આ છે કિયારા આડવાણી ની હમશકલ તનીષા સંતોષી, તસ્વીરો જોઈને તમને પણ અસલી ને ઓળખવામાં થાપ ખાઈ જશો

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ જાણીતી એક્ટ્રેસ કિયારા અડવાણી હાલના દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. જણાવી દઈએ કે કિયારા અડવાણી એ જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે રાજસ્થાનનાં જેસલમેર ના સુર્યગઢ પેલેસમાં લગ્ન કરેલા છે. આ બધાની વચ્ચે મશહુર ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ની દીકરી તનીષા સંતોષી પણ ચર્ચામાં છવાઈ ગઈ છે.

Advertisement

હકીકતમાં તનીષા સંતોષી અમુક હદ સુધી પોપ્યુલર એક્ટ્રેસ કિયારા અડવાણી જેવી દેખાય છે. તેના ચહેરાની બનાવટ કિયારા અડવાણી જેવી છે. તેવામાં ઘણા લોકો તેને કિયારા ની હમશકલ જણાવે છે, પરંતુ આ બાબત ઉપર રહેલી વખત તનીષાએ મૌન તોડ્યું છે અને તેણે એવું કહ્યું છે કે તે બિલકુલ પણ કિયારા જેવી દેખાતી નથી.

જણાવી દઈએ કે તનીષા સંતોષી એ પોતાના પિતા રાજકુમાર સંતોષી ના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ “ગાંધી ગોડસે” થી કારકિર્દીની શરૂઆત કરેલી છે. આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીનાં રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો સામાન્ય રિસ્પોન્સ મળ્યો. ફિલ્મમાં તનીષા એ પણ શાનદાર કામ કર્યું અને તેની એક્ટિંગની પ્રશંસાગ પણ કરવામાં આવી. તેવામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન તનીષા સાથે ઘણી વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન તનીષા ને કિયારા ની હમસકલ હોવા ઉપર પણ વાત કરવામાં આવી. આ દરમિયાન તનીષા ને પુછવામાં આવ્યું કે કિયારા અડવાણી સાથે તમારી સરખામણી કરવામાં આવે તો તેને તમે કેવી રીતે લો છો?

તેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે સૌથી પહેલા તો હું કિયારા આડવાણી જેવી દેખાતી નથી. મારી કારકિર્દીની શરૂઆત હાલમાં થયેલી છે, તો હું દરેક ચીજોને પોઝિટિવ રીતે લઉં છું. કોઈપણ ચીજને હું નેગેટિવ રીતે લેતી નથી. કિયારા ખુબ જ સુંદર અને સફળ એક્ટ્રેસ છે. તે એક પ્રેરણા પણ છે. કારણ કે તેની પહેલી ફિલ્મ હીટ રહી ન હતી, તેમ છતાં પણ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છે.

તેણે પોતાની ઉપર કામ કર્યું અને આજે ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવેલ છે. મને તેની પાસેથી ઘણું બધું શીખવા મળે છે. વળી સરખામણી વાળી વાતને પણ હું નેગેટિવ રીતે લેતી નથી. આ ફિલ્મને જોયા બાદ લોકો સમજી જશે કે હું કિયારા જેવી બિલકુલ પણ દેખાતી નથી.

જણાવી દઈએ કે તનીષા સંતોષીની સોશિયલ મીડિયા ફેન ફોલોવિંગ ખુબ જ જબરજસ્ત છે. લોકો તેને ખુબ જ પસંદ કરે છે. તે સિવાય તેને સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતી રહે છે. જણાવી દઈએ કે તનીષા ખુબ જ સ્ટાઇલિશ અંદાજમાં રહેવાનું પસંદ કરે છે. તનીષા ગાંધી ગોડસે ના સ્ક્રિનિંગ પર ખુબ જ ચર્ચામાં રહેલી હતી. આ દરમિયાન એક્ટ્રેસ રેખાના ચરણસ્પર્શ કરતી હોય એવી તસ્વીરો ખુબ જ વાયરલ થઈ હતી અને ફેન્સ તેની ખુબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *