આ છે પતિઓને પોતાના વશમાં કરવાનો રામબાણ નુસ્ખો, હરેક પત્નીએ જરૂરથી અજમાવવો જોઈએ

Posted by

પતિ પત્નીનાં સંબંધમાં તકરાર થવી સામાન્ય વાત છે. પત્નીની હંમેશા એજ ફરિયાદ હોય છે કે એમના પતિ એમનું કહ્યું માનતા નથી. તેઓ હંમેશા પોતાના મનની જ કરે છે. એવામાં દરેક પત્નીએ પોતાના હસબન્ડને કાબૂમાં રાખવા ઈચ્છે છે. જો તમારી પણ એવી જ ઇચ્છા છે, તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો. આજે અમે તમને થોડી એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે, જેના દ્વારા તમે તમારા પતિને આસાનીથી કાબૂમાં રાખી શકો છો.

પતિને કાબુમાં રાખવા માટે પહેલા તમારે એનું દિલ જીતવું પડશે. એ તમારી દરેક વાત ત્યારે જ માનશે, જ્યારે તમે એની દરેક વાત માનશો. જો માની પણ ન શકો તો ઓછામાં ઓછી આખી વાત જરૂરથી સાંભળો. તેમનાં પર નારાજ ન થવું નહીં. પરંતુ શાંતિ, પ્રેમ અને લોજીક સાથે એમને બતાવો કે તમે એમની વાત કેમ નથી માની શકતી.

પત્નીઓને પતિને મેણાં-ટોણા મારવાની ખૂબ જ ખરાબ આદત હોય છે. એજ કારણ ઘરમાં ઘણા લડાઈ ઝઘડા થાય છે. આ મેણાં-ટોણા ઘણીવાર પતિને એવા ખુંચતા જાય છે કે તેમને પોતાની પત્ની થી નફરત થઈ જાય છે. તેઓ એમની નજરમાંથી ઉતરી જાય છે. પછી તેઓ એમની કોઈ વાત સાંભળતા નથી. એટલા માટે પતિને પોતાના વશમાં રાખવા હોય તો મેણાં-ટોણાનો નહીં, પરંતુ પ્રેમભરી વાતોનો સહારો લો.

વર્ક અને ઓફિસનાં કામને લઈને પતિને દખલઅંદાજી પસંદ હોતી નથી. એટલા માટે એમના કામને લઈને એમની સાથે કોઈ તકરાર ન કરો કે કામના સમયે એમને ડિસ્ટર્બ ન કરો. બસ જ્યારે તેઓ થાકીને ઘરે આવે છે તો એમને એમના હાલચાલ અને દિવસ કેવો ગયો છે એ જ પૂછી લો.

અમુક પત્નીઓને જૂની વાતો સંભળાવવાની આદત હોય છે. તેઓ ઘણી જુની વાતોને ઘણા વર્ષો સુધી પુનરાવર્તન કરતી રહે છે. જે વીતી ગયું છે એને ફરીથી ન ઉખાડો. જૂની વાતોને ભૂલીને નવી શરૂઆત કરો. ભવિષ્યનું પ્લાનિંગ કરો. એનાથી પતિ તમારી દરેક વાતમાં ખુશી-ખુશી સાથ આપશે.

ઘણીવાર ગેરસમજણનાં કારણે પણ પતિ-પત્ની વચ્ચે સંબંધો બગડી જાય છે. એટલા માટે જ્યારે પણ કોઈ લડાઈ-ઝઘડા હોય તો ડાયરેક્ટ એકબીજા સાથે વાત કરો. જે વાતને લઈને સમસ્યા છે તેનું શાંતિથી અને હળીમળીને સમાધાન શોધો. સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો. એકબીજા પર ભરોસો કરો.

લગ્ન પછી હંમેશા રોમાન્સ ઓછો જાય છે. એવામાં પોતાના પતિને રીઝવવા માટે ઘરમાં રોમેન્ટિક માહોલ બનાવવો કે પછી બહાર ડિનર, વેકેશન પર જાઓ. તમે તમારા લુક સાથે પણ પ્રયોગ કરી શકો છો. થોડી મોર્ડન અને સ્ટાઇલિસ બનીને પતિને એકવાર ફરીથી પોતાના દિવાના બનાવી શકો છો. તેનાથી એ તમારી દરેક વાત માનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *