જોકે તેની જાણકારી નથી કે જે જ્ઞાન મને મળ્યું છે તે કેટલું સાચું છે, પરંતુ જે પણ જાણવા મળ્યું છે તે ખુબ જ રોચક છે અને એટલા માટે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે વૈકુંઠધામ ક્યાં આવેલું છે.

આજની ટેકનોલોજીથી વૈકુંઠ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે?

કહેવામાં આવે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ બ્રહ્માજીના જન્મની સાથે શરૂ થઈ છે અને જ્યારે તેનો આયુષ્ય સમાપ્ત થાય છે, ત્યારે આ બ્રહ્માંડ પણ સમાપ્ત થઈ જશે. જ્યાં બ્રહ્માજી રહે છે તેને “સત્યલોક” કહેવામાં આવે છે. જ્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નિવાસ કરે છે તેને “વૈકુંઠ” કહેવામાં આવે છે, ત્યાં પહોંચવું જ મોક્ષ કહેવાય છે. જ્યાં ઈન્દ્રની સાથે બધા દેવતાઓ નિવાસ કરે છે તેને “સ્વર્ગલોક” કહેવામાં આવે છે, જ્યાં મનુષ્ય મૃત્યુ બાદ જ જઈ શકે છે. આ બધા લોક આ અંતરિક્ષમાં રહેલા છે, પરંતુ તેને જોઈ શકાતા નથી અથવા તો એવું પણ કહી શકાય છે કે આ બધા લોક પૃથ્વીથી એટલા વધારે અંતર પર છે જ્યાં સુધી પહોંચવું શક્ય જ નથી.

પૃથ્વીથી આ બધા લોકો નાં અંતર નો અંદાજો લગાવી શકાય છે. તેના અનુસાર જો આજની ટેકનોલોજીથી આપણે વૈકુંઠ સુધી પહોંચવાની કોશિશ કરીએ તો અંદાજે ૧૨ લાખ થી ૧૪ લાખ વર્ષનો સમય લાગી જશે. એટલે કે આજની ટેકનોલોજીથી આપણે આ ત્રણેય લોક સુધી પહોંચી શકે નહીં. તો ચાલો થોડું વિસ્તારપુર્વક તમને જણાવીએ.

પૃથ્વીથી ધ્રુવલોક સુધીનું અંતર

ભગવત પુરાણ અનુસાર વૈકુંઠનું સ્થાન ધ્રુવ તારા તરફ છે. ધ્રુવ તારા ને “પોલ સ્ટાર” પણ કહેવામાં આવે છે.  કારણ કે તે પૃથ્વીના દરેક સ્થાનથી આ તારા ઉત્તર દિશામાં જ નજર આવે છે. પૃથ્વીથી ધ્રુવ તારા નું અંતર અંદાજે ૪૩૪ પ્રકાશ વર્ષ એટલે કે લગભગ ૪,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ કિલોમીટરથી પણ વધારે છે.

ધ્રુવ લોક થી મહર લોક સુધીનું અંતર

ધ્રુવલોક થી અંદાજે ૧ કરોડ યોજનના અંતર પર “મહર લોક” છે, જે સ્વર્ગલોકનો જ એક ભાગ છે. કહેવામાં આવે છે કે આ લોકનું વાતાવરણ ખુબ જ ખુશનુમાં અને સુંદર છે. પુરાણો અનુસાર જે લોકો જીવનભર સામાન્ય મનુષ્યની જેમ જીવે છે અને કોઈની સાથે ખરાબ કર્મ કરતા નથી તેઓ મૃત્યુ બાદ આ લોકમાં જાય છે. ત્યાં તે બધી આત્માઓ ખુબ જ સુખ સુવિધાથી રહે છે.

મહર લોક થી જનલોક સુધીનું અંતર

મહર લોક ની ઉપર ૨ કરોડ યોજનાના અંતર પર “જનલોક” આવેલ છે, જ્યાં એવા લોકોની આત્મા જાય છે જે કોઈપણ સ્વાર્થ વગર બીજાની મદદ કરે છે. આ સ્થાન ખુબ જ સુંદર, સુખમય અને તેજસ્વી હોય છે. અહીંયા જતી આત્માઓને દેવતાઓના દર્શન પણ થતા રહે છે.

જનલોક થી તપોલોક સુધીનું અંતર

જનન લોક થી ૮ કરોડ યોજનના અંતર પર દુર છે “તપોલોક”, જેને સ્વર્ગલોકનું સૌથી ઊંચું અને શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. આ તે સ્થાન છે જ્યાં બધા દેવતાઓ નિવાસ કરે છે. અહીંયા જતી આત્માઓ દેવતાઓના ફક્ત દર્શન નહીં, પરંતુ તેની સાથે વાત પણ કરી શકે છે. પરંતુ અહીંયા જવા માટે ખુબ જ કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડે છે. જે લોકો આખું જીવન પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને ફક્ત બીજા વિશે વિચારે છે અને બીજાની મદદ કરે છે. સાથો સાથ હંમેશા ભગવાનની સાચી ભક્તિમાં જોડાયેલા રહે છે એ લોકોની આત્માઓ જ આ લોકમાં જઈ શકે છે.

તપોલોક થી સત્યલોક સુધીનું અંતર

ત્યારબાદ તપોલોક થી ૧૨ કરોડ યોજન દુર છે “સત્યલોક”, જ્યાં પરમપિતા બ્રહ્માજી અને માતા સરસ્વતી રહે છે. કહેવામાં આવે છે કે અહીંયા આત્માઓ નથી જતી અને જો જાય છે તો ફક્ત એવા લોકોની આત્માઓ જઈ શકે છે, જે ઘણા જન્મોથી પુણ્ય કર્મ કરતા આવી રહ્યા હોય. જે સ્વર્ગ લોક પહોંચીને પણ પોતાના સત્કર્મો અને ભગવાનની ભક્તિને છોડતા નથી, ફક્ત એવા લોકોને જ અહીંયા જવાનું સૌભાગ્ય મળે છે.

સત્યલોક થી વૈકુંઠ સુધીનું અંતર

સત્યલોક થી ૨ કરોડ ૬૨ લાખ યોજનના અંતર પર છે “વૈકુંઠ”, જ્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નિવાસ કરે છે. વૈકુંઠ જવાને જ મોક્ષ કહેવામાં આવે છે. અહીંયા જેવી સુખ સુવિધા અન્ય કોઈ જગ્યાએ નથી, એટલા માટે લગભગ દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું હોય છે અને એજ અંતિમ સત્ય પણ છે. કારણ કે અહીંયા ગયા બાદ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. એટલા માટે વૈકુંઠને બ્રહ્માંડનો અંત પણ કહેવામાં આવે છે. જો કે પુરાણો અનુસાર વૈકુંઠથી પણ ઉપર છે “ગોલોક”, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી નિવાસ કરે છે.

આવી રીતે પૃથ્વીથી વૈકુંઠ સુધીનું અંતર

જો આ બધા અંતરને ઉમેરી દેવામાં આવે અને ૧ યોજન = ૧૨ કિલોમીટર માનવામાં આવે (કારણ કે એક યોજનમાં કેટલા કિલોમીટર હોય છે, તેના પર અલગ અલગ ભારતીય ખગોળવિદોનું અલગ અલગ મંતવ્ય છે) તો પૃથ્વી થી વૈકુંઠ સુધીનું અંતર લગભગ ૪,૧૦,૪૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૪ પદમ, ૧૦ નીલ, ૪૦ ખરબ) કિલોમીટર થી પણ વધારે થાય છે.

હાલમાં આજે આપણે અંતરિક્ષમાં ૨૮,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી શકીએ છીએ. તે હિસાબથી જો આપણે વૈકુંઠ સુધીની યાત્રા પણ નીકળીએ તો આપણને અંદાજે ૧૨ લાખ થી ૧૪ લાખ વર્ષનો સમય લાગી શકે છે. એટલે કે આજની ટેકનોલોજીના હિસાબથી આપણે વૈકુંઠ સુધી પહોંચી શકીએ નહીં અને આગળ પણ કોઈ આવી ટેકનોલોજી વિકસિત કરી શકાશે નહીં.

પરંતુ આપણે બધા આજ સુધી સાંભળતા આવ્યા છીએ કે નારદજી “નારાયણ નારાયણ” નાં જાપ કરીને બધા લોકોની યાત્રા કરે છે. વળી ગુરુ વશિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે જેવા મહાન ઋષિ પણ જીવિત રહેતા ઘણી વખત પૃથ્વી લોકથી સ્વર્ગ લોક સુધીની યાત્રા કરતા હતા અને અહીંયા થતી સભાઓમાં ભાગ લેતા હતા.

હકીકતમાં તેઓ બધા આવું એટલા માટે કરી શકતા હતા કારણ કે તેમણે પોતાના તપોબળથી મનની ગતિ થી કોઈપણ જગ્યાએ અવર-જવર કરવાની શક્તિ પ્રાપ્ત કરી લીધી હતી, એટલા માટે જ અમુક મિનિટમાં અથવા કલાકમાં જ તેઓ પૃથ્વીથી આ લોક સુધીની યાત્રા કરી લેતા હતા. એટલે કે ભૌતિકતા અથવા ટેકનોલોજીની મદદથી તો ક્યારેય નહીં, પરંતુ ધર્મ આધ્યાત્મ, ભક્તિ, યોગ અને પુણ્ય કર્મોનાં રસ્તા થી અહીંયા સુધી ક્ષણભરમાં પહોંચી શકાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.