બોલિવૂડમાં ઘણી જોડીઓ બનતી હોય છે અને પછી તૂટી પણ જતી હોય છે. જોકે તેમાં અમુક જોડી એવી પણ હોય છે જેમના તૂટવાથી ફેન્સને ખૂબ જ તકલીફ થતી હોય છે. તેવામાં આજે અમે તમને બોલીવૂડના સૌથી ફેમસ અને વિવાદિત બ્રેકઅપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય
આ બ્રેકઅપ સૌથી વધારે વિવાદોમાં રહ્યું હતું. “હમ દિલ દે ચૂકે સનમ” ના સેટ પર બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને આ પ્રેમ માર્ચ ૨૦૦૨ માં મુરઝાઈ ગયો. તેમના બ્રેકઅપનું કારણ સલમાન ખાનનો ગુસ્સો, શંકા અને ફિઝિકલી એબ્યુઝ કરવું હતું. તેના વિશે એશ્વર્યાએ એક વખત ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સલમાન તેની સાથે ખરાબ વર્તન કરતો હતો, એટલે સુધી કે તેમને ફિઝિકલ હર્ટ પણ કર્યું હતું. તેમના બ્રેકઅપ ફેન્સ ખૂબ જ દુઃખી થયા હતા.
જોન અબ્રાહમ અને બિપાશા બસુ
આ બોલિવૂડની સૌથી હોટ જોડી માનવામાં આવતી હતી. બંને એકબીજાની સાથે ૧૦ વર્ષ વિતાવ્યા હતા. “જિસ્મ” ફિલ્મમાં બંનેની જોડીને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ડીનો મારિયા સાથે બ્રેકઅપ થયા બાદ દુ:ખી બિપાશાને જોને પોતાનો ખભો આપ્યો હતો. પરંતુ જ્યારે તેમનું બ્રેક-અપ થયું તો તેમના ફેન્સને ખૂબ જ નિરાશા થઇ હતી. ખબરો નું માનવામાં આવે તો બિપાશા લગ્ન કરીને સેટલ થવા માંગતી હતી, પરંતુ જોન આવું કરવા માંગતા નહોતા. બસ એ જ તેમના બ્રેકઅપનું કારણ બની ગયું હતું.
પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયા
આ બંનેએ ૨૦૦૫માં ડેટિંગ સ્ટાર્ટ કર્યું હતું. તેમની લવ સ્ટોરી કોઈ ફિલ્મ કહાની થી ઓછી ન હતી. ડિનર હોય કે ક્રિકેટ મેચ જોવી, તેમને દરેક જગ્યાએ સાથે જોવામાં આવતા હતા. પછી એક દિવસ અચાનક પ્રીતિએ નેસ વાડિયા પર મોલેસ્ટેશન અને એબ્યુઝ નો કેસ કરી દીધો. પ્રીતિએ વાનખેડે સ્ટેડિયમની એક ઘટના શેયર કરતા જણાવ્યું હતું કે નેસ તેને ગાયબ કરી દેવાની ધમકી આપી રહ્યા હતા. પ્રીતિએ નેસ ઉપર ઘણા આરોપ મૂક્યા હતા. પરિણામે બંને ૨૦૧૪માં અલગ થઈ ગયા. આવી રીતે તેમનું બ્રેક-અપ સૌથી વધારે વિવાદિત બની ગયું.
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત
તેમની લવ સ્ટોરી “પવિત્ર રિશતા” ના સેટ પર શરૂ થઈ હતી. બંને ૬ વર્ષ સુધી લીવ ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. ખબરોનું માનવામાં આવે તો તેમના બ્રેકઅપનું મુખ્ય કારણ સુશાંત અને કૃતિ સેનન ની વચ્ચે ના સબંધો હતું. તે સિવાય અંકિતા લગ્ન કરીને સેટલ થવા માગતી હતી, પરંતુ સુશાંત આવું કરવા માંગતા ન હતા. સુશાંતને કારણે અંકિતાના હાથમાંથી એક ફિલ્મ પણ ચાલી ગઈ હતી. હકીકતમાં સુશાંતનો તે પ્રોડક્શન હાઉસ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. હાલમાં જ સુશાંતનાં અંતિમ સંસ્કારમાં અંકિતા આવી હતી અને ખૂબ જ દુઃખી હતી.
શાહિદ કપૂર અને કરીના કપૂર
કરીના અને શાહિદનું બ્રેકઅપ પણ ખૂબ જ વિવાદોમાં રહ્યું હતું. ફેન્સ તેમની જોડીને પસંદ કરતા હતા. બંનેએ “મિલેંગે મિલેંગે”, “જબ વી મેટ”, “૩૬ ચાઈના ટાઉન” અને “ચુપકે ચુપકે” જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જોકે તેમના સંબંધો થી કરીના ની માતા બબીતા અને બહેન કરિશ્મા ખુશ હતા નહીં. પરિણામે તેમનો ૫ વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો. તેમના સંબંધોમાં તિરાડ “જબ વી મેટ” ની શૂટિંગના અંત સુધીમાં આવવા લાગી હતી. આ તરફ કરીના “ટશન” ફિલ્મ દરમિયાન સૈફને પ્રેમ કરવા લાગી. વળી શાહિદ અને વિદ્યા બાલનના અફેર ના સમાચારો પણ વેગ પકડવા લાગ્યા હતા. ત્યારે બંને “કિસ્મત કનેક્શન” ફિલ્મ કરી રહ્યા હતા.