આ છે કોરોના વાયરસનાં નવા ૬ લક્ષણો, ક્યાંક તમને પણ આ લક્ષણોની ફરિયાદ તો નથી ને?

Posted by

કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચેલો છે. જેના લીધે ભારતમાં પણ ૩ મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવેલ છે. ભારતમાં અત્યાર સુધીમાં ૨૭ હજારથી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે ૬ હજારથી વધારે લોકો સ્વસ્થ પણ કરવામાં આવી ચુક્યા છે. પરંતુ હજુ પણ આ સંક્રમણને જોતા આપણે સતર્ક રહેવાની જરૂરિયાત છે. સતત સંક્રમણ ફેલાવવાની ખબર વચ્ચે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા અમુક લક્ષણો વિષે જણાવવામાં આવેલ છે. આ લક્ષણો જે લોકોમાં દેખાઈ આવે છે તે પાછલા લક્ષણોથી બિલકુલ અલગ છે અને આવા લક્ષણ વાળા લોકો પણ કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકે છે. નીચે બતાવવામાં આવેલ કોરોના વાયરસના નવા લક્ષણોને ધ્યાનથી વાંચો અને તેની ઝપેટમાં આવવાથી બચી રહો.

પહેલું લક્ષણ

કોરોના વાયરસના નવા લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ સાંભળ્યા બાદ તમને આશ્ચર્ય પણ થશે. હકીકતમાં તેમાં વ્યક્તિને ખૂબ જ વધારે ઠંડી લાગે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા તેના વિશે જણાવવામાં આવ્યું છે કે અમુક એવા પણ દર્દીઓ છે જેમને ખૂબ જ વધારે ઠંડી પણ લાગતી હોય છે અને તપાસ બાદ તેમાં કોરોના વાયરસના સંક્રમણ પણ મળી આવ્યા છે. એટલા માટે જે લોકોને ઠંડી લાગી રહી હોય તેઓએ ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.

બીજું લક્ષણ

કોરોના વાયરસનાં બીજા લક્ષણની વાત કરીએ તો તે પણ ઠંડી સાથે જોડાયેલ છે. ઘણા લોકો એવા પણ છે જેમને ઠંડી લાગવાની સાથોસાથ કંપારી પણ થાય છે. કોરોના વાયરસના બીજા લક્ષણોમાં, તેનાથી સંક્રમિત વ્યક્તિને ઠંડી લાગવાની સાથે સમગ્ર શરીરમાં કંપારી પણ થાય છે. એટલા માટે જે લોકોને આવા લક્ષણો દેખાતા હોય, તેઓ તેને મેલેરિયા અથવા અન્ય કોઈ તાવના લક્ષણો સમજીને મોડુ ના કરે અને જેટલું શક્ય હોય તેટલું કોઈ ડોક્ટરને બતાવી તેની સલાહ લે.

ત્રીજું લક્ષણ

કોરોના વાયરસનું ત્રીજું લક્ષણ તમને વધારે પરેશાન કરવા વાળું લાગશે. આ લક્ષણ કોરોના વાયરસના સામાન્ય લક્ષણો થી બિલકુલ અલગ પણ છે. સીડીસી એ જણાવ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત નવા લોકોમાં સ્નાયુઓમાં દર્દ થઈ રહ્યું છે. જોકે, આ દુખાવો કોઈ કામ કરવાને કારણે અથવા ઇજા થવાને કારણે પણ હોઈ શકે છે. પરંતુ જો તમને હાલમાં કોઈપણ ઇજા થયેલ નથી અને તમારા શરીરના સ્નાયુઓમાં સતત દુખાવો થઈ રહ્યો છે તો નજીકના હોસ્પિટલમાં જઇને તેના વિશે સૂચિત કરો અને પોતાની જાતને ક્વોરંટાઈન કરવાની પૂરી કોશિશ કરો.

ચોથુ લક્ષણ

કોરોના વાયરસના જે નવા લક્ષણો વિશે સીડીસી દ્વારા બતાવવામાં આવ્યું છે, તેમાં માથાનો દુખાવો પણ સામેલ છે. આ માથાનો દુખાવો સામાન્ય રીતે થતા માથાના દુખાવા કરતા બિલકુલ અલગ હોય છે, જેની સાથોસાથ તમને તાવ અને શરદીની સમસ્યા પણ મહેસુસ થઇ શકે છે. એટલા માટે જો તમને માથામાં સતત દુખાવો થઈ રહ્યો હોય અને તે સામાન્ય દિવસોમાં થતા દુખાવાથી અલગ લાગતો હોય તો તમે સતર્ક થઈ જાવ. સૌથી પહેલા નજીકના કોઈ હોસ્પિટલમાં જઈને પોતાના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે ડોક્ટરની સલાહ લો. ત્યાર બાદ પણ જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો તમે કોરોના વાયરસની તપાસ માટે પણ જઈ શકો છો.

પાંચમું લક્ષણ

સીડીસી દ્વારા રજુ કરવામાં આવેલ નવા લક્ષણોમાં ગળામાં ખુંચવાની સાથે થતા દર્દ વિશે પણ જણાવવામાં આવ્યું છે. જોકે આ દુખાવો રાતના સમયે માથાને અયોગ્ય રીતે રાખીને સુવાના કારણે પણ થઈ શકે છે અથવા આઈસક્રીમના સેવનના કારણે પણ થઈ શકે છે. જોકે આ દુખાવો ૧ અથવા ૨ દિવસમાં ઠીક થઈ જાય છે. વળી, કોરોના વાયરસથી સંક્રમણની સ્થિતિમાં જો તમને ગળામાં દુખાવો થઈ રહ્યો છે અથવા તે લાંબા સમયથી હોય તો બની શકે છે કે તમે કોરોના વાયરસથી સંક્રમિત હોય. એટલા માટે મીઠું અને ગરમ પાણીથી ગળાની સફાઈ કરો અને જો તમને ૧-૨ દિવસની અંદર આરામ મળતો નથી, તો તુરંત જ હોસ્પિટલ જઈને ડોક્ટર ને તેની જાણ કરો.

છઠ્ઠું લક્ષણ

કોરોના વાયરસના દર્દીઓમાં આ લક્ષણ ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે અને અંદાજો પણ લગાવી શકાય છે કે આવા વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે એન્ડ પ્રિવેન્શન દ્વારા રજુ કરવામાં આવેલ નવા લક્ષણોમાં તે બતાવવામાં આવ્યું છે કે જે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ હોય છે, તેમને કોઈપણ પ્રકારની સુગંધ ની જાણ થતી નથી. ફક્ત એટલું જ નહીં પરંતુ સ્વાદનો પણ તેઓ યોગ્ય રીતે અંદાજો લગાવી શકતા નથી. એટલા માટે જે લોકો કોઈપણ પ્રકારના સ્વાદને સમજી શકતા નથી અને કોઈ પણ સુગંધ અથવા ગંધનો અહેસાસ નથી થઈ રહ્યો, તો તેઓએ ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *