આ છોકરીનાં અક્ષર જોઈને તો કોમ્પ્યુટર પણ શરમાઇ જાય, તમે જાતે જ જોઈને નક્કી કરો

વિદ્યાર્થીઓની હેન્ડરાઇટિંગ ખૂબ જ મહત્વ રાખે છે. જો હેન્ડરાઇટિંગ સારી હોય તો ટીચર પર સારી ઇમ્પ્રેશન પડે છે. બાળપણથી જ આપણે બધા પોતાની હેન્ડરાઇટિંગ સુધારવા માટેની કોશિશ કરીએ છીએ. પરંતુ અમુક લોકોની હેન્ડરાઇટિંગ સુધરી જાય છે તો અમુક લોકોની ખરાબ હેન્ડરાઇટિંગને કારણે ટીચર દ્વારા પીટાઈ પણ થાય છે. પરંતુ આજે અમે જે યુવતીની હેન્ડરાઇટિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેની હેન્ડરાઇટિંગ જોઈને કોમ્પ્યુટર પણ શરમાઈ જાય છે. પ્રકૃતિ મલ્લા નામની વિદ્યાર્થિની નેપાળની રહેવાસી છે અને તેની હેન્ડરાઇટિંગ નેપાળમાં સૌથી સુંદર હેન્ડરાઇટિંગનાં રૂપમાં પસંદ કરવામાં આવેલ છે.

આ દુનિયામાં એવા અજુબા ભરેલા પડેલા છે, જેના વિશે જાણીને તમે દાંતની વચ્ચે આંગળી જ નહીં, પરંતુ આખો હાથ જ દબાવી લેશો. કુદરત કઈ વ્યક્તિ પર મહેરબાન થઇ જાય છે તે કહી શકાતુ નથી. તેવામાં આજે અમે તમને આવી જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર કુદરત મહેરબાન થયેલ છે. પોતાની આવડતથી આ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય પણ બનેલ છે.

નેપાળની આ યુવતીની હેન્ડરાઇટિંગ એક વખત જો તમે જોઈ લેશો, તો તમે તેના દિવાના બની જશો. આ બાળકીની હેન્ડરાઇટિંગ જોઈને એક વખતમાં તો એવું લાગે કે સીધા કોમ્પ્યુટરમાંથી તેની પ્રિન્ટ કાઢવામાં આવેલી છે. જો કે દુનિયામાં ખૂબ જ ઓછા વ્યક્તિઓની આવી હેન્ડરાઇટિંગ સારી હોય છે, બાકી અમુક લોકો તો કાગળ પર ખોટા ચિતરામણ જ કરતા હોય છે.

આ યુવતી નેપાળમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને સૈનિક આવાસીય મહાવિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેની હેન્ડરાઇટિંગ જોયા બાદ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે શું સાચે જ તેને હાથેથી લખવામાં આવેલ છે અથવા કોઈ કોમ્પ્યુટરનાં ડિઝાઇનર ફોન્ટ છે. મોટા-મોટા લોકો પણ તેની હેન્ડરાઇટિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

જોકે આજકાલ આપણે બધા દરેક કામ હાથેથી લખવાને બદલે કોમ્પ્યુટરથી કરવા લાગ્યા છીએ. તેમાં ઘણાં બાળકો તો પોતાનું હોમવર્ક પણ ગૂગલ પર ટાઈપ કરીને પ્રિન્ટ કઢાવી લેતા હોય છે. આ સમયમાં નેપાળની રહેવાસી પ્રકૃતિ મલ્લાને જોઈને લાગે છે કે જાણે તેના હાથમાં કોઈ કોમ્પ્યુટર પ્રિન્ટર છુપાયેલું હોય. હકીકતમાં પ્રકૃતિએ સુલેખન માટે બાળપણથી જ એટલો અભ્યાસ કર્યો છે કે હવે તેની મહેનત નજર આવવા લાગી છે.

હેન્ડરાઇટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ

કોઇપણ શ્રેષ્ઠ ચીજ અને પ્રોડક્ટ આજકાલ વાયરલ થવાનો સમય છે. વાયરલ થતાં પહેલા તેને વધારે મહત્વ નથી મળતું, પરંતુ પ્રકૃતિની હેન્ડરાઇટિંગને દુનિયાના અલગ-અલગ વેબપોર્ટલ પર જગ્યા મળી રહી છે અને લોકો તેને શેયર પણ કરી રહ્યા છે. ફેસબુક અને ટ્વિટર પર તેની ધુમ મચેલી છે. જોતજોતામાં આ યુવતી નેપાળ અને સમગ્ર દુનિયામાં મશહૂર થઈ ગઈ છે. તેને નેપાળ સરકાર અને સેના દ્વારા તેના માટે પુરસ્કૃત પણ કરવામાં આવેલ છે.