બોલિવૂડની દુનિયામાં સંબંધોને સમજવા થોડા મુશ્કેલ હોય છે. કારણ કે અહીં સંબંધોના રૂપ-રંગ પણ સામાન્ય દુનિયાથી અલગ હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકાર છે જે એકબીજાના સાવકા ભાઇ-બહેન છે. સાવકા શબ્દ સાંભળીને લાગે છે કે આ સિતારાઓમાં પરસ્પર બિલકુલ બનતું નહીં હોય. પરંતુ જો તમે એવું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તેવું બિલકુલ નથી. ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સાવકા ભાઇ-બહેન છે જે એકબીજાને સગા થી પણ વધારે પ્રેમ કરે છે. તમને જણાવીએ કે બોલિવૂડમાં એવા ક્યાં સાવકા ભાઈ-બહેનની જોડી છે, જે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.
શાહિદ – ઈશાન
શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર અને નીલિમા અઝીમનાં છૂટાછેડા થઈ ચૂક્યા હતા. ત્યાર બાદ નીલિમા અજીમે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ઈશાનનો જન્મ થયો. શાહિદ અને ઈશાન સાવકા ભાઈ છે, પરંતુ બન્નેની વચ્ચે ગજબની બોન્ડિંગ છે. શાહિદ પોતાના નાના ભાઈનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને આ બંને વચ્ચેની બોન્ડિંગ પણ ખૂબ જ શાનદાર છે.
ભટ્ટ સિસ્ટર્સ
મશહૂર ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના ચાર બાળકો છે અને આ ચારેય બાળકોને પરસ્પર ખુબ જ પ્રેમ છે. તેમના પહેલા બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ તેમની પહેલી પત્નીથી છે. વળી તેમની બે દીકરીઓ આલિયા ભટ્ટ અને શાહિન ભટ્ટ બીજી પત્ની સોની રાજદાનથી છે. મહેશ ભટ્ટે બે લગ્ન કર્યા હતા, પરંતુ આ બાળકોમાં કોઈપણ પ્રકારનો મનભેદ નથી. ત્રણેય ભટ્ટ સિસ્ટર હંમેશા એકબીજાની સાથે સમય પસાર કરતી નજર આવે છે.
કપૂર પરિવાર
ફેમસ પ્રોડ્યુસર બોની કપૂરે પણ બે લગ્ન કર્યા હતા. તેમણે પોતાની પહેલી પત્ની મોના શૌરીને છૂટાછેડા આપીને શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા અને શૌરીના બે બાળકો છે, અર્જુન અને અંશુલા. શ્રીદેવી અને બોનીની બે દીકરીઓ છે, જાનવી કપૂર અને ખુશી કપૂર. બોનીએ પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા એટલા માટે અર્જુન અને અંશુલા એ ઘણો લાંબો સમય સુધી પોતાની સાવકી બહેનો ખુશી અને જાનવી સાથે કોઈ સંબંધ રાખ્યા ન હતા. જોકે શ્રીદેવીના નિધનના બાદથી અર્જુનને બધા જ મતભેદ ભૂલીને પોતાની બંને બહેનોને સંભાળી લીધી છે. આજે ચાર ભાઈ-બહેનો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.
પટોડી પરિવાર
સેફ અલી ખાને પણ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. અમૃતા અને સૈફના બે બાળકો છે, સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન. વળી સેફ અલી ખાન અને કરિના સાથે લગ્ન કર્યા હતા અને તેમનો એક દીકરો છે તૈમુર અલી ખાન. અમૃતા અને સેફ અલી ખાન વચ્ચે તો બિલકુલ વાત થતી નથી, પરંતુ બાળકોમાં પરસ્પર કોઈ નારાજગી નથી. સારા અને ઇબ્રાહીમ તૈમુરને ખૂબ જ પ્રેમ કરે છે અને તૈમુરને પણ પોતાના ભાઈ બહેન સાથે ખૂબ જ લાગણી છે. સારા દર વર્ષે રક્ષાબંધન પર ઇબ્રાહિમની સાથે સાથે તૈમુર પણ રાખડી બાંધે છે.
ઇરા – આઝાદ
આમિર ખાને પણ બે લગ્ન કર્યા હતા. જેમાં તેમની પહેલી પત્નીના થી તેમને બે બાળકો થયા ઇરા અને જુનેદ. વળી આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તેમને એક દીકરાનો જન્મ થયો આઝાદ. આઝાદની ક્યુટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોય છે. અલગ અલગ માં ના આ ત્રણ બાળકો પરસ્પર એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. ઇરા જુનેદને જેટલો પ્રેમ કરે છે તેટલો જ લાડ તે આઝાદને પણ કરે છે. એટલું જ નહીં કિરણ અને રીનામાં પણ કોઈ મતભેદ નથી અને બન્ને એકબીજા સાથે સારા રિલેશન શેયર કરે છે.