આ છે ભારતનાં અબજોપતિ ની ૮ સુંદર દિકરીઓ, પિતાથી પણ બે ડગલાં આગળ નીકળી ગઈ

Posted by

ભારતમાં અરબપતિની કોઈ કમી નથી. વર્તમાન સમયમાં આપણા દેશમાં ૧૦૦થી પણ વધારે અરબપતિ છે અને આ સંખ્યા દર વર્ષે વધી રહી છે. પરંતુ આજે અમે તમને તે અરબપતિ વિશે નહીં, પરંતુ તેમની સુંદર અને ગુણવાન દિકરી વિશે જણાવી રહ્યા છીએ. જે પોતાના પિતાના પગલાં પર ચાલીને દુનિયાભરમાં નામ કમાઈ રહી છે અને અબજોની માલિક છે.

તમે હંમેશા જોયું હશે કે વધારે દીકરા જ પોતાના પિતાના કારોબારને આગળ વધારે છે, પરંતુ આજે જમાનો બદલાઈ ચુક્યો છે અને દીકરી પણ કોઈ થી ઓછી નથી. ચાલો તમને જણાવીએ અરબપતિઓની તે દીકરીઓ વિશે જે પોતાના પિતાની જેમ આજે બિઝનેસમાં ઘણી સફળ છે.

શા અંબાણી

ઇશા અંબાણી ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી છે. પોતાના પિતાની જેમ ઈશા પણ એક સફળ બિઝનેસવુમન છે. ઈશાએ ઘણા ઓછા સમયમાં જ આ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ૨૦૧૫માં ઈશા માત્ર ૧૬ વર્ષની હતી જ્યારે ફોબ્સ દ્વાર સૌથી ઓછી ઉંમરની અરબપતિ બિઝનેસવુમનનાં લિસ્ટમાં તેને બીજા નંબર પર જગ્યા આપી. પિતા મુકેશ અંબાણીએ તેમને જીઓ સિવાય રિલાયન્સ ગ્રુપનાં ફેશન પોર્ટલ AJIO.COM ની પણ ડાયરેક્ટર નિયુક્ત કરી છે, જેનો શુભારંભ ૨૦૧૬માં કરવામાં આવ્યો હતો.

ઇશા અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં લગભગ ૮૦૦ લાખ ડોલરની ભાગીદારી છે. તે ગયા વર્ષે જ આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે. તેના પતિ પણ અબજોનાં માલિક છે. ફોર્બ્સ અનુસાર આનંદ પિરામલ ભારતમાં ૨૨માં અને દુનિયામાં ૪૦૪માં સૌથી અમીર વ્યક્તિ છે.

માનસી કિલોસ્કર

માનસી કિલોસ્કર સિસ્ટમ માં ઈડી અને સીઈઓ છે. તે વિક્રમ અને ગીતાંજલી કિલોસ્કર ની દીકરી છે. જણાવી દઇએ કે માનસીને ફરવાનો ઘણો શોખ છે. જેના લીધે તે હંમેશા ચર્ચામાં રહે છે. તે ટોયોટા કિર્લોસ્કર અમ્પાયરની એક માત્ર માલિક છે. માનસીને વર્ષ ૨૦૧૮માં ટીકાઉ વિકાસ લક્ષ્ય માટે ભારતમાં યુએન ની પહેલી યંગ બિઝનેસ ચેમ્પિયન નિયુક્ત કરવામાં આવી હતી. હાલમાં જ માનસીનાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાનાં દીકરા સાથે સગાઇ થઇ છે.

વનિષા મિત્તલ

વનિષા મિત્તલ ૩૮ વર્ષની છે અને તેમની ગણતરી સફળ બિઝનેસવુમન માં થાય છે. તે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલની દીકરી છે અને તેમણે લંડન બિઝનેસ સ્કુલથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછી તેણે પોતાનો ફેમિલી બિઝનેસ અપનાવી લીધો. જણાવી દઇએ કે ૨૦૦૪માં પેરિસમાં વનિષા અમિત ભાટિયા સાથે લગ્ન થયા હતા અને આ લગ્ન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા, કારણ કે લક્ષ્મી મિત્તલે પોતાની દિકરીના લગ્નમાં ૫૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સૌથી મોંઘા લગ્ન માંથી એક માનવામાં આવે છે. જો કે આ લગ્ન થોડા વરસ જ ટકી શક્યા અને ૧૦ વર્ષ પછી ૨૦૧૪માં તેમનાં છૂટાછેડા થઈ ગયા.

