આ છે ગણપતિ બાપાનાં પાંચ પ્રસિધ્ધ મંદિર, એકવાર દર્શન કરવાથી પુરી થઈ જાય છે બધી જ મનોકામનાઓ

Posted by

ગણેશજીનો ૧૦ દિવસીય મહાપર્વ શરૂ થઈ ચુક્યો છે. એટલું જ નહીં તે તો બધાને જાણ છે કે ગણેશજીનું પુજન દરેક પુજા પહેલા અનિવાર્ય માનવામાં આવે છે. માન્યતા છે કે ગણેશજીનું પુજન પહેલાં ન કરીએ તો કોઈપણ કાર્ય સફળતાપુર્વક નથી થઈ શકતું. વિઘ્ન વિનાશક ગણેશજીનાં પુજનથી સુખ-સમૃદ્ધિ આવે છે અને જીવનના દરેક કષ્ટ દુર થાય છે. તો ચાલો તેવામાં આજે અમે તમને દેશમાં સ્થિત તે પાંચ ગણેશજીનાં મંદિર વિશે જણાવીએ, જેનો પોતાનો એક ઇતિહાસ અને મહત્વ છે.

ઉજ્જૈનનું ચિંતામણ ગણેશ મંદિર

ઉજ્જૈનમાં શ્રી ગણેશનું એક પવિત્ર તીર્થ, ચિંતામણ ગણેશ મંદિરનાં રૂપમાં સ્થાપિત છે. આ સ્થાન ઉજજૈન થી લગભગ ૬ કિલોમીટર દુર ફતેહાબાદ રેલવે લાઇનની પાસે સ્થિત છે. જણાવી દઈએ કે ચિંતામણ ગણેશ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પર શ્રીગણેશ ૩ રૂપમાં એક સાથે વિરાજમાન છે. આ ત્રણ સ્વરૂપ ચિંતામણ ગણેશ, ઈચ્છામન ગણેશ અને સિદ્ધિ વિનાયકનાં રૂપમાં જાણીતા છે. કહેવાય છે કે તેમાંથી ચિંતામણી ગણેશ ચિંતાઓને દુર કરે છે, ઈચ્છા મન ઇચ્છાની પુર્તિ કરે છે અને સિદ્ધિ વિનાયક રિદ્ધિ સિદ્ધિ આપે છે. એવું પણ માનવામાં આવે છે કે ગણેશજીની આવી અદ્ભુત અને અલૌકિક પ્રતિમા દેશમાં કદાચ બીજે ક્યાંય નથી.

વળી ચિંતામણ મંદિર સાથે જોડાયેલી એક કથા પણ સાંભળવામાં આવે છે. કહેવાય છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે ગણપતિની મુર્તિ સ્વયં સ્થાપિત કરી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પૌરાણિક કથા અનુસાર વનવાસ કાળમાં એકવાર સીતાજીને તરસ લાગી, ત્યારે રામની આજ્ઞાથી લક્ષ્મણજીએ પોતાનું તીર આ સ્થાન પર માર્યું, જેનાથી પૃથ્વીમાંથી પાણી નીકળ્યું અને અહીં એક કુવો બની ગયો. ત્યારે શ્રીરામે પોતાની દિવ્ય દૃષ્ટિથી ત્યાંની હવા દોષપુર્ણ હોવાની વાત જાણી અને તેને દુર કરવા માટે ગણપતિને અનુરોધ કરી તેની ઉપાસના કરી. ત્યારબાદ જ સીતાજી કુવાનું જળ પી શક્યા. તેના પછી શ્રી રામે આ ચિંતામન મંદિરનું નિર્માણ કરાવ્યું.

જયપુરનાં મોટી ડુંગરી ગણેશ મંદિર

જણાવી દઇએ કે રાજસ્થાનની રાજધાની જયપુરનાં મોટી ડુંગરી ગણેશ મંદિર પણ ઘણું જાણીતું છે. અહીં ની મુર્તિ ૫૦૦ વર્ષથી વધારે જુની છે. તેને જયપુરનાં રાજા માધો સિંહ રાણીનાં પૈતૃક ગામથી લાવવામાં આવ્યા હતા. આ મંદિર નવા વાહનોની પુજા માટે ઘણું જાણીતું છે.

ઇન્દોરનું ખજરાના ગણેશ મંદિર

મધ્યપ્રદેશનાં ઇન્દોર શહેરની ખજરાના ગણેશ મંદિર પણ ઘણું જાણીતું છે. ઉજ્જૈન ચિંતામણી ગણેશ મંદિરની હાલની ઇમારતની જેમ આ મંદિરનું નિર્માણ પણ હોલકર વંશની મહારાણી અહિલ્યા બાઇ એ કરાવ્યું હતું. માન્યતા છે કે આ વિસ્તારમાં રહેવા વાળા મંદિરનાં પુજારીને ગણેશ મુર્તિ જમીનની અંદર દબાયેલા હોવાનું સપનું આવ્યું હતું. ત્યારબાદ અહીં ખોદકામમાં ભગવાનની મુર્તિ મળી અને પછી મહારાણીએ આ મંદિર બનાવડાવ્યું.

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર

મહારાષ્ટ્રનાં મુંબઈ શહેરમાં બનેલું સિદ્ધિવિનાયક મંદિર સેલિબ્રિટી વચ્ચે ઘણું લોકપ્રિય છે. અહીં ફિલ્મ કલાકાર, દેશના મોટા મોટા ઉદ્યોગપતિ હંમેશા પોતાની મનોકામના માંગવા અને તેના પુરા થવા પર ચડાવો ચડાવવા માટે આવતા રહે છે. આ મંદિર દેશનું સૌથી અમીર મંદિરમાં પણ સામેલ છે. જણાવી દઇએ કે આ મંદિરમાં સ્થાપિત ગણેશ પ્રતિમા લગભગ ૨૦૦ વર્ષ જુની છે. મંદિરનાં શિખર પર ૩.૫ કિલો સોનાનું કળશ લાગ્યું છે. સાથે જ મંદિરની અંદર દીવાલો પર સોનાનું પડ ચડાવવામાં આવ્યું છે.

પુણે નું દગડુ ગણેશ મંદિર

મહારાષ્ટ્રનાં પુણે શહેરનાં દગડુશેઠ હલવાઈ ગણેશ મંદિર પણ ૨૦૦ વર્ષ જુનું છે. અહીંના વ્યાપારી દગડુશેઠ હલવાઈ એ પોતાના દીકરાનાં નિધન પછી ગુરુ માધવનાથ મહારાજનાં કહેવા પર આ ગણેશ મંદિર બનાવડાવ્યું હતું અને આ મંદિરમાં પણ મનોકામના માંગવા માટે દુર-દુરથી લોકો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *