લગ્ન એક એવો સમય છે જેની દરેક વ્યક્તિ પોતાના જીવનમાં રાહ જોઈ રહ્યો હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનનાં આ સુંદર અને યાદગાર સમયની આતુરતાથી રાહ જોવે છે. દરેક પુરુષ-સ્ત્રીના જીવનમાં લગ્નનું મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે. પોતાના લગ્નને લઈને દરેક વ્યક્તિ ઘણા પ્રકારના સપના જોયા હોય છે. માતા-પિતા પણ પોતાના બાળકોના લગ્નને યાદગાર બનાવવા માટે પોતાના તરફથી કોઈ પણ કસર છોડતા નથી. માતા-પિતા પોતાની ક્ષમતાથી વધારે પોતાના બાળકોના લગ્નમાં ખર્ચ કરે છે.
જો આપણે સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો સામાન્ય વ્યક્તિના જીવનમાં ખર્ચ કરવાની મર્યાદા હોય છે. કારણ કે તેમના જીવનમાં એક સીમિત માત્રામાં ધનનો ઉપયોગ કરવાનો હોય છે. સામાન્ય વ્યક્તિ લગ્નનું બજેટ પહેલાથી જ બનાવીને ચાલતો હોય છે. પરંતુ આપણે સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓની વાત કરીએ તો તેમની પાસે પૈસાની કોઇ કમી હોતી નથી, તેમની પાસે અઢળક પૈસો હોય છે અને તેઓ પોતાના લગ્નમાં પણ પૈસો પાણીની જેમ વહાવી દેતા હોય છે. આજે અમે તમને ભારતના અમુક એવા મોંઘા લગ્ન વિશે જાણકારી આપવાના છીએ, જે લગ્નની અંદર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. આ લગ્ન ખૂબ જ શાહી હોવાને કારણે ચર્ચામાં પણ છવાયેલા રહ્યા હતા.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ના લગ્ન
બોલિવૂડની સૌથી મશહુર અભિનેત્રી શિલ્પા શેટ્ટીને કોણ ઓળખતું નથી. શિલ્પા શેટ્ટી ૨૨ નવેમ્બર, ૨૦૦૯ના રોજ રાજ કુન્દ્રાને સાથે લગ્ન વિવાહના બંધનમાં બંધાઈ ગઈ હતી. રાજ કુંદ્રા એક સફળ અને પૈસાદાર ઉદ્યોગપતિ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ ૨૦૦૪માં રાજ કુન્દ્રને બ્રિટનના ૧૯૮ સૌથી વધારે પૈસાદાર લોકોના લિસ્ટમાં સ્થાન મળ્યું હતું. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્ન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ બન્નેના લગ્નમાં પૈસાને પાણીની જેમ ખર્ચ કરવામાં આવ્યા હતા. જેના કારણે આ બંનેના લગ્ન બોલિવૂડમાં સૌથી મોંઘા લગ્નમાં સામેલ થયેલ છે. ખબરો અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે સૌથી વધારે પૈસા અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં હીરા અને નીલમ થી બનેલ આભૂષણો પર ખર્ચ થયા હતા. અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સગાઇ ની વીટી ની કિંમત પાંચ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. જો આપણે તેના સંપૂર્ણ લગ્નનો ખર્ચ જોવામાં આવે, તો લગભગ ૫૦ કરોડ રૂપિયા તેમના લગ્નમાં ખર્ચ થયા હતા.
સહારા ઇન્ડિયા ગ્રુપના માલિક સુબ્રતો રોયનાં બંને દિકરાનાં લગ્ન
ભારતના સૌથી મોંઘા લગ્નના લિસ્ટમાં બીજા નંબર પર સહારા ઇન્ડિયા ગ્રુપના માલિક સુબ્રતો રોયના દીકરાના છે. જેમનું નામ સિમેંટો રોય અને સુશાંતો રોય છે. તેમના દીકરાનાં લગ્નમાં મોટા-મોટા અભિનેતાઓની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સામેલ થયા હતા. વળી એટલે સુધી કે ક્રિકેટ જગતના અમુક લોકો પણ તેમના લગ્ન માં જોડાયા હતા. સુબ્રતો રોયના બંને દીકરાનાં લગ્નમાં સૌથી વધારે પૈસા ખર્ચ થયા હતા. તેમના લગ્ન સૌથી મોંઘા લગ્નમાં એક માનવામાં આવે છે. બંને દીકરા ના લગ્ન એક જ મંડપમાં વર્ષ ૨૦૦૪માં થયા હતા અને તેમના લગ્નનો કુલ ખર્ચ ૫૫૨ કરોડ રૂપિયા થયો હતો.
મલ્લિકા અને સિદ્ધાર્થ રેડી ના લગ્ન
તમને જણાવી દઈએ કે મલ્લિકા રેડી જેવીકે ગ્રુપના માલિક કૃષ્ણ રેડીની પૌત્રી છે અને તે જૂન ૨૦૧૧માં ઇન્દુ સમૂહ ના માલિક ઇંદુરી શ્યામ પ્રસાદ રેડ્ડીના દિકરા સિદ્ધાર્થ રેડ્ડી ની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. આ બંનેના લગ્ન શાહી લગ્નમાં એક માનવામાં આવે છે. તેમના લગ્ન સમારોહ ની અંદર ૫૦૦૦ હજાર લોકો ઉપસ્થિત થયા હતા. મલ્લિકા રેડી અને સિદ્ધાર્થ રેડી ના વિવાહ હૈદરાબાદમાં સંપન્ન થયા હતા. તેમના લગ્નનો કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યો છે.