રાધા કપુર

રાધા કપુર યસ બેન્કનાં સીઈઓ રાના કપુરની દીકરી છે. જણાવીએ કે યસ બેન્ક ભારતની ચોથી સૌથી મોટી પ્રાઇવેટ બેંક છે. રાધા નો પોતાનો કારોબાર છે, જેમાં કરોડોની કમાણી થાય છે. તેમની પાસે પ્રો-કબડ્ડીમાં દંગલ દિલ્હીની ટીમ પણ છે. રાધાનાં લગ્ન આદિત્ય ખન્ના સાથે થયા હતા, જે દિલ્હીનાં બિઝનેસમેન રવિ ખન્ના નાં દીકરા છે.

અનન્યા બિરલા

અનન્યા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા ની દીકરી છે અને આજે બિઝનેસની સાથે સાથે ફેશન અને સંગીતની દુનિયામાં પણ સારું એવું નામ કમાઈ રહી છે. અનન્યા લક્ઝરી પ્રોડક્ટ ની ઈ-કોમર્સ કંપની Curo Carte ની ફાઉન્ડર અને સીઈઓ પણ છે. એકવાર તેમને કરોડપતિની દીકરી કહીને ટ્રોલ કરવા પર અનન્યા એ એક ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો, જેમાં એમણે લખ્યું હતું કે, “તો? હું પણ મનુષ્ય છું. અમે પણ પોતાની મહેનતથી કંઈક પ્રાપ્ત કરીએ છીએ. વળી મારા પાપા કરોડપતિ નહીં અરબપતિ છે.”

નિશા ગોદરેજ

નિશા ગોદરેજ કંપનીની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે અને તે ભારતના જાણીતા બિઝનેસમેન આદિ ગોદરેજ ની દીકરી છે. જણાવી દઇએ કે ૪૧ વર્ષની નિશાએ હાવર્ડ થી એમબીએનો અભ્યાસ કર્યો છે. નિશા સામાજિક કલ્યાણનાં કાર્યક્રમમાં પણ ભાગ લે છે. જે યુવતીઓની શિક્ષાના ક્ષેત્રમાં કામ કરે છે. નિશાના પરિવારની કુલ સંપત્તિ ૫.૨ અબજ ડોલર જણાવવામાં આવી છે.

રોશની નાદર

૩૭ વર્ષીય રોશની નાદર ભારતીય અરબપતિ શિવ નાદર ની દીકરી છે. તે મોટી આઈટી કંપની HCL ગ્રુપ ની સીઈઓ છે અને માત્ર ૨૭ વર્ષની ઉંમરમાં જ તે HCL ની સીઈઓ બની ગઈ હતી. ૨૦૧૭માં તેને જાણીતા પત્રિકા ફોબ્સ એ દુનિયાની સૌથી તાકતવર મહિલાઓની લિસ્ટમાં સામેલ કરી હતી. HCL ટેકનોલોજી, હેલ્થ કેર અને ઇન્ફો સિસ્ટમ માટે કામ કરવાવાળી જાણીતી કંપની છે અને તેની માર્કેટ વેલ્યુ આજે લગભગ ૪૮ હજાર કરોડ રૂપિયા છે. રોશનીએ વર્ષ ૨૦૧૦માં શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. તે સિવાય રોશની શિવ નાદર ફાઉન્ડેશનને પણ પોતાનું યોગદાન આપે છે.

જયંતિ ચૌહાણ

જયંતિ ચૌહાણ ભારતીય બિઝનેસમેન રમેશ ચૌહાણ ની એકમાત્ર છોકરી છે. જયંતિ બિસ્લેરી ઇન્ટરનેશનલ ની ડાયરેક્ટર છે. જયંતિ નો કારોબાર ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે નો થઈ ગયો છે. રમેશ ચૌહાણ પોતાનો કારોબાર દીકરી જયંતિને જ સોપેલો છે અને એજ વધુ દેખરેખ રાખે છે. ૨૪ વર્ષની ઉંમરમાં તેમણે પોતાના પિતાનો બિઝનેસ જોઈન કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *