આ છે દુનિયાની સૌથી નાની ગાય, તેની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં આવી રહ્યા છે લોકો, જુઓ તસ્વીરો

Posted by

દુનિયામાં ઘણી પ્રકારનાં જીવજંતુ હોય છે. પરંતુ ઘણીવાર અમુક એવી રીતે જન્મ લે છે કે  તે પોતાના જેવા બીજા જાનવરોથી અલગ દેખાય છે. હવે બાંગ્લાદેશમાં સ્ટાર બનેલી “રાણી” નામની આ ગાયને જ લઈ લો. ગાય સૌથી કોમન પાલતુ જાનવર છે. ઘણા ખેડુત તેને પાળે છે. ઘણા લોકો શોખને કારણે પણ ગાયને પાળે છે. ભારતમાં ગાયને માતા સમાન પવિત્ર માનવામાં આવે છે. ગાય પણ ઘણી પ્રકારની નસલ ની હોય છે. સામાન્ય રીતે ગાય સાઈઝમાં સારી એવી મોટી હોય છે. તેને ઉઠાવવી કે ઘરમાં રાખવી તે દરેક વ્યક્તિની તાકાત હોતી નથી.

પરંતુ બાંગ્લાદેશની સ્ટાર રાણી ગાય જોવામાં કોઈ પાળતું કુતરા જેવી લાગે છે. જ્યારે તે બકરી પાસે ઊભી હોય છે, તો તે બકરી પણ આ ગાયથી મોટી દેખાય છે. ગાયના માલિક તેને દુનિયાની સૌથી નાની ગઈ ગાય હોવાનો દાવો કરી રહ્યો છે. આ ગાય બાંગ્લાદેશની રાજધાની ઢાકા થી ૩૦ કિલોમીટર દુર સ્થિત ફાર્મ પર રહે છે. રાણી નામની આ ગાય માત્ર ૨૦ ઈંચની છે.

બાંગ્લાદેશમાં હાલના સમયે લોકડાઉન લાગેલું છે. અહીંની સરકારે લોકોને ઘર પર જ રહેવાની સલાહ આપી છે. પરંતુ તે છતાં લોકો ઘરેથી નીકળી આ ગાય ને જોવા હજારોની સંખ્યામાં આવી રહ્યા છે. ગાયને ઉંમર માત્ર ૨૩ મહિનાની જણાવવામાં આવી રહી છે. પોતાની સાઈઝને કારણે આ ગાય રાતોરાત સ્ટાર બની ગઈ છે. મીડિયામાં પણ દરેક તરફ તેના ચર્ચા થઈ રહી છે.

આ ગાયની મોઢાથી પૂંછડી સુધીની કુલ લંબાઈ માત્ર ૨૬ છે. આ ગાય ૨૩ મહિનાની થઈ ગઈ છે. પરંતુ છતાં પણ તેનું વજન માત્ર ૨૬ કિલોગ્રામ છે. આ ગાયનાં માલિકનો દાવો છે કે વર્તમાનમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં જે ગાયનું નામ દુનિયામાં સૌથી નાની ગાયનાં રૂપમાં  નોંધાયેલું છે, તેનાથી રાણી ૪ ઈચ નાની છે. જો કે હાલમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડની તરફથી રાણીને દુનિયાની સૌથી નાની ગાય માનવામાં આવી નથી.

ગાયનાં માલિક અનુસાર તે પોતાની ગાયનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા ઇચ્છે છે, પરંતુ તેવું થવામાં ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે વર્તમાનમાં દુનિયામાં સૌથી નાની ગાયનો રેકોર્ડ ભારતના કેરળ રાજ્યની માણિક્યમ નામની ગાયના નામે છે. આ રેકોર્ડ ગાયે વર્ષ ૨૦૧૪માં પોતાના નામે કર્યો હતો. ત્યારે વેચૂર નસલ ની માણિક્યમ ગાય ની લંબાઈ ૨૪ ઇંચ માપવામાં આવી હતી. હવે જો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બાંગ્લાદેશની રાણી નામ ની ગાયની લંબાઈ માપીને તેને માન્યતા આપે છે, તો તે દુનિયાની સૌથી નાની ગાયનો તાજ પોતાના નામે કરી લેશે.

જેવી જ લોકોને આ ટુંકી હાઇટ વાળી ગાયની જાણ બધાને થઈ તો તેને જોવા આવવા લાગ્યા. દરેક લોકો અહીં આવીને ગાય સાથે સેલ્ફી લઇ રહ્યા છે. અત્યાર સુધી ૧૫ હજારથી વધારે લોકો આ ગાયને જોવા આવી ગયા છે. આ ગાયને શિકાર એગ્રો ફાર્મમાં પાળવામાં આવી રહી છે. તેમણે તેને નૌગામ માં એક ફાર્મમાં જન્મ લીધા બાદ ખરીદી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *