આ છે બોલીવુડની ટોપ “જોડી બ્રેકર” એક્ટ્રેસ, તેમણે બીજાનું ઘર ઉજ્જડ બનાવીને પોતાની ગૃહસ્થી વસાવી

Posted by

કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ કોઈ પણ હદ પાર કરવા પહેલા એકવાર પણ વિચારતો નથી. બેશક જ તે સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ સેલીબ્રીટી. પ્રેમમાં પડીને બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. કંઇક એવો જ હાલ આપણા બોલીવુડ જગતનો પણ છે. જ્યાં હંમેશાં કલાકારોનાં સંબંધો બનવા અને બગડવાની વાત વાયરલ થતી જોવા મળે છે. અમુક હસ્તી તો એવી પણ છે, જેમણે “જોડી બ્રેકર” નો ટેગ પ્રાપ્ત કર્યો છે. આજના ખાસ પોસ્ટમાં અમે તમને થોડી એવી અભિનેત્રીઓ સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે, જેમણે પોતાનો પ્રેમ મેળવવા માટે બીજી હસતી-રમતી ઘરગૃહસ્થી બરબાદ કરીને રાખી દીધી. ચાલો જાણીએ તે અભિનેત્રીઓના નામ.

શ્રીદેવી

બોલિવુડની “હવાહવાઈ” ભલે આ દુનિયામાં નથી રહિ. પરંતુ એક સમયમાં તે ફિલ્મ જગતની ટોપ હસ્તીમાંથી એક રહી છે. તેમના લગ્ન બોની કપુર સાથે થયા હતા. તમારા માંથી ઘણા ઓછા લોકો ટે વાતને જાણે છે કે શ્રીદેવી સાથે લગ્ન કરવા પહેલાં જ બોની કપુર મોના નાં પતિ હતા. શ્રીદેવી પર મોના અને બોની નાં રિલેશનને તોડવાનો આરોપ લગાવવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે મોના એ એકવાર શ્રીદેવી નાં પેટ પર પણ લાત મારી દીધી હતી, કારણ કે તે ગુસ્સામાં હતી કે શ્રીદેવીનાં કારણે જ બોની કપુરે તેને છોડી દીધી છે.

સ્મિતા પાટીલ

જુના જમાનાનાં જાણીતા અભિનેતા રાજ બબ્બરને આજે કોઈ ઓળખાણની જરૂરિયાત નથી, કારણ કે તે પોતાનામાં જ એક મોટું નામ બની ચૂક્યા છે. તેમના લગ્ન સ્મિતા સાથે થયા હતા. સ્મિતા પહેલા તેમની પત્ની નાદીરા હતી. રાજ બબ્બર વિવાહિત હોવા છતાં સ્મિતા પાટીલનાં પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. પરંતુ ૩૧ વર્ષની ઉંમરમાં જ સ્મિતા પાટીલે આ દુનિયાને અલવિદા કહી દીધું, ત્યારબાદ રાજ બબ્બર ફરીથી પોતાની પહેલી પત્ની સાથે રહેવા લાગ્યા.

રવિના ટંડન

“ટીપ ટીપ બરસા પાની” ફેમ રવિના ટંડનના લગ્ન અનિલ થડાની સાથે થયા હતા. અનિલનાં લગ્ન પહેલાંથી જ નતાશા સાથે સાથે થઈ ચુક્યા હતાં, પરંતુ રવિના નાં પ્રેમમાં ડુબી ગયા બાદ તેમણે કંઈ પણ વિચાર્યું નહીં અને નતાશાને છોડીને રવિના સાથે લગ્ન કરી લીધા. તે સમયે આ લગ્ન ઘણા શાહી અંદાજમાં થયા હતા. તેમાં ઘણી મોટી હસ્તીઓ પણ સામેલ થઈ હતી.

રાની મુખર્જી

રાની મુખર્જીનાં લગ્ન આદિત્ય ચોપડા સાથે ગુપચુપ રીતે થયા હતા. તેમના લગ્ન સિક્રેટ રીતે થવાનું એક કારણ એવું પણ માનવામાં આવે છે કે આદિત્ય પહેલાથી વિવાહિત હતા. તેમના લગ્ન પોતાની બાળપણની મિત્ર પાયલ ખન્ના સાથે થયા હતા. પરંતુ જ્યારે તેમની લાઇફમાં રાણીની એન્ટ્રી થઈ તો તેમણે પોતાનો પહેલો પ્રેમ ભુલાવીને બીજા લગ્ન કરી લીધા હતા.

લારા દત્તા

મિસ યુનિવર્સ કહેવાતીરા દત્તા ના લગ્ન મહેશ સાથે થયા હતા. ખબર પ્રમાણે તો મહેશ એ લારાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે પોતાના નવા અને સફળ લગ્નને તોડી દીધા હતા. તેવામાં લારા દત્તાને પણ જોડી બ્રેકર નો ખિતાબ પ્રાપ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *