આ છે દુનિયાનો સૌથી ગંધારો વ્યક્તિ, જે ૬૭ વર્ષોથી નહાયો નથી

તમે ક્યારેક ને ક્યારેક અમુક એવા લોકોને જરૂરથી જોયા હશે, જે દરરોજ નહાવાનું પસંદ નહીં કરતા હોય. પરંતુ તેઓ એક-બે દિવસનાં અંતરમાં જરૂરથી સ્નાન કરી લેતા હોય છે. વિશેષ રૂપથી શિયાળાની ઋતુમાં અમુક લોકો દરરોજ નાહવાનું ટાળતા હોય છે અને અમુક લોકોની આવી આદતને કારણે અન્ય લોકો તેમની પાસેથી જવાથી પણ અચકાય છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે આ દુનિયામાં એક એવો પણ વ્યક્તિ છે, જેણે પોતાના જીવનમાં ક્યારેય પણ સ્નાન કરેલ નથી, તો તમારી પ્રતિક્રિયા શું હશે?

તમે જરૂરથી ચોકી ગયા હશો, પરંતુ તે હકીકત છે. આજે અમે તમને અમો હાજી નામનાં એક એવા વ્યક્તિ વિશે જણાવશું, જેણે પાછલા ૬૭ વર્ષોથી પોતાના શરીર ઉપર પાણીનું એક ટીપું પણ નાખેલું નથી. ૮૭ વર્ષનાં ઈરાનમાં રહેનાર અમો હાજી ને દુનિયાના સૌથી “મેલા વ્યક્તિ” પણ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ એક-બે દિવસ સ્નાન ન કરે તો આપણે તેનાથી દુર ભાગી જતા હોઈએ છીએ, તો જરા વિચારો કે અમો હાજી ની પાસે કોઈ એક સેકન્ડ માટે પણ કઈ રીતે ઊભા રહી શકે છે.

અમો હાજી નાં ૬૭ વર્ષથી સ્નાન ન કરવા પાછળનું કારણ જાણશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ અમો હાજી ની એવી વિચિત્ર વિચારસરણી છે કે જો તેઓ પોતાના શરીર ઉપર પાણીનું એક ટીપું પણ નાખશે તો તે બીમાર પડી જશે, જેના કારણે તેઓ આજ સુધી ક્યારેય પણ નહાયેલ નથી અને ક્યારે પણ કપડાં બદલ્યા નથી. મેલ અને દુર્ગંધ મારતા શરીરને લઈને જ્યારે આ વ્યક્તિ અવર-જવર કરે છે તો લોકો તેની પાસેથી પસાર થવાનું પણ પસંદ કરતા નથી. સાથોસાથ કોઈ ઘર ન હોવાને લીધે અમો હાજી દક્ષિણ ઈરાનનાં દેહગામ ગામનાં રણમાં એકલા રહે છે.

આ વ્યક્તિને નહાવાના પાણીથી તો એટલો ડર લાગે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમો હાજી દિવસમાં પાંચ લીટર પાણી જરૂરથી પી જાય છે. આ વિચિત્ર વ્યક્તિ ચોખ્ખી જગ્યાને બદલે ગંદકી વાળી જગ્યા પર આરામ કરે છે અને તેને તાજુ ભોજન પણ પસંદ આવતું નથી. તે રાત્રિના રણનાં કોઈપણ ખાડામાં સુઈ જાય છે. આ વ્યક્તિ ફક્ત જાનવરોનું સડેલું માંસ ખાય છે.

અમો હાજર ની પાસે એક જુનો ગંદુ હેલમેટ પણ છે, જેનો ઉપયોગ તે ઠંડીથી બચવા માટે કરે છે. પરિસ્થિતિ એવી છે કે જો કોઈ વ્યક્તિ તેને પહેરવા માટે કપડાં આપે તો તે પોતાના જુના ગંદા કપડાં ઉપર નવા કપડાં પહેરી લે છે, જેના કારણે તેના શરીર ઉપર કપડાનું મોટું સ્તર બની ચુક્યું છે અને શરીર પર અઢળક કપડાં હોવાને કારણે તે ઠંડી પણ લાગતી નથી.

તે સિવાય દુનિયાના સૌથી ગંદા વ્યક્તિને ધુમ્રપાન કરવાની પણ આદત છે. તેને ધુમ્રપાન કરવાની એવી આદત છે કે ગામમાં ક્યારે કોઈ તેને સિગરેટ આપે છે તો તે એક સાથે પ-૫ સિગરેટ પી જાય છે. સાથોસાથ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે જ્યારે આ વ્યક્તિ પાસે સિગરેટ અથવા તંબાકુ ન હોય તો તે જાનવરોના મળમાંથી ધુમ્રપાન કરે છે. જેના માટે તે એક કાટ લાગેલ પાઇપનો ઉપયોગ કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે અમો હાજી શરૂઆતથી જ આવા વ્યક્તિ ન હતા, પરંતુ યુવાનીનાં સમય બાદ જીવનમાં આવેલી અમુક પરેશાનીઓને કારણે હારીને તેમણે પોતાનું જીવન અપનાવી લીધું છે અને હવે તેઓ આ રીતે દુનિયાથી અલગ પોતાની ધુનમાં રહે છે.