આ છે બોલીવુડનાં એકદમ સીધા સિતારાઓ, શરાબને હાથ પણ લગાવતા નથી, નંબર-૭ નું નામ જાણીને ચોંકી જશો

Posted by

બોલિવુડનાં સુપરસ્ટાર શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાનને સફેદ પાવડરનાં કેસમાં ધરપકડ કરવામાં આવ્યા છે. એ પહેલા પહેલાં સુશાંત સિંહ રાજપુતનાં ગયા પછી ઘણા મોટા સ્ટાર્સ સફેદ પાવડર કેસમાં એનસીબી નાં હાથે ચડી ચુક્યા છે. જેને જોતા કહેવામાં આવી રહ્યું છે કે, બોલિવુડમાં નશો ઘણો વધારે છે. તેવામાં આજે અમે તમને બોલિવુડનાં તે કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. છતાં પણ શરાબ કે કોઈપણ પ્રકારનાં વ્યસનને હાથ પણ નથી લગાવતા. ચાલો જાણીએ તે કલાકાર વિશે.

અમિતાભ બચ્ચન

બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં શરાબીનો રોલ કર્યો છે. પરંતુ કદાચ તમને એ જાણકારી નહીં હોય કે અમિતાભ હવે શરાબને હાથ પણ નથી લગાવતા. તેમને શરાબથી એટલી નફરત છે કે તે હવે શરાબ થી અંતર જાળવી રાખે છે.

અભિષેક બચ્ચન

પોતાના પિતાની જેમ અભિષેક પણ વ્યસન થી દુર રહે છે. તે કોઈપણ પાર્ટીમાં કોઈપણ પ્રકારનો નશો નથી કરતાં. અભિષેકનું માનવાનું છે કે સારી ડાયેટથી જ આપણે સ્વસ્થ રહી શકીએ છે. જો આપણને વ્યસનની આદત પડી જાય તો જીવન ખરાબ થઈ જાય છે.

અક્ષય કુમાર

કોમેડી, એક્શન અને રોમેન્ટિક એક્ટિંગથી લોકોના દિલો જીતવાવાળા ખેલાડી અક્ષય કુમાર કોઈપણ પ્રકારનો નશો નથી કરતા. તે હંમેશાથી વ્યસનથી દુર રહેવાની જ વાત કરે છે. અક્ષય લેટ નાઇટ પાર્ટીમાં પણ સામેલ નથી થતા. જલ્દી સુવે છે, જલદી ઉઠે છે અને એક આદર્શ જીવન જીવે છે.

સોનુ સુદ

રિયલ લાઇફ હીરો સોનુ સુદ પણ કોઇ પ્રકારનાં વ્યસનને હાથ નથી લગાવતા. પરંતુ તેમણે ઘણી ફિલ્મોમાં વ્યસનની એક્ટિંગ કરી છે. સોનુ સુદ સારા અભિનેતા હોવાની સાથે એક સારા વ્યક્તિ પણ છે. તેમની માનવતા આજે જગજાહેર છે અને લોકો તેમને ખુબ જ વધારે પસંદ કરે છે.

જોન અબ્રાહમ

બોલિવુડનાં હેન્ડસમ હંક અભિનેતા જોન અબ્રાહમની બોડીને દરેક પસંદ કરે છે. તેમની ફિટનેસનું લેવલ અલગ જ લેવો છે અને તેનું મોટું કારણ છે કે તે વ્યસનથી દુર રહે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

પોતાની અમુક જ ફિલ્મોથી લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવવા વાળા સિદ્ધાર્થને પણ શરાબ પીવાનું પસંદ નથી.

શિલ્પા શેટ્ટી

સ્લિમ બ્યુટી શિલ્પા શેટ્ટી પણ કોઈપણ પ્રકારનું વ્યસન નથી કરતી. તે શરાબને હાથ પણ નથી લગાવતી. એટલું જ નહીં શિલ્પા પોતાના જીવનમાં ઘણી સફળ છે અને પોતાની બ્યુટી અને સ્વાસ્થ્યને લઈને ઘણી એક્ટિવ રહે છે.

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા પણ કોઈપણ પ્રકારનો નશો નથી કરતી. તે હંમેશા કહે છે કે એવી કોઇ પાર્ટીમાં ન જવું જોઈએ, જ્યાં શરાબ કે કોઈપણ રીત નો નશો ચાલતો હોય. એવી પાર્ટીથી જો આપણે બચી જઈએ તો આપણું જીવન સફળ છે. આ વાતનું પરિણીતી પોતે પણ ખાસ ધ્યાન રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